Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સચિને શાહરૂખ ખાનને આપ્યું ડ્રાઈવિંગનું જ્ઞાન, શાહરૂખે કહી આ વાત

સચિને શાહરૂખ ખાનને આપ્યું ડ્રાઈવિંગનું જ્ઞાન, શાહરૂખે કહી આ વાત

30 June, 2019 04:05 PM IST | મુંબઈ

સચિને શાહરૂખ ખાનને આપ્યું ડ્રાઈવિંગનું જ્ઞાન, શાહરૂખે કહી આ વાત

જુઓ શાહરૂખ અને સચિનના મજેદાર ટ્વીટ્સ

જુઓ શાહરૂખ અને સચિનના મજેદાર ટ્વીટ્સ


25 જૂને બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાને બોલીવુડ ઈંડસ્ટ્રીમાં 27 વર્ષ પુરા કર્યા. આ દરમિયાન શાહરૂખ ખાને પોતાના ટ્વિટ્ટર પર સુપર બાઈક સાથે એક વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયોમાં શાહરૂખ ખાન પોતાના ચાહકો માટે કેટલાક ડાયલોગ બોલી રહ્યા છે. પરંતુ, આ વીડિયો પોસ્ટ કર્યા બાદ 4 દિવસ બાદ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે શાહરૂખ પર સવાલ ઉઠાવ્યા છે.




ખરેખર, મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે શાહરૂખ ખાનને ડ્રાઈવિંગના પાઠ શીખવ્યા છે. સચિન તેંડુલકરે આ વીડિયો રીટ્વીટ કરતા લખ્યું છે કે, શાહરૂખ બાઈક ચલાવતા સમયે હેલમેટનો ઉપયોગ હંમેશા કરે. સચિન તેંડુલકરે પોતાના ટ્વીટમાં શાહરૂખ ખાનની અનેક બ્લૉકબસ્ટર ફિલ્મોનો ઉલ્લેખ કરતા તેમના પર ચુટકી લીધી છે.



સચિન તેંડુલકરે ટ્વીટમાં લખ્યું છે કે, "ડિઅર બાઝીગર, જબ તક હૈ જાન તબ તક બિના હેલમેટ કે બાઈક ન ચલાયે. બૉલીવુડમાં 27 વર્ષ પૂર્ણ કરવાની શુભકામનાઓ. જલ્દી જ મળીએ મારા દોસ્ત."


આ પણ વાંચોઃ ચાલો યાદ કરીએ 90ના દાયકાની એ હિરોઈનોને..

સચિન તેંડુલકરના આ ટ્વીટ પર શાહરૂખ ખાને પણ પોતાના જવાબ આપ્યો છે, "મારા દોસ્ટ હેલમેટ પહેરીને ઑન ડ્રાઈવ, ઑફ ડ્રાઈવ અને સ્ટ્રેટ ડ્રાઈવ કરવાનું તમારાથી વધુ સારી રીતે કોણ શીખવી શકે છે. હું મારા બાળકોને શીખવાડીશ કે મેં મહાન સચિન તેંડુલકર પાસેથી ડ્રાઈવિંગના પાઠ શીખ્યા છે. ફિશ કરી સાથે જલ્દી જ મળીએ છે, ધન્યવાદ."

Whatsapp-channel Whatsapp-channel

30 June, 2019 04:05 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK