Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગોલમાલ આટલી મોટી બ્રૅન્ડ બની જશે એવી આશા નહોતી : રોહિત શેટ્ટી

ગોલમાલ આટલી મોટી બ્રૅન્ડ બની જશે એવી આશા નહોતી : રોહિત શેટ્ટી

15 July, 2019 09:42 AM IST | મુંબઈ

ગોલમાલ આટલી મોટી બ્રૅન્ડ બની જશે એવી આશા નહોતી : રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી(File Photo)

રોહિત શેટ્ટી(File Photo)


રોહિત શેટ્ટીનું કહેવું છે કે તેણે કદી પણ આશા નહોતી રાખી કે ‘ગોલમાલ’ આટલી મોટી બ્રૅન્ડ બની જશે. તેણે જણાવ્યું હતું કે તે આ ફિલ્મની ફ્રૅન્ચાઇઝી બનાવતો રહેશે. આ ફિલ્મ વિશે જણાવતાં રોહિતે કહ્યું હતું કે ‘મેં જ્યારે ‘ગોલમાલ’ની શરૂઆત કરી ત્યારે મેં સપનેય વિચાર્યું નહોતું કે આ આટલી મોટી બ્રૅન્ડ બની જશે. મારા માટે તો એ એક માત્ર કૉમેડી ફિલ્મ હતી.’

૨૦૦૬માં આવેલી ‘ગોલમાલ : ફન અનલિમિટેડ’માં અજય દેવગન, અર્શદ વારસી, શર્મન જોશી, તુષાર કપૂર અને પરેશ રાવલ જોવા મળ્યા હતા. આ ફિલ્મને મળેલા પ્રતિસાદ પર ખુશી વ્યક્ત કરતાં રોહિતે કહ્યું હતું કે ‘આ ફિલ્મને જે પ્રકારે રિસ્પૉન્સ અને લોકોનો પ્રેમ મળ્યો હતો એનાથી અમને ભરપૂર કૉન્ફિડન્સ આવ્યો હતો. એ સમય એવો હતો જ્યારે ફિલ્મોની સીક્વલ બનતી હતી અને અમે ૨૦૦૮માં ‘ગોલમાલ રિટર્ન્સ’ અને ૨૦૧૦માં ‘ગોલમાલ 3’ બનાવી હતી. આ બધી ફિલ્મોને સારો રિસ્પૉન્સ મળ્યો હતો. હું એમ કહી શકું છું કે ધીમે-ધીમે આ એક બ્રૅન્ડ બની ગઈ. એના માટે કોઈ પ્લાન નહોતો કર્યો એ એમ જ બની ગઈ. હું જ્યારે એમ કહું કે ફિલ્મ સારી ચાલી એટલે કે બૉક્સ-ઑફિસ પર નહીં તે સૅટેલાઇટ પર સારી ચાલી હતી. આજે દરેક જણ ટીવીના કારણે ‘ગોલમાલ’ વિશે જાણે છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2019 09:42 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK