રણવીર સિંહ અને કરિશ્મા કપૂરે 'સરકાઈ લો ખટિયા' પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો

Published: Jun 25, 2019, 20:13 IST | મુંબઈ

બોલીવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર આજે 45મો જન્મદિવસ મનાવી રહી છે. ત્યારે કરિશ્મા કપૂર અને રણવીર સિંહનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

બોલીવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર આજે 45મો જન્મદિવસ મનાવી રહી છે. ત્યારે કરિશ્મા કપૂર અને રણવીર સિંહનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને કરિશ્મા કપૂરની સુપરહિટ ફિલ્મ 'રાજા બાબુ'ના બ્લોકબસ્ટર ગીત 'સરકાઈ લો ખટિયા' પર ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયોમાં બંને સોફા પર બેઠા છે અને પોતાના ડાન્સને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે.

જો કરિશ્મા કપૂરની વાત કરીએ તો હાલ તે લંડનમાં મમ્મી બબીતા કપૂર, બહેન કરીના કપૂર અને જીજાજી સૈફ અલી ખાન સાથે વેકેશન મનાવી રહી છે. કરિશ્મા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલાક ફોટોઝ શૅર ર્યા છે, જેમાં તે દેખાઈ રહ્યું છે કે તે પોતાનો બર્થ ડે અને વેકેશન ખૂબ જ એન્જોય કરી રહી છે. ત્રણેયના પાર્ટી કરતા ફોટોઝ પણ ખૂબ વાઈરલ થયા છે.

 

 
 
 
View this post on Instagram

🍸 #chill

A post shared by KK (@therealkarismakapoor) onJun 24, 2019 at 1:12pm PDT

 
 
 
View this post on Instagram

Love urself at every age 😇 #nofilter #birthdaymood

A post shared by KK (@therealkarismakapoor) onJun 25, 2019 at 4:03am PDT

આ પણ વાંચો ઃબોલીવુડના આ સ્ટાર્સ એક સમયે હતા ચાઈલ્ડ આર્ટિસ્ટ, ઓળખી બતાવો

ઉલ્લેખનીય છે કે 90ના દાયકામાં ટોચની હિરોઈન ગણાતી એક્ટ્રેસ કરિશ્મા કપૂરે પોતાના બોલીવુડ કરિયરની શરૂઆત 17 વર્ષની ઉંમરમાં 1991માં આવેલી ફિલ્મ 'પ્રેમ કેદી'થી કરી હતી. તમને જણાવી દઈએ કે કરિશ્મા કપૂર પોતાની કરિયરમાં રાજા બાબુ, કુલી નંબર વન, બીવી નંબર જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચૂકી છે. આજે ભલે કરિશ્મા બોલીવુડથી દૂર હોય, પરંતુ તેનું ફૅન ફોલોઈંગ યથાવત્ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK