બોલીવુડના આ સ્ટાર્સ એક સમયે હતા ચાઈલ્ડ આર્ટિસ્ટ, ઓળખી બતાવો
Published: 25th June, 2019 19:48 IST | Bhavin
મિ. ઈન્ડિયામાં આફતાબ શિવદાસાનીએ બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત શ્રીદેવીની ફિલ્મ ચાલબાઝમાં પણ આફતાબ દેખાયા હતા.
1/20
સોહા અલી ખાનના હસબન્ડ કુણાલ ખેમુ પણ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. 90ઝના જમનામાં તે બાળકોના રોલમાં ખૂબ જ પોપ્યુલર હતા. હમ હૈ રાહી પ્યાર કે, રાજા હિન્દુસ્તાની, ભાઈ અને ઝખમમાં તે બાળ કલાકાર તરીકે દેખાયા હતા.
2/20
શ્રીદેવીએ પણ એક્ટિંગ ક્ષેત્રે ડેબ્યુ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે જ કર્યો હતો. તેમણે તમિલ ફિલ્મ કંદન કરુનાઈમાં લોર્ડ મુરુગન તરીકે દેખાયા હતા.
3/20
પદ્મિની કોલ્હાપુરે પણ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. પદ્મિની કોલ્હાપુરેએ રાજ કપૂરની ફિલ્મ સત્યમ શિવમ્ સુંદરમમાં ઝીનત અમાનની યુવાનીનો રોલ કર્યો હતો.
4/20
રણબીર કપૂરની મમ્મી નીતુ સિંહ પણ સંખ્યાબંધ ફિલ્મમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. દો કલિયાંમાં તેમણે કરેલો ડબલ રોલ ખૂબ જ જાણીતો બન્યો હતો.
5/20
ઉર્મિલા માંતોડકરે પણ બોલીવુડમાં 9 વર્ષની ઉંમરે ડેબ્યુ કર્યો હતો. 1983માં નસીરુદ્દીન શાહની ફિલ્મ માસૂમમાં તેમણે નસીરસાબની પુત્રીનો રોલ કર્યો હતો.
6/20
માસૂમમાં ઉર્મિલા માંતોડકર ઉપરાંત જુગલ હંસરાજ પણ હતા. જુગલ હંસરાજ આ ઉપરાંત આ ગલે લગ જા, પાપા કહેતે હૈમાં પણ કામ કરી ચૂક્યા છે. પાછળથી તે શાહરુખ ખાન સાથે મહોબ્બતેમાં દેખાયા હતા.
7/20
આમિર ખાનના ભાણિયા ઈમરાન ખાનનું નામ પણ આ લિસ્ટમાં છે. ઈમરાન ખાને કયામત સે કયામત તક અને જો જીતા વહી સિકંદર ફિલ્મમાં આમિર ખાનના બાળપણનો રોલ કર્યો હતો.
8/20
સંજય દત્ત પણ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. સુનીલ દત્તની ફિલ્મ રેશ્મા ઓર શેરામાં સંજય દત્તે કવ્વાલી સિંગરનો રોલ કર્યો હતો.
9/20
યાદો કી બારાતમાં આમિર ખાન યાદ છે ? યાદો કી બારાતમાં ત્રણ ભાઈઓમાંથી એકના બાળપણનો રોલ આમિર ખાને કર્યો છે.
10/20
કમલ હાસને છ વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરી હતી. તમિલ ફિલ્મ કલથુર કન્નમ્માથી એક્ટિંગમાં ડેબ્યુ કર્યો હતો.
11/20
શશિ કપૂરે પણ આવારા ફિલ્મમાં રાજ કપૂરના બાળપણનો રોલ કર્યો હતો.
12/20
ફિલ્મ હમ નૌજવાનમાં દેવ આનંદની ટીન એજર પુત્રીનો રોલ કર્યો હતો.
13/20
હ્રિતિક રોશન પણ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે દેખાઈ ચૂક્યા છે. રજનીકાંતની ફિલ્મ ભગવાન દાદામાં હ્રિતિક રોશને રજનીકાંતના દત્તક પુત્રનો રોલ કર્યો હતો.
14/20
બોબી દેઓલે પપ્પાની ફિલ્મ ધરમવીરમાં યંગ ધરમનો રોલ કર્યો હતો.
15/20
રાજુ શ્રેષ્ઠા જેમણે લાઈફ ઓફ પાઈના હિન્દી વર્ષમાં સૂરજ શર્માના પાત્રને અવાજ આપ્યો હતો, તે પણ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. માસ્ટર રાજુ બોલીવુડમાં પરિચય, કિતાબ, ચિતચોર ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે.
16/20
50 અને 60ના દાયકામાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ડેઈઝી ઈરાની ખૂબ જ પોપ્યુલર હતા. તેણો બંદીશ, જાગતે રહો, એક હી રાસ્તા, મુસાફિર, નયા દૌર અને ધૂલ કા ફૂલમાં કામ કરી ચૂક્યા છે.
17/20
સારિકા પણ બાળ કલાકાર તરીકે સંખ્યાબંધ ફિલ્મોમાં છોકરાઓની ભૂમિકા ભજવી ચૂક્યા છે.
18/20
જાણીતા એક્ટર સચિન પિલગાંવકર પણ 60ના દાયકામાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે જાણીતા હતા. 1962માં આવેલી નેશનલ એવોર્ડ વિનર મરાઠી ફિલ્મ હા માઝા માર્ગ એકલામાં તેમણે એક્ટિંગ કરી હતી.
19/20
સ્ટુડન્ટ ઓફ ધી યરથી ડેબ્યુ કરનાર સના સઈદ પણ બાળ કલાકાર તરીકે કામ કરી ચૂક્યા છે. શાહરુખ ખાનની ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં અંજલીના રોલમાં સના સઈદ હતા.
20/20
ફોટોઝ વિશે
આફતાબ શિવદાસાનીએ બોલીવુડમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયર શરૂ કરી હતી. આજે આફતાબ શિવદાસાનીનો જન્મદિવસ છે, ત્યારે વાત કરીએ એવા બાળ કલાકારોની જે પાછળથી બોલીવુડના સ્ટાર્સ બની ગયા.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK