Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામાનંદ સાગરના 'સીતા' મોટા પડદા પર કરી રહ્યા છે કમબેક, નિભાવશે કિરદાર..

રામાનંદ સાગરના 'સીતા' મોટા પડદા પર કરી રહ્યા છે કમબેક, નિભાવશે કિરદાર..

26 September, 2019 05:03 PM IST | મુંબઈ

રામાનંદ સાગરના 'સીતા' મોટા પડદા પર કરી રહ્યા છે કમબેક, નિભાવશે કિરદાર..

રામાનંદ સાગરના 'સીતા' મોટા પડદા પર કરી રહ્યા છે કમબેક

રામાનંદ સાગરના 'સીતા' મોટા પડદા પર કરી રહ્યા છે કમબેક


રામાનંદ સાગરની રામાયણમાં સીતાનો રોલ ભજવીને જાણીતા થયેલા દીપિકા ચીખલિયા લાંબા સમય બાદ બોલીવુડમાં કમબેક કરી રહ્યા છે. તેઓ એક બાયોપિકના માધ્યમથી ફરીથી દર્શકોની સામે આવી રહ્યા છે. આ બાયોપિક નવેમ્બરમાં દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

90ના દશકમાં ટીવી પર રાજ કરનાર ઐતિહાસિક ડ્રામા સીરિઝમાં સીતાનો રોલ નિભાવનાર દીપિકા હાલ ફરીથી ચર્ચામાં આવ્યા છે. તે મોટા પડદા પર જોવા મળશે. તેઓ ભારતીય રાજનીતિના દિગ્ગજ નેતા પંડિત દીન દયાળ ઉપાધ્યાયની બાયોપિક 'દીન દયાળ એક યુગપુરૂષ'માં મહત્વની ભૂમિકામાં છે.

રામાયણમાં નિભાવેલા સીતાના કિરદાર બાદ દીપિકા ચિખલિયાને ઘર ઘરમાં સીતાના રૂપમાં જ જોવા મળતા હતા. એટલે સુધી કે તેમને સાર્વજનિક રીતે પણ લોકો માતા સીતાના નામથી બોલાવતા હતા. રામાયણ સીરિઝના કુલ 78 એપિસોડ ઑન એર કરવામાં આવ્યા હતા.




રામાયણની અપાર સફળતા  અને લોકોની માંગણીના કારણે રામાનંદ સાગરના પ્રોડ્કશન હાઉસે 2008માં આ ટીવી સીરિઝને ફરી બનાવી હતી. જે બાદ તેને એનડીટીવી પર પ્રસારિત કરવામાં આવી હતી. જણાવી દઈએ કે દીપિકા ચીખલિયાએ 1983માં આવેલી ફિલ્મ સુન મેરી લૈલાથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.

દીપિકાએ પથ્થર, ચીખ, ભગવાન દાદા, ઘર સંસાર અને એક મલયાલમ ફિલ્મમાં પણ કામ કરયું. જો કે તેમને સફળતા મળી. 1987માં તેમને સીતાનો રોલ મળ્યો અને તે ઘર ઘરમાં જાણીતા થઈ ગયા.


આ પણ જુઓઃ સફળ થવાના અડગ 'નિશ્ચય' સાથે આ અભિનેતા કરી રહ્યા છે કમબેક, જાણો તેની સફર

જણાવી દઈએ કે દીપિકા છેલ્લે 2018માં આવેલી ગુજરાતી ફિલ્મ નટસમ્રાટમાં જોવા મળ્યા હતા. અને હવે તેઓ 2019માં પોલિટિકલ લીડર અને જનસંઘના અધ્યક્ષ રહેલા પંડિત દીન દયાળ ઉપાધ્યાયના જીવન પર આધારિત બાયોપિકમાં તેઓ પદ્મા સિંહના કિરદારમાં જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

26 September, 2019 05:03 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK