સફળ થવાના અડગ 'નિશ્ચય' સાથે આ અભિનેતા કરી રહ્યા છે કમબેક, જાણો તેની સફર

Updated: Sep 26, 2019, 14:50 IST | Falguni Lakhani
 • નિશ્ચયનો જન્મ વડોદરામાં જ થયો હતો. માતા પાસેથી તેમને કલાનો વારસો મળ્યો જ્યારે પિતા પાસેથી બિઝનેસ વારસામાં મળ્યો.

  નિશ્ચયનો જન્મ વડોદરામાં જ થયો હતો. માતા પાસેથી તેમને કલાનો વારસો મળ્યો જ્યારે પિતા પાસેથી બિઝનેસ વારસામાં મળ્યો.

  1/19
 • નિશ્ચયના પરિવારનો વડોદરામાં ફરસાણનો બિઝનેસ છે. એટલે નિશ્ચય ત્યાં જ મોટા થયા અને સ્કૂલનો અભ્યાસ પુરો કર્યા.

  નિશ્ચયના પરિવારનો વડોદરામાં ફરસાણનો બિઝનેસ છે. એટલે નિશ્ચય ત્યાં જ મોટા થયા અને સ્કૂલનો અભ્યાસ પુરો કર્યા.

  2/19
 • નિશ્ચયે એમ. એસ. યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમાં કર્યું છે. એન્જીનિયરિંગ સાથે તેઓ મોડેલિંગ પણ કરતા હતા.

  નિશ્ચયે એમ. એસ. યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમાં કર્યું છે. એન્જીનિયરિંગ સાથે તેઓ મોડેલિંગ પણ કરતા હતા.

  3/19
 • એક સમયે નિશ્ચય મેથ્સમાં B.Sc. કરવા માટે વિદ્યાનગર ગયા હતા પરંતુ તેમને ત્યાં રહેવું ન ફાવ્યું અને તેઓ પાછા આવી ગયા. મોડેલિંગ સાથે એક્ટિંગનો કીડો લાગ્યો અને એક્ટિંગનો કોર્સ પણ તેમણે કર્યો.   

  એક સમયે નિશ્ચય મેથ્સમાં B.Sc. કરવા માટે વિદ્યાનગર ગયા હતા પરંતુ તેમને ત્યાં રહેવું ન ફાવ્યું અને તેઓ પાછા આવી ગયા. મોડેલિંગ સાથે એક્ટિંગનો કીડો લાગ્યો અને એક્ટિંગનો કોર્સ પણ તેમણે કર્યો.   

  4/19
 • જેવા તેઓ પાસ થયા કે તરત જ તેમને રજત ટોકસ અને વિક્રાંત મેસીની ધરમવીર નામની સીરિયલમાં કામ મળ્યું. જેમાં તેમણે 25 થી 30 એપિસોડમાં કામ કર્યું.

  જેવા તેઓ પાસ થયા કે તરત જ તેમને રજત ટોકસ અને વિક્રાંત મેસીની ધરમવીર નામની સીરિયલમાં કામ મળ્યું. જેમાં તેમણે 25 થી 30 એપિસોડમાં કામ કર્યું.

  5/19
 • ધરમવીર બાદ તેઓ કામ કરવા માટે મુંબઈ આવી ગયા અને સંજય ગોરડિયા, વિપુલ મહેતા જેવા જાણીતા લોકો સાથે નાટકમાં કામ કર્યું.

  ધરમવીર બાદ તેઓ કામ કરવા માટે મુંબઈ આવી ગયા અને સંજય ગોરડિયા, વિપુલ મહેતા જેવા જાણીતા લોકો સાથે નાટકમાં કામ કર્યું.

  6/19
 • મનોજ શાહ સાથે પણ નિશ્ચય કામ કરી ચુક્યા છે. જેમના વસ્તુપાળ તેજપાળ નાટકમાં નિશ્ચયને મુખ્ય ભૂમિકા ભજવવાનો ચાન્સ મળ્યો. જેમાં આજના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકરે પણ નાનકડી ભૂમિકા કરી હતી.

  મનોજ શાહ સાથે પણ નિશ્ચય કામ કરી ચુક્યા છે. જેમના વસ્તુપાળ તેજપાળ નાટકમાં નિશ્ચયને મુખ્ય ભૂમિકા ભજવવાનો ચાન્સ મળ્યો. જેમાં આજના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકરે પણ નાનકડી ભૂમિકા કરી હતી.

  7/19
 • જો કે નિશ્ચયને મુંબઈ ફાવ્યું નહીં એટલે તેઓ વડોદરા પાછા આવી ગયા અને પરિવારનો બિઝનેસ સંભાળવા લાગ્યા. વડોદરામાં તક મળ્યે તેઓ નાટક અને શોર્ટ ફિલ્મો પણ કરતા હતા.

  જો કે નિશ્ચયને મુંબઈ ફાવ્યું નહીં એટલે તેઓ વડોદરા પાછા આવી ગયા અને પરિવારનો બિઝનેસ સંભાળવા લાગ્યા. વડોદરામાં તક મળ્યે તેઓ નાટક અને શોર્ટ ફિલ્મો પણ કરતા હતા.

  8/19
 • બે વર્ષ માટે તેમણે તેમની ખાખરાની ફેક્ટરી પણ ચલાવી. જો કે તેમને લાગ્યું કે તેઓ આ માટે નથી બન્યા. અને મુંબઈ ફાવતું નહોતું. છેવટે કાંઈક ક્રીએટિવ કરવા મળે એટલે તેમણે ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો ક્રેશ કોર્સ કર્યો અને ઈન્ટિરિયર ડિઝાઈનિંગનું કામ શરૂ કર્યું.

  બે વર્ષ માટે તેમણે તેમની ખાખરાની ફેક્ટરી પણ ચલાવી. જો કે તેમને લાગ્યું કે તેઓ આ માટે નથી બન્યા. અને મુંબઈ ફાવતું નહોતું. છેવટે કાંઈક ક્રીએટિવ કરવા મળે એટલે તેમણે ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો ક્રેશ કોર્સ કર્યો અને ઈન્ટિરિયર ડિઝાઈનિંગનું કામ શરૂ કર્યું.

  9/19
 • નિશ્ચયને આ કામમાં પણ સફળતા મળી. જો કે તેમની પાસે આર્કિટેકની ડિગ્રી ન હોવાના કારણે તેમને મોટા પ્રોજેક્ટ્સ નહોતા મળતા. અને વચ્ચે વચ્ચે તેમને એક્ટિંગ પણ યાદ આવતી હતી.

  નિશ્ચયને આ કામમાં પણ સફળતા મળી. જો કે તેમની પાસે આર્કિટેકની ડિગ્રી ન હોવાના કારણે તેમને મોટા પ્રોજેક્ટ્સ નહોતા મળતા. અને વચ્ચે વચ્ચે તેમને એક્ટિંગ પણ યાદ આવતી હતી.

  10/19
 • આ જ વચ્ચે નિશ્ચયે તેમનું પોતાનું આઉટલેટ ચેવડાવાલા ડિઝાઈન કર્યું, જેના શહેરના સારામાં સારા આર્કિટેક્સએ પણ વખાણ કર્યા અને તેમને પ્રતિષ્ઠિત ફર્મમાંથી ઑફર પણ મળી.

  આ જ વચ્ચે નિશ્ચયે તેમનું પોતાનું આઉટલેટ ચેવડાવાલા ડિઝાઈન કર્યું, જેના શહેરના સારામાં સારા આર્કિટેક્સએ પણ વખાણ કર્યા અને તેમને પ્રતિષ્ઠિત ફર્મમાંથી ઑફર પણ મળી.

  11/19
 • એક તરફ પરિવારનું દબાણ હતું કે નિશ્ચય એક નિર્ણય લે અને બીજી તરફ તેમને એક્ટિંગ યાદ આવતી હતી. એ સમયે નિશ્ચયને થયું કે તેમને 9 થી 5ની જોબ નહીં ફાવે. અને તમણે ફાઈનલી એક્ટિંગ કરવાનું નક્કી કર્યું.

  એક તરફ પરિવારનું દબાણ હતું કે નિશ્ચય એક નિર્ણય લે અને બીજી તરફ તેમને એક્ટિંગ યાદ આવતી હતી. એ સમયે નિશ્ચયને થયું કે તેમને 9 થી 5ની જોબ નહીં ફાવે. અને તમણે ફાઈનલી એક્ટિંગ કરવાનું નક્કી કર્યું.

  12/19
 • 2019ની શરૂઆતમાં તેણે યુટ્યુબ ચેનલ શરૂ કરી અને તેમાં મોનોલોગ સહિતના વીડિયો પોસ્ટ કરવા લાગ્યા. જે જોઈને તેમને ત્રણ ફિલ્મો મળી.

  2019ની શરૂઆતમાં તેણે યુટ્યુબ ચેનલ શરૂ કરી અને તેમાં મોનોલોગ સહિતના વીડિયો પોસ્ટ કરવા લાગ્યા. જે જોઈને તેમને ત્રણ ફિલ્મો મળી.

  13/19
 • હાલ તેઓ અફરા-તફરી, સારાભાઈ અને અદ્રશ્ય નામની ફિલ્મો કરી રહ્યા છે. જેમની અદ્રશ્ય હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં રજૂ થશે.

  હાલ તેઓ અફરા-તફરી, સારાભાઈ અને અદ્રશ્ય નામની ફિલ્મો કરી રહ્યા છે. જેમની અદ્રશ્ય હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં રજૂ થશે.

  14/19
 • નિશ્ચય એક્ટિંગની સાથે સાથે બિઝનેસ પણ મેનેજ કરે છે. નિશ્ચય કહે છે કે પરિવાર અને ભાઈના સપોર્ટથી બધુ મેનેજ થઈ જાય છે.

  નિશ્ચય એક્ટિંગની સાથે સાથે બિઝનેસ પણ મેનેજ કરે છે. નિશ્ચય કહે છે કે પરિવાર અને ભાઈના સપોર્ટથી બધુ મેનેજ થઈ જાય છે.

  15/19
 • જ્યારે અમે નિશ્ચયને એમ પુછ્યું કે એક્ટિંગ અને બિઝનેસમાંથી એક પસંદ કરવાનું આવે તો તે એક્ટિંગને જ પસંદ કરશે.

  જ્યારે અમે નિશ્ચયને એમ પુછ્યું કે એક્ટિંગ અને બિઝનેસમાંથી એક પસંદ કરવાનું આવે તો તે એક્ટિંગને જ પસંદ કરશે.

  16/19
 • અભિનેતા હોવાની સાથે નિશ્ચય ફિટનેસ ફ્રીક પણ છે. પોતાનું રૂટિન તેઓ જાળવી રાખે છે.

  અભિનેતા હોવાની સાથે નિશ્ચય ફિટનેસ ફ્રીક પણ છે. પોતાનું રૂટિન તેઓ જાળવી રાખે છે.

  17/19
 • અભિયની સાથે સાથે નિશ્ચયને ગરબા રમવા પણ ખૂબ જ પસંદ છે. જેના માટે તેઓ અનેક પ્રાઈઝ પણ જીતી ચુક્યા છે.

  અભિયની સાથે સાથે નિશ્ચયને ગરબા રમવા પણ ખૂબ જ પસંદ છે. જેના માટે તેઓ અનેક પ્રાઈઝ પણ જીતી ચુક્યા છે.

  18/19
 • નિશ્ચય છ વર્ષના બ્રેક બાદ હવે એક્ટિંગ કરી રહ્યા છે, અને હવે તેમને આ જ કામ કરવું છે. ભવિષ્યમાં તેમને શક્તિશાળી ભૂમિકાઓ કરવી છે, જેથી તેમને લોકો યાદ રાખે.

  નિશ્ચય છ વર્ષના બ્રેક બાદ હવે એક્ટિંગ કરી રહ્યા છે, અને હવે તેમને આ જ કામ કરવું છે. ભવિષ્યમાં તેમને શક્તિશાળી ભૂમિકાઓ કરવી છે, જેથી તેમને લોકો યાદ રાખે.

  19/19
 • loading...

ફોટોઝ વિશે

એક્ટર, ઈન્ટિરીયર ડિઝાઈનર અને બિઝનેસમેન...આવા મલ્ટી ટેલેન્ટેડ છે વડોદરાના નિશ્ચય રાણા. જેઓ છ વર્ષના બ્રેક બાદ ફરી એકવાર એક્ટિંગમાં હાથ અજમાવવા માટે તૈયાર છે. ત્યારે ચાલો જાણીએ અત્યાર સુધીની તેમની આ સફર કેવી રહી...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK