Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફ્રેન્ડ સાથે લિપલૉક કરવા જતાં પ્રિયા પ્રકાશ સાથે થયું આવું, જુઓ વીડિયો

ફ્રેન્ડ સાથે લિપલૉક કરવા જતાં પ્રિયા પ્રકાશ સાથે થયું આવું, જુઓ વીડિયો

23 July, 2019 04:56 PM IST | મુંબઈ ડેસ્ક

ફ્રેન્ડ સાથે લિપલૉક કરવા જતાં પ્રિયા પ્રકાશ સાથે થયું આવું, જુઓ વીડિયો

તસવીર સૌજન્ય પ્રિયા પ્રકાશ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ

તસવીર સૌજન્ય પ્રિયા પ્રકાશ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ


પોતાની વિંક સ્ટાઇલ થકી રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બનેલી મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વૉરિયર ફરી એકવાર પોતાના નવા વીડિયોથી ચર્ચાનો વિષય બની છે. આ વીડિયોમાં પ્રિયા પોતાના એક ફ્રેન્ડ સાથે કિસ કરવા માગતી હતી, પણ ફ્રેન્ડે આવું ન કરતાં પ્રિયાના અરમાનો પર પાણી ફેરવાઈ ગયું.

એક્સપ્રેશન ક્વીન પ્રિયાએ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર પણ કર્યો છે. જો કે ચિંતા કરવાની જરૂર નથી, કારણકે પ્રિયા પ્રકાશનો આ વીડિયો એક પ્રેન્ક વીડિયો છે. અને મહત્વની વાત એ છે કે આ પ્રેન્કમાં વિક્ટિમ પ્રિયા પોતે જ બની છે.



વીડિયોમાં પ્રિયા પ્રકાશ પોતાના સિનેમેટોગ્રાફર ફ્રેન્ડ સિનુ સિદ્ધાર્થ સાથે રોમેન્ટિક સીન ક્રિએટ કરતી જોવા મળે છે. વીડિયોની શરૂઆતમાં પ્રિયા અને સિનુ એક-બીજાને જોઇને સ્માઇલ આપતાં જોવા મળે છે.


પ્રિયા પોતાની પહેલી ફિલ્મ ઓરૂ અદાર લવના ગેટઅપમાં બેઠી છે. પ્રિયા વીડિયોમાં સિનુને વ્હાલસોયી આંખોથી જોઇ રહી છે. લાગે છે કે તે બન્ને હવે કિસ કરવાના છે. ત્યાર બાદ બન્ને કિસ કરવા માટે આગળ પણ વધે છે. પણ પ્રિયાના અરમાનો પર પાણી ફરી વળે છે.

હકીકતે, સિનુ છેલ્લા સમયે પ્રિયા સાથે લિપલૉકની જગ્યાએ બોટલમાંથી પાણી પીવા લાગી જાય છે. સિનુની આ હરકત જોઇને પ્રિયંકાની ઉદાસીનતા તેના ચહેરા પર સ્પષ્ટ જોઇ શકાય છે. પ્રિયાના એક્સપ્રેશન પર સિનુએ આ રીતે પાણી ફેરવી દીધું જેનાથી ચાહકોને હસવાની ભરપૂર તકો મળે છે.


આ એક પ્રેન્ક વીડિયો ઇન્ટરનેટ પર છવાયેલો છે. વીડિયોને અત્યાર સુધી 15 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. એક તરફ ચાહકોને આ પ્રેન્ક વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે તો બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જે સિનુના લિપલૉક ન થવાને કારણે નિરાશ પણ થયા છે.

 
 
 
View this post on Instagram

Tb to this “ithenthinte kunjade?” moment with my fav @sinu_sidharth

A post shared by Priya Prakash Varrier? (@priya.p.varrier) onJul 17, 2019 at 10:41pm PDT

નોંધનીય છે કે પ્રિયા પ્રકાશ વૉરિયર અને સિનુ સારા ફ્રેન્ડ્સ છે. બન્નેએ ઓરૂ અદાર લવમાં સાથે કામ કર્યું હતું. બન્ને શ્રીદેવી બંગલોમાં પણ એક સાથે કામ કરી રહ્યા છે. પ્રિયા સોશિયલ મીડિયા સ્ટાર છે.

 
 
 
View this post on Instagram

Vattanalle? @sinu_sidharth

A post shared by Priya Prakash Varrier? (@priya.p.varrier) onJul 20, 2019 at 2:02am PDT

પ્રિયા પ્રકાશ વૉરિયરની પહેલી ફિલ્મ ઓરૂ અદાર લવને જેટલી હાઇપ મળી હતી, તે પ્રમાણે ફિલ્મ બૉક્સ ઑફિસ પર નહીં ચાલી શકી. પણ ડેબ્યૂ ફિલ્મે પ્રિયા પ્રકાશને આખા દેશમાં પૉપ્યુલેરિટી તો અપાવી જ હતી.

આ પણ વાંચો : હોટ રેડ લહેંગામાં કિયારા અડવાણીનો ગ્લેમરસ લૂક, જુઓ તસવીરો

વિંક સ્ટાઇલથી પ્રિયાની પૉપ્યુલેરિટી એ રીતે વધી કે તે 2018માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવતા સેલેબ્સની લિસ્ટમાં પહેલા નંબર પર હતી. વર્ષ આખું તે સોશિયલ મીડિયા પર છવાયેલી હતી. તેની દરેક તસવીર, વીડિયો વાયરલ થયા. પ્રિયાની બીજી ફિલ્મ શ્રીદેવી બંગલોમાં અરબાઝ ખાન પણ કેમિયો રોલમાં જોવા મળશે. ફિલ્મનું ટિઝર રિલીઝ થઈ ગયું છે. આ વિશે વિવાદ પણ થઈ રહ્યા છે. આરોપ છે કે પ્રિયાની આ ફિલ્મ દિવંગત અભિનેત્રી શ્રીદેવીના મૃત્યુ પર બનેલી છે. બોની કપૂરે મેકર્સને નોટિસ પણ મોકલી હતી

Whatsapp-channel Whatsapp-channel

23 July, 2019 04:56 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK