Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનુષ્કા શર્મા પ્રેગ્નેન્સીમાં પણ ફીટનેસનું રાખે છે ધ્યાન

અનુષ્કા શર્મા પ્રેગ્નેન્સીમાં પણ ફીટનેસનું રાખે છે ધ્યાન

01 December, 2020 01:52 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અનુષ્કા શર્મા પ્રેગ્નેન્સીમાં પણ ફીટનેસનું રાખે છે ધ્યાન

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ


બૉલીવુડ દીવા અનુષ્કા શર્મા (Anushka Sharma) અત્યારે પ્રેગન્નેન્સીનો અનુભવ લઈ રહી છે. આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં તે માતા બનવાની છે. તાજેતરમાં જ અભિનેત્રીએ સોશ્યલ મીડિયામાં એક જૂની તસવીર શૅર કરી છે. ગર્ભાવસ્થામાં પણ તે ફીટનેસનું ધ્યાન રાખી રહી છે. સાથે તે ભારતીય કૅપ્ટન અને પતિ વિરાટ કોહલી (Virat Kohli)ની મદદ લે છે.

અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર શૅર કરેલી તસવીરમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ જોવા મળે છે. તેમ જ વિરાટ પણ બહુ ધ્યાનથી કાળજી રાખીને અનુષ્કાના પગને સપોર્ટ આપી રહ્યો છે. આ તસવીર શૅર કરવાની સાથે તેણે કૅપ્શનમાં લખ્યું છે કે, 'હાથ નીચે અને પગ ઉપર કરવાની આ એક્સર્સાઈઝ છે. યોગ મારા જીવનનો ઘણો જ મોટો હિસ્સો છે. મારા ડૉક્ટરે મને કહ્યું હતું કે હું આવા તમામ આસન કરી શકું છું. મારે વધુ પડતું ટ્વિસ્ટ નથી કરવાનું અને વધુ પડતું આગળ ઝૂકવાનું નથી. આ વાત ધ્યાનમાં રાખીને હું તમામ આસનો કરી શકું છું. જોકે, હું જરૂરી સપોર્ટ સાથે જ આ આસન કરી શકું છું. શીર્ષાસન હું છેલ્લાં ઘણાં વર્ષોથી કરું છું. મેં એ ધ્યાન રાખ્યું કે હું દીવાલને સપોર્ટ તરીકે ઉપયોગમાં લઉં અને મારા સક્ષમ પતિએ મને સંતુલન બનાવવામાં મદદ કરી, જેથી મને વધારે સુરક્ષા મળે.'



 
 
 
View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)


અભિનેત્રીએ આગળ લખ્યું હતું કે, 'આ મેં મારા પોતાના યોગ ગુરુની સલાહમાં કર્યું હતું. તેઓ વર્ચ્યુઅલી સતત મારી સાથે હતા. મને આનંદ છે કે મેં ગર્ભાવસ્થામાં પણ પ્રેક્ટિસ ચાલુ રાખી.'


આ પણ જુઓ: અનુષ્કા શર્માના બોલ્ડ ફોટોશૂટની આ તસવીરો તમને મંત્રમુગ્ધ કરી દેશે

તમને જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા ગર્ભાવસ્થા દરમિયાન પણ સતત એક્ટિવ છે. તે પતિ વિરાટ કોહલી સાથે આઈપીએલ માટે દુબઈ ગઈ હતી અને ત્યાથી પરત ફર્યા બાદ તેણે કામ શરૂ કરી દીધું હતું. હવે તે મેટરનિટી લીવ બાદ મે મહિનામાં પરત ફરશે તેવું કહેવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

01 December, 2020 01:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK