પાકિસ્તાની એક્ટ્રેસે કૉપી કર્યો દીપિકા પાદુકોણનનો લૂક, કોણ છે વધારે સુંદર?

Published: Jul 23, 2019, 14:00 IST

એક્ટ્રેસ માહિરા ખાનની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તેણે દીપિકા પાદુકોણનો લૂક કૉપી કરી છે

માહિરા ખાન-દીપિકા પાદુકોણ
માહિરા ખાન-દીપિકા પાદુકોણ

બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ એક ફૅશન આઈકૉન પણ છે અને એને મોસ્ટ સ્ટાઈલિશ હિરોઈન પણ માનવમાં આવે છે. દીપિકાના ફૅશનની ઘણી વાર ચર્ચા થઈ છે અને કેટલીક મૉડલ્સ એને કૉપી પણ કરે છે. આ બધાની વચ્ચે એક્ટ્રેસ માહિરા ખાનની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં એના લૂકને દીપિકા પાદુકોણના બે વર્ષ જૂના લૂકથી ઈન્સપાયર્ડ બતાવવામાં આવી રહ્યો છે. ફોટોને જોઈને લાગે છે કે માહિરા ખાને દીપિકા પાદુકોણને કૉપી કરી છે અને એના જેવા આઉટફિટમાં નજર આવી છે. 

 
 
 
View this post on Instagram

🍉🍉 Styling @maharizviii HMU @iambabarzaheer 📸 @captiveautonomy

A post shared by Mahira Khan (@mahirahkhan) onJul 20, 2019 at 7:26am PDT

માહિરા ખાન રેડ કલરના આ ડ્રેસમાં ઘણી સુંદર લાગી રહી છે. આ લૂકની સાથે લાઈટ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિકની સાથે હેર ઓપન કર્યા હતા અને બ્લૂ કલરની હીલ્સ પહેરી રાખી હતી. આ ફોટો બે વર્ષ પહેલાના દીપિકા પાદુકોણના લૂકની યાદ અપાવે છે, જ્યારે દીપિકા આ આઉટફિટમાં દેખાઈ હતી. વર્ષ 2017માં મુંબઈમાં થયેલા એક ઈવેન્ટમાં દીપિકા પણ આ ડ્રેસમાં નજર આવી હતી. આ લૂકની સાથે દીપિકાએ પિન્ક કલરનું પેરલ પેન્ટ પહેર્યું હતું. 

હવે માહિરાની આ તસવીર આવ્યા બાદ લોકો દીપિકા અને માહિરા ખાનના લૂકને કમ્પેર કરી રહ્યા છે. તમે પણ બન્નેના આઉટફિટ અને મેકઅપથી જોઈ શકો છો કે કઈ હિરોઈન આ આઉટફિટમાં વધારે સુંદર લાગી રહી છે.

આ પણ વાંચો : Shruti Pathak: 'રાધાને શ્યામ મળી જશે' સિંગરની આવી છે પર્સનલ લાઈફ

જણાવી દઈએ કે પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાને ફિલ્મ રઈસમાં શાહરૂખ ખાનની સાથે કામ કર્યું હતું. જ્યાં દીપિકાની વાત કરીએ તો દીપિકા બે ફિલ્મોમાં નજર આવવાની છે. પહેલી મેઘના ગુલઝારની ફિલ્મ 'છપાક' છે બીજી ફિલ્મ '83' છે, જેમાં તે રણવીર સિંહ એટલે કપિલ દેવની પત્નીનું પાત્ર ભજવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK