'ગેમ ઑફ થ્રોન્સ' સીઝન 8નું નવું ટીઝર રિલીઝ, 14 એપ્રિલે થશે ઓન એર

Updated: Jan 14, 2019, 15:59 IST

ગેમ ઑફ થ્રોન્સની આઠમી સીઝનનું નવું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. આ છેલ્લી સીઝન 14 એપ્રિલના રોજ ઓન એર થશે.

ગેમ ઓફ થ્રોન્સનું એક મહત્વનું પાત્ર જોન સ્નો (ફાઇલ)
ગેમ ઓફ થ્રોન્સનું એક મહત્વનું પાત્ર જોન સ્નો (ફાઇલ)

દુનિયાભરમાં સૌથી પ્રખ્યાત બનેલા ટેલિવિઝન કાર્યક્રમ ગેમ ઑફ થ્રોન્સ (GoT)નું નવું ટીઝર આવી ગયું છે. દુનિયામાં સૌથી વધુ જોવામાં આવેલી આ સીરીઝ અત્યારે પોતાના છેલ્લા પડાવમાં છે. GoTની આઠમી અને છેલ્લી સીઝન 14 એપ્રિલના રોજ દુનિયાની સામે આવશે. 90 સેકન્ડ્સના આ ટ્રેલરમાં સીરીઝના 3 મહત્વના કેરેક્ટર્સને દર્શાવવામાં આવ્યા છે, જેઓ પોતાના પુરાતન ઘરમાં તલવાર લઈને ફરી રહ્યા છે. ટ્રેલરમાં હલકી સફેદ ચાદર પણ દર્શાવવામાં આવી છે, એટલે કે આઇસ. જેની સાતેય સીઝન દરમિયાન ફેન્સને રાહ હતી. આખરે છેલ્લી સીઝનમાં તે સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો: ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇકને લોકોએ આપેલા પ્રતિસાદથી ખુશ છે વિકી

એચબીઓ અને જીઓટીએ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર દોઢ મિનિટનું એક ટીઝર જાહેર કર્યું છે. ટીઝરની સાથે જ એ પણ જણાવી દીધું છે કે આ છેલ્લી સીઝન 14 એપ્રિલ 2019ના રોજ ઓન એર થશે. ટીઝરની વાત કરીએ તો તેમાં એ જાણકારી ખાસ મળતી નથી કે સીઝનનો અંત કેવી રીતે આવશે. તેમાં કોઈ મોટો ખુલાસો સામે નથી આવ્યો. એટલું તો નક્કી છે કે ટીઝર પછી દર્શકોની વચ્ચે સીઝન 8ના ટ્રેલરને લઈને ઉત્સુકતા બેગણી વધી જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK