નીતૂ કપૂરે આલિયા ભટ્ટને કહી પોતાની ફેમિલી મેમ્બર, માતાએ કરી આવી કમેન્ટ

Updated: Jun 24, 2019, 14:46 IST | મુંબઈ ડેસ્ક

નીતૂ કપૂરે આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને ઋષિ કપૂરની એક તસવીર શેર કરી છે જેમાં તેણે આલિયાને પોતાના પરિવારની સભ્ય કહી છે.

ઋષિ કપૂર સાથે નીતૂ, રિદ્ધિમા, રણબીર અને આલિયા ભટ્ટ
ઋષિ કપૂર સાથે નીતૂ, રિદ્ધિમા, રણબીર અને આલિયા ભટ્ટ

કેન્સરને માત આપી ચૂકેલા અભિનેતા ઋષિ કપૂર હાલ આગળની ટ્રીટમેન્ટ માટે ન્યૂયોર્કમાં જ છે. ઋષિ કપૂરની તબિયત પૂછવા બોલીવુડના ઘણા સિતારાઓ ન્યૂયોર્ક ગયા હતા. અથવા એમ કહી શકાય કે જે સિતારા ન્યૂયોર્ક ગયા એ ઋષિ કપૂરને મળ્યા વગર પાછાં નથી આવ્યા, તો પણ ખોટું નથી.

અભિષેક-એશ્વર્યા અને કપૂર પરિવાર સાથે ઋષિને મળવા પહોંચ્યા
તાજેતરમાં જ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય પણ પોતાની દીકરી આરાધ્યા બચ્ચન સાથે ઋષિ કપૂરને મળવા ન્યૂયોર્ક પહોંચ્યા હતા. પણ આ અવસર ત્યારે ખાસ બન્યો જ્યારે ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ તેને મળવા પહોંચ્યા. નીતૂ કપૂર અને રિદ્ધિમાએ આ મુલાકાતની સુંદર તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી.

 
 
 
View this post on Instagram

Your family is your whole world ❤️ so so many LOVES in these beautiful moments 🙏🤗🥰

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) onJun 23, 2019 at 9:51pm PDT

આ તસવીરોમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતૂ કપૂર, ઋષિ કપૂર, રિદ્ધિમા કપૂર, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય એક ફ્રેમમાં જોવા મળે છે. પણ આ બધી જ તસવીરોમાં જે ધ્યાન આપવા જેવી બાબત છે નીતૂ કપૂરનું કૅપ્શન. તસવીર શેર કરતી વખતે નીતૂ કપૂરે જે કેપ્શન આપ્યું છે ખૂબ જ સુંદર છે. પોતાના કૅપ્શનમાં નીતૂએ આલિયાને પોતાના પરિવારની સભ્ય કહી છે.

 
 
 
View this post on Instagram

❤️

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) onJun 23, 2019 at 9:22pm PDT

તસવીર શેર કરતાં નીતૂએ લખ્યું છે કે, "તમારો પરિવાર તમારી આખી દુનિયા હોય છે. આ સુંદર પળો સાથે ઘણો ઘણો પ્રેમ." "Your family is your whole world ❤️ so so many LOVES in these beautiful moments 🙏🤗🥰 ।" નીતૂ કપૂરની આ તસવીર પર આલિયા ભટ્ટની માતા સોની રાજદાને પણ કમેન્ટ કરી છે. તેણે લખ્યું છે કે, "બધાં ખૂબ જ સુંદર અને ખુશ લાગી રહ્યા છે." "All looking so well and happy ❤️❤️❤️"

આ પણ વાંચો : ફાધર્સ ડે પર ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમાએ આપ્યો સર્પ્રાઇઝ

ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન સાથે તેમની દીકરી આરાધ્યા પણ ઋષિ કપૂરને મળવા ન્યૂયોર્ક પહોંચી હતી. આ પહેલી વાર નથી જ્યારે ઋષિ કપૂરને મળવા સિતારાઓ ગયા હોય. આ પહેલા પણ ઋષિ કપૂરને મળવા પાકિસ્તાની એક્ટ્રેસ માવરા હોકેન પણ પહોંચી હતી. હવે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહથી લઇને આલિયા ભટ્ટ, શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા, મુકેશ અંબાણી, રાજકુમાર હિરાની જેવા સિતારાઓ ઋષિ કપૂરને મળી ચૂક્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK