ફાધર્સ ડે પર ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમાએ આપ્યો સર્પ્રાઇઝ

Updated: Jun 16, 2019, 16:54 IST

આજે ફાધર્સ ડે છે અને આ અવસરે સેલેબ્રિટિઝ પણ પોતાના પિતાને ફાધર્સ ડેની શુભેચ્છાઓ આપી રહ્યા છે અને સરપ્રાઇઝ આપી રહ્યા છે, ત્યારે ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમાએ પણ એક સ્પેશિયલ સરપ્રાઇઝ આપી છે.

ઋષિ કપૂરને ફાધર્સ ડેના દિવસે પુત્રી રિદ્ધિમાએ આપી સર્પ્રાઇઝ
ઋષિ કપૂરને ફાધર્સ ડેના દિવસે પુત્રી રિદ્ધિમાએ આપી સર્પ્રાઇઝ

ફાધર્સ ડેના અવસરે ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર તેને મળવા ન્યૂયૉર્ક પહોંચી છે. સાથે જ તેની દીકરી પણ હતી. રિદ્ધિમાએ પિતા માટે એક ખાસ મેસેજ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

આજે ફાધર્સ ડે છે અને આ અવસરે સેલેબ્રિટિઝ પણ પોતાના પિતાને ફાધર્સ ડેની શુભેચ્છાઓ આપી રહ્યા છે અને સરપ્રાઇઝ આપી રહ્યા છે, ત્યારે ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમાએ પણ એક સ્પેશિયલ સરપ્રાઇઝ આપી છે. ઋષિ કપૂર અત્યારે ન્યૂયોર્કમાં છે, જ્યાં તે કેન્સરની સારવાર માટે ગયા હતા. રિદ્ધિમા પોતાની દીકરી સાથે પિતાને મળવા ન્યૂયોર્ક પહોંચી ગઈ.

રિદ્ધિમાએ શેર કરી તસવીર

રિદ્ધિમાએ આ મુલાકાતની એક તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને એક સુંદર કૅપ્શન પણ લખ્યું છે, "મારા રિયલ લાઇફ હીરો એટલે મારા સૌથી સ્ટ્રૉન્ગ પાપાને હેપ્પી ફાધર્સ ડે."

 
 
 
View this post on Instagram

Happy Father’s Day to my real life Hero! Love you so much 😘🤗 #mydaddystrongest💪

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) onJun 15, 2019 at 1:08pm PDT

આ તસવીરમાં તેની સાથે નીતૂ કપૂર પણ દેખાઇ રહી છે. ઋષિ કપૂરની વાત કરતાં, હવે તેની હાલતમાં સુધારો છે. તે ગયા વર્ષથી ન્યૂયોર્કમાં સારવાર કરી રહ્યા છે. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે ઋષિ કપૂર 4 સપ્ટેમ્બરે ભારત પાછાં આવી શકે છે.

જ્યારે આ બાબતે ઋષિ કપૂરના પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, "હા, હું ઑગસ્ટ એન્ડ સુધી પાછો આવવાના પ્રયત્ન કરી રહ્યો છું અને આ મારા હૉસ્પિટલના ડૉક્ટર્સ શું કહે છે તેના પર આધાર રાખે છે. હવે હું સારો અનુભવ કરી રહ્યો છું અને જ્યારે પાછો આવીશ ત્યાં સુધી 100 ટકા સાજો થઇ જઇશ."

આ પણ વાંચો : જલ્દી જ દેશ પાછા આવશે ઋષિ કપૂર, ન્યૂયૉર્કમાં કરાવી રહ્યા છે ઈલાજ

જણાવીએ કે તાજેતરમાં જ ઋષિ કપૂરને મળવા પાકિસ્તાની એક્ટ્રેસ માવરા હોકેન પણ પહોંચી હતી. હવે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહથી લઇને આલિયા ભટ્ટ, શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા, મુકેશ અંબાણી, રાજકુમાર હિરાની જેવા સિતારાઓ ઋષિ કપૂરને મળી ચૂક્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK