વરુણ-નતાશાનાં લગ્નના વેન્યુમાં મોબાઇલ પર બૅન
વરુણ ધવન અને નતાશા દલાલ
વરુણ ધવન અને નતાશા દલાલનાં લગ્નમાં તેમની પ્રાઇવસીનું ખાસ ધ્યાન રાખતાં મહેમાનોને સેલફોન્સ લાવવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે. જોકે તેમનાં લગ્ન પર દેખરેખ રાખવા માટે ઍડિશનલ સીસીટીવી કૅમેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમનાં લગ્ન અલીબાગમાં થવાનાં છે. કોરોનાના કેરને જોતાં માત્ર નજીકનાં સગાંસંબંધીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમનાં લગ્ન વિશેની માહિતીઓ ફૅમિલીએ ગુપ્ત રાખી છે. અલીબાગમાં ફાઇવસ્ટાર રિસૉર્ટ બુક કરવામાં આવ્યો છે. શુક્રવારે મહેંદી સેરેમની આયોજિત કરવામાં આવી હતી. શનિવારે સંગીત સેરેમની અને હવે આજે આ ક્યુટ કપલ લગ્નના બંધનમાં બંધાઈ જશે. કપલની પૉપ્યુલરિટીને જોતાં લગ્નના વેન્યુની બહાર રિપોર્ટર્સ તેમની એક ઝલક મેળવવા માટે તલપાપડ થઈ રહ્યા છે એને જોતાં સિક્યૉરિટી વ્યવસ્થા પણ ખૂબ વધારવામાં આવી છે અને સાથે જ વધારાના સીસીટીવી કૅમેરા પણ ગોઠવવામાં આવ્યા છે, જેથી પ્રસંગમાં કોઈ અડચણ ન આવે. બન્ને પક્ષમાંથી ૪૦ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યાં છે.