મીઝાન જાફરી અને નવ્યા નવેલી નંદાના રિલેશનને માત્ર ફ્રેન્ડશિપ જણાવી છે જાવેદ જાફરીએ. અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા અને જાવેદ જાફરીનો દીકરો મીઝાન છાશવારે એકબીજા સાથે દેખાય છે. એને લઈને તેમના અફેરની ચર્ચા પણ ચાલ્યા કરે છે. મીઝાન ‘હંગામા 2’માં જોવા મળવાનો છે. એ વિશે જાવેદ જાફરીએ કહ્યું હતું કે ‘લોકોને તો માત્ર કન્ટેન્ટ જોઈતું હોય છે. બેસ્ટ ફ્રેન્ડ્સને તો કંઈક અલગ જ વ્યાખ્યા આપવામાં આવે છે. આ બાળકો સાથે મોટાં થયાં છે. મારી દીકરી અલાવિયા જાફરી અને નવ્યા સ્કૂલના સમયથી જ ફ્રેન્ડ્સ છે. તેમના ફ્રેન્ડ્સનું કૉમન ગ્રુપ છે. સારા અલી ખાન અને મીઝાન પણ એક જ સ્કૂલમાં ભણ્યાં હતાં. તેઓ ઘરે આવતાં હતાં, રાતે ૩ વાગ્યા સુધી સાથે ફરતાં પણ હતાં. તેઓ હંમેશાં સાથે જ હોય છે એવું કહેવું લોકો માટે સરળ બની ગયું છે.’
સોનુ સૂદે તેના નામથી લોન આપી રહેલા માણસ સામે કરી ફરિયાદ
7th March, 2021 16:03 ISTદિવ્યાંકા ત્રિપાઠી પણ થઈ ચૂકી છે દુર્વ્યવહારનો શિકાર, જાણો શું કહ્યું એક્ટરે
7th March, 2021 15:57 ISTઅલગ પાત્ર ભજવવા મળે તો હું ખૂબ જ ખુશ થઈ જાઉં છું : રાજકુમાર રાવ
7th March, 2021 15:05 ISTઅવીરા સિંહ અદ્ભુત છે, પરંતુ સની લીઓની ઓરિજિનલ છે : મિકા સિંહ
7th March, 2021 15:05 IST