અક્ષયકુમારની ‘સૂર્યવંશી’ હવે વહેલી રિલીઝ થઈ રહી છે અને એ ૨૪ માર્ચે સાંજે ૬ વાગ્યે થશે. ‘સૂર્યવંશી’માં અક્ષયકુમાર અને કૅટરિના કૈફ લીડ રોલમાં છે. ૨૪ માર્ચથી મુંબઈનાં તમામ મૉલ્સ, મલ્ટિપ્લેક્સિસ અને શૉપ્સ ૨૪ કલાક ખુલ્લાં રહેવાનાં છે. એથી આ ફિલ્મને આખી રાત થિયેટર્સમાં દેખાડવામાં આવશે. બીજા દિવસે ૨૫ માર્ચે ગૂડી પડવો હોવાથી ફિલ્મને અચૂક ફાયદો થશે.
એથી જ રોહિત શેટ્ટીએ ફિલ્મને ૨૪ માર્ચે રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. એના માટે એક ખાસ વિડિયો પણ બનાવ્યો છે. આ વિડિયોને અક્ષયકુમારે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. વિડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે રણવીર સિંહ એટલે કે સિમ્બા સૂતો હોય છે અને નાનાં બાળકો દોડીને તેની પાસે આવે છે. તેને કાગળમાં ૨૪ માર્ચ લખેલું દેખાડે છે. બાળકો તેને ૨૪ માર્ચે આ ફિલ્મ રિલીઝ કરવા વિશે પૂછે છે તો તે અજય દેવગન એટલે કે બાજીરાવ સિંઘમને પૂછવા કહે છે. બાળકો જ્યારે અજય દેવગનને પૂછે છે તો તે રિલીઝ માટે રાજી થઈ જાય છે.
આ પણ વાંચો : પ્રિયંકા ચોપડાના ઇન્સ્ટાગ્રામ પર 50 મિલ્યન ફૉલોઅર્સ થઈ જતાં સૌનો આભાર માન્યો
બાળકો બાદમાં અક્ષયકુમાર પાસે જાય છે જે આ ફિલ્મમાં વીર સૂર્યવંશીના રોલમાં જોવા મળશે. તે પણ આ તારીખે ‘સૂર્યવંશી’ને રિલીઝ કરવા માટે માની જાય છે. એથી બાળકો ખુશીથી ઊછળકૂદ કરતાં અક્ષયકુમાર પાછળ દોડવા લાગે છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘અપરાધ હવે છટકી શકશે નહીં, કેમ કે આ રહી હૈ પોલીસ. ‘સૂર્યવંશી’ ૨૪ માર્ચે રિલીઝ થવાની છે.’
સૂર્યવંશી આવતા વર્ષે રિપબ્લિક-ડે પર થશે રિલીઝ?
13th October, 2020 18:21 ISTદિવાળી દરમ્યાન નહીં રિલીઝ થાય સૂર્યવંશી
3rd October, 2020 19:05 ISTઅક્ષય કુમારની 'સૂર્યવંશી' દિવાળીમાં, રણવીર સિંહની '83' ક્રિસમસમાં થિયેટરમાં જ થશે રિલીઝ
30th June, 2020 16:02 IST‘83’,‘સૂર્યવંશી’ ફિલ્મનાં પ્રોડ્યૂસર શિબાશીષ સરકાર Covid-19નાં દર્દી
1st June, 2020 16:42 IST