Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > KGF 2: કોર્ટે ફિલ્મના શૂટિંગ પર રોક લગાવતા મેકર્સે લીધો આ નિર્ણય

KGF 2: કોર્ટે ફિલ્મના શૂટિંગ પર રોક લગાવતા મેકર્સે લીધો આ નિર્ણય

04 September, 2019 04:06 PM IST | Mumbai

KGF 2: કોર્ટે ફિલ્મના શૂટિંગ પર રોક લગાવતા મેકર્સે લીધો આ નિર્ણય

KGF 2: કોર્ટે ફિલ્મના શૂટિંગ પર રોક લગાવતા મેકર્સે લીધો આ નિર્ણય


Mumbai : થોડા દિવસો પહેલા કેજીએફના ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા હતા કે જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ફિલ્મના શૂટિંગ પર રોક લગાવી દીધી હતી. જેનાથી ચાહકો ખૂબ જ નિરાશ થઈ ગયા હતા. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે હવે ફિલ્મ કાયદાકીય ગૂંચવણમાં પડી શકે છે. આ કારણે તેનું શૂટિંગ લાંબા સમય સુધી રોકાઈ જાય છે. પરંતુ હવે ફિલ્મ સાથે જોડાયેલી એક નવી ખબર સામે આવી છે જે ખુશ કરી દે તેવી છે.

કોર્ટની અરજી બાદ કેજીએફ ફિલ્મનું શુટિંગ રોકવામાં આવી
અહેવાલોનું માનીએ તો કેજીએફ 2ની ટીમ હૈદરાબાદ પહોંચી ગઈ છે અને ફિલ્મનું આગળનું શૂટિંગ હૈદરાબાદમાં કરવામાં આવશે તમને જણાવી દઈએ કે કેટલાક દિવસો પહેલા ફિલ્મું શૂટિંગ કોલર ફીલ્ડમાં સાઈનાઈડ હિલ્સ પર ચાલી રહ્યું હતું. જેના કારણે ત્યાંના લોકોને પરેશાની થઈ રહી હતી. લોકોએ કોર્ટમાં અરજી દાખલ કરી જેના બાદ કોર્ટે કેજીએફના મેકર્સે ઈન્ટરિમ ઑર્ડર મોકલીને ફિલ્મના શૂટિંગ પર રોક લગાવી દીધી.

આ પણ જુઓ : હૉટ વ્હીલ્સઃ જુઓ બોલીવુડ સ્ટાર્સની મોંઘી ગાડીઓનું કલેક્શન

KGF 2 ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે
તમને જણાવી દઈએ કે કેજીએફ સુપરહિટ થયા બાદ લોકો કેજીએફ 2ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ વધુ ધમાકેદાર થવાની છે કારણ કે તેમાં કન્નડ સ્ટાર યશની સાથે સંજય દત્ત પણ લીડ રોલમાં નજર આવશે. સંજય દત્ત આ ફિલ્મમાં અધીરાનો કિરદાર નિભાવતા નજર આવશે. ફિલ્મના બે પોસ્ટર પર રીલિઝ કરવામાં આવ્યા છે. જો કે ફિલ્મની રિલીઝ ડેટ હજી સામે નથી આવી પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે ફિલ્મ 2020માં રિલીઝ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2019 04:06 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK