Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કુંભમેળાના આ સવાલ પર તાપસી પન્નૂના હાલ બેહાલ, શું તમે જાણો છો જવાબ?

કુંભમેળાના આ સવાલ પર તાપસી પન્નૂના હાલ બેહાલ, શું તમે જાણો છો જવાબ?

16 November, 2019 02:30 PM IST | Mumbai Desk

કુંભમેળાના આ સવાલ પર તાપસી પન્નૂના હાલ બેહાલ, શું તમે જાણો છો જવાબ?

તાપસી પન્ની સાથે ડૉ. સામંત

તાપસી પન્ની સાથે ડૉ. સામંત


સોની ટીવી પર આવતો ગેમ રિયાલિટી શૉમાં ગઈકાલે કર્મવીર સ્પેશિયલ એપિસોડ બતાવવામાં આવ્યો હતો. આ અઠવાડિયે કર્મવીર બનીને ઓરિસ્સાના ડૉ. અચ્યુતા સામંત હૉટ સીટ પર બિરાજમાન થયા હતા. ડૉ.નો સાથ આપવા માટે શૉમાં સાંડ કી આંખ અભિનેત્રી તાપસી પન્નૂ પણ પહોંચી હતી. તાપસી અને અચ્યુતા બન્ને સારું રમતાં હતાં પણ બન્ને કુંભ સાથે જોડાયેલા એક સવાલમાં અટકાઈ ગયા.

ગઇકાલે અમિતાભ બચ્ચનની સામે હૉટસીટ પર પહોંચનારા ડૉ. અચ્યુતા સામંત ઓરિસ્સા સાથે સંબંધ ધરાવે છે. ડૉ. અચ્યુતા, સામંત કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇંડસ્ટ્રિયલ ટેક્નોલોજી અને કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સના કૉ-ફાઉન્ડર છે. ડૉ. સામંત દ્વારા ચલાવવામાં આવતી આ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વની સૌથીમોટી રેસિડેન્ટલ ટ્રાઇબલ ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં બાળકોને મફત રહેવાનું, ખાવાનું અને શિક્ષણ આપવામાં આવે છે. તેમના દ્વારા ચલાવવામાં આવતી આ ઇન્સ્ટિટ્યૂટમાં 29,000 બાળકો રહે છે, જેમને શિક્ષણની સાથે સાથે મફત ખાવાનું અને સુવિધાઓ આપવામાં આવે છે.



શૉમાં પહોંચેલા ડૉ. અચ્યુતા અને તાપસીને 10,000 રૂપિયા માટે કુંભ સાથે જોડાયેલો એક સવાલ પૂછવામાં આવ્યો જેની માટે તેમને લાઇફલાઇનનો ઉપયોગ કરવો પડ્યો. અમિતાભ બચ્ચને પૂછ્યું, કુંભ મેળામાં કુંભનો શાબ્દિક અર્થ શું થાય છે.



આ સવાલનો જવાબ આપવા માટે કોમ્પ્યૂટર પર ચાર વિકલ્પ આપવામાં આવ્યા હતા. 1 ઘડો, 2. મધ, 3. પાણી અને 4 ચૂર્ણ

આ સવાલ સાંભળીને તાપસી અને ડૉ. બન્ને જુદાં જુદાં ઑપ્શનમાં કન્ફ્યૂઝ દેખાયા. કારણકે આ સવાલનો જવાબ આપવા માટે અમુક જ સેકેન્ડ મળી હતી તેથી ઓછો સમય બચવાને કારણે બન્નેને લાઇફલાઇનનો ઉપયોગ કરવો પડ્યો. આ સવાલ માટે તેમણે ઑડિયન્સ પૉલનો ઉપયોગ કર્યો જેમાં જનતાએ તેમને યોગ્ય જવાબ આપીને 10,000 રૂપિયા જીતાડી દીધા.

આ પણ વાંચો : 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ

તાજેતરમાં જ સાંડ કી આંખ ફિલ્મમાં જોવા મળેલી તાપસીએ આ શૉમાં પહોંચવાનું કારણ જણાવતાં કહ્યું હતું કે, "હું ફક્ત એકવાર એક ઇન્સ્ટિટ્યૂટમાં પેનલ ડિસ્કશન માટે ઓરિસ્સા ગઈ છું, અને તે ડૉ. સાવંતની જ ઇન્સ્ટિટ્યૂટ હતી, મને સારા કામ વિશે ખબર પડી. મારું માનવું છે કે શિક્ષણ દરેક મુશ્કેલીનો ઉકેલ છે અને ડૉ. સામંત ઘણું સારું કામ કરી રહ્યા છે."

Whatsapp-channel Whatsapp-channel

16 November, 2019 02:30 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK