આજથી શરૂ થયુ KBC 2020નું રજીસ્ટ્રેશન, જાણી લો કઈ રીતે લઈ શકશો ભાગ

Published: May 09, 2020, 13:13 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ઘરે બેસીને કરોડપતિ બનવાનો મોકો, આજ રાતથી શોના રજીસ્ટ્રેશનનો સવાલ પુછવાનું શરૂ

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

લૉકડાઉનને લીધે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું કામકાજ ઠપ છે એ દરમ્યન પણ અમિતાભ બચ્ચન તેમના ફેન્સ માટે તેમનો મનપસંદ શો 'કોન બનેગા કરોડપતિ'ની નવી સીઝન લઈને હાજર છે. તાજેતરમાં જ તેમણે ખુલાસો કર્યો હતો કે તેઓ આ શો ના પ્રોમોનું શુટિંગ કરી રહ્યાં છે.

હવે લૉકડાઉન દરમ્યાન પણ ઘરે બેઠા-બેઠા તમે 'કોન બનેગા કરોડપતિ' શોનો ભાગ બની શકો છો. 9 મે એટલે કે આજે રાતથી અમિતાભ બચ્ચન આ શોના રજીસ્ટ્રેશન (KBC Registration)નો સવાલ પુછવાના શરૂ કરવાના છે. આજે રાત્રે નવ વાગ્યાથી 'સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન' પર અમિતાભ બચ્ચન કેબીસી રજીસ્ટ્રેશનના સવાલો પુછશે. આ સવાલ દર્શકોને 22 મે સુધી પુછવામાં આવશે. દર્શકો સવાલોના સાચા જવાબ SMS અથવા SonyLIV એપ્લિકેશનના માધ્યમથી આપી શકશે.

લૉકડાઉનમાં દર્શકો જુના જુના શોને જોઈને કંટાળી ગયા છે ત્યારે KBC Registrationએ લોકોમાં ઉત્સાહ વધાર્યો છે. બિગ બી KBCની 11 સિઝન હોસ્ટ કરી ચુક્યા છે. આ 12 મી સિઝન છે. શોના રજીસ્ટ્રેશનમાં દર્શકોને સામાન્ય જ્ઞાનના જ પશ્નો પુછવામાં આવે છે.

દરમ્યાન, અમિતાભ બચ્ચનની છેલ્લી સિઝન જબરજસ્ત હિટ રહી હતી. ગત સિઝનમાં સિવિલ સર્વિસિસની તૈયારી કરી રહેલ હર્ષવર્ધન નવાથે અને મિડિ-ડે મિલ બનાવતી બબીતા તાડે કરોડપતિ બન્યા હતા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK