Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > KBC 12:લૉકડાઉનમાં ઝાડુ-પોતાં કરવામાંથી અમિતાભ બચ્ચન પણ નથી રહ્યાં બાકાત

KBC 12:લૉકડાઉનમાં ઝાડુ-પોતાં કરવામાંથી અમિતાભ બચ્ચન પણ નથી રહ્યાં બાકાત

16 October, 2020 01:01 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

KBC 12:લૉકડાઉનમાં ઝાડુ-પોતાં કરવામાંથી અમિતાભ બચ્ચન પણ નથી રહ્યાં બાકાત

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નો શો 'કૌન બનેગા કરોડપતિ' (Kaun Banega Crorepati) શરૂ થઈ ગયો છે. 15 ઓક્ટોબરના રોજ પ્રસારિત થયેલા એક એપિસોડમાં મહાનાયકે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એટલું જ નહીં, આ એપિસોડમાં ક્યારેય ન બનેલી ઘટના બની હતી. આ એપિસોડમાં ફાસ્ટેસ્ટ ફિંગર રમ્યા વગર સ્પર્ધક હોટ સીટ પર આવી હતી. તેમજ શોમાં અમિતાભ બચ્ચને લૉકડાઉનમાં ઘરમાં રહીને કયાં કયાં કામો કર્યા એની પણ વિગતે વાત કરી હતી.

15 ઓક્ટોબરના એપિસોડમાં 'કૌન બનેગા કરોડપતિ'માં ત્રીજી સ્પર્ધક તરીકે કોલકાતાની રૂના સાહા આવી હતી. રૂના સાહા સતત બે વાર ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ જીતી શકી નહોતી. ત્યાર બાદ તે સેટ પર જ રડવા લાગી હતી. રૂનાને ભાવુક જોઈને અમિતાભ બચ્ચને તેને હોટ સીટ પર બોલાવી હતી. હોટ સીટ પર બેઠાં બાદ પણ જોર-જોરથી રડવા લાગી હતી. અમિતાભે તેને છાની રાખી હતી અને કહ્યું હતું કે, હવે રડવાનો સમય પૂરો થયો અને ટિશ્યુનો સમય આવી ગયો છે. અમિતાભે રૂનાને ટિશ્યુ પેપર આપીને શાંત થવાનું કહ્યું હતું. રૂના ઘણી જ સમજદારીથી ગેમ રમતી હતી. શો દરમિયાન તેણે પોતાના જીવનની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, તેના લગ્ન નાની ઉંમરમાં થયા હતા અને તેથી જ મોટા ભાગનો સમય ઘરનાં કામકાજમાં પસાર થયો હતો. હવે તે પોતાની અલગ ઓળખ બનાવવા ઈચ્છે છે. રૂના હજી ગેમમાં છે અને તે આજે એટલે કે 16 ઓક્ટોબરના એપિસોડમાં જોવા મળશે.



ગેમ દરમિયાન રૂના સાહાએ કહ્યું હતું કે લૉકડાઉનમાં તે સતત કામમાં વ્યસ્ત રહેતી હતી. રૂનાએ આસ્ક ધ એક્સપર્ટ લાઈફલાઈન લીધી હતી. એક્સપર્ટ તરીકે ટીવી જર્નલિસ્ટ રિચા અનિરુદ્ધ આવી હતી. તેણે અમિતાભ બચ્ચનને સવાલ કર્યો હતો કે તેમણે લૉકડાઉનમાં ઘરનાં કોઈ કામ કર્યાં હતાં કે નહીં? આ સવાલ સાંભળીને બિગ બીએ કહ્યું હતું કે, 'બિલકુલ, બધાં જ કામો કર્યાં છે. ઝાડુ-પોતાં પણ કર્યાં છે. ભોજન મને બનાવતા આવડતું નથી અને તેથી તે બનાવ્યું નહીં. પણ બાકીનાં કામ આજસુધી કરી રહ્યો છું. હું આ ગંભીરતાથી બોલી રહ્યો છે.' બિગ બીની વાત સાંભળીને એક્સપર્ટ રિચાએ કહ્યું હતું કે, તમારી આ વાત માનવી ઘણી જ મુશ્કેલ છે. ત્યાર બાદ અમિતાભે કહ્યું હતું કે, ઘરનાં કામો કર્યાં બાદ તેમને ખ્યાલ આવ્યો કે ઘરકામમાં મદદ કરાવવાની કિંમત શું છે.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2020 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK