'કસૌટી....'નો અનુરાગ બાબુ શો છોડીને નહીં જાય, પાર્થ સમથાનને એકતા કપૂરે મનાવ્યો

Published: 2nd September, 2020 15:57 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સિરિયલ નવેમ્બરથી બંધ થઈ જશે, સતત કાસ્ટ શો છોડીને જઈ રહી હોવાથી મેકર્સે નિર્ણય લીધો

પાર્થ સમથાન, એકતા કપૂર અને એરિકા ફર્નાન્ડિસ 'કસૌટી ઝિંદગી કે 2'ના એક ઈવેન્ટમાં (ફાઈલ તસવીર)
પાર્થ સમથાન, એકતા કપૂર અને એરિકા ફર્નાન્ડિસ 'કસૌટી ઝિંદગી કે 2'ના એક ઈવેન્ટમાં (ફાઈલ તસવીર)

સ્ટાર પ્લસ પર આવતી એકતા કપૂર (Ekta Kapoor)ની લોકપ્રિય સિરિયલ 'કસૌટી ઝિંદગી કે 2' છેલ્લા કેટલાંક મહિનાથી ઘણી ચર્ચામાં છે. સિરિયલમાં અનુરાગ બાસુનું મુખ્ય પાત્ર ભજવતો અભિનેતા પાર્થ સમથાન (Parth Samthaan) સેટ પર કોરોના પૉઝિટિવ આવ્યાથી લઈને તેના શો છોડવાની વાતને લઈને ફેન્સ ઘણા ચિંતિત હતા. હવે સિરિયલના ચાહકો માટે એક સારા સમાચાર છે અને એક ખરાબ સમાચાર. સારા સમાચાર એ છે કે, પાર્થ સમથાન શો છોડીને નથી જવાનો. જ્યારે ખરાબ સમાચાર એ છે કે. સિરિયલ જ નવેમ્બર મહિનામાં બંધ થવાની છે.

પાર્થ સમથાન કોરોના પૉઝિટિવ આવ્યા બાદ એવી ચર્ચા હતી કે તે 'કસૌટી ઝિંદગી કે 2' છોડી દેવાનો છે. આ બાબતની જાણ તેણે ચેનલ અને મેકર્સને કરી દીધી છે. જોકે હવે એવા સમાચાર છે કે, પાર્થ શો નહીં છોડે. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, એકતા કપૂર ગણેશોત્સવમાં વ્યસ્ત હતી જેથી તે પાર્થને મનાવી શકી નહીં. પરંતુ હવે પાર્થ શો છોડીને નહી જાય. પાર્થ સાથે વાતચીત ચાલી જ રહી હતી પરંતુ પાર્થ માની નહોતો રહ્યો. પણ હવે એકતા કપૂરે તેને મનાવી લીધો છે. એટલે હવે, અનુરાગ બાસુ સિરીયલમાંથી બહાર નહી જાય. મેકર્સે પાર્થની દરેક માગને માની લીધી છે, જેમાં તેની ફીસ પણ વધારવામાં આવી છે. પાર્થને શોમાં રાખવા માટે ફીની સાથે સાથે શોનો ફોકસ માત્ર પાર્થ પર જ રહે તેવી માગ પણ મેકર્સે સ્વિકારી લીધી છે. હવે શૉનો ટ્રેક અનુરાગ બાસુનું પાત્ર ભજવતો પાર્થ સમથાન, પ્રેરણા શર્માનું પાત્ર ભજવતી એરિકા ફર્નાન્ડિસ (Erica Fernandes) અને તેમની દીકરી પર ફોકસ્ડ રહેશે. જો કો કોમોલિકા ચૌબે બાસુનું પાત્ર ભજવતી આમના શરીફ (Aamna Sharif)અને મિસ્ટર. રિષભ બજાજનું પાત્ર ભજવતા કરણ પટેલ (Karan Patel) મહત્વના પાત્ર છે એટલે તે તો શોમાં રહેશે જ.

બીજી બાજુ સ્પોટબૉય સાથેની વાતચીતમાં શો સાથે જોડાયેલા એક નજીકના સુત્રએ કહ્યું છે કે, મેકર્સને શોમાં કોઈ ઈમ્પ્રુવમેન્ટ નથી દેખાઈ રહ્યું. શોમાં થોડા જ સમય પહેલાં મહત્ત્વના મિસ્ટર બજાજના રોલને બદલવામાં આવ્યો છે. મોટા સેલેબ્સ શો સાથે જોડાવા છતાં નંબરમાં ફેરફાર થઈ રહ્યો નથી. તમામ પ્રયત્ન નિષ્ફ્ળ થતા હવે મેકર્સે શોને હંમેશાં માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. મેકર્સ બે મહિનાની અંદર શો બંધ કરવાની તૈયારી કરી રહ્યા છે. શોની પોપ્યુલારિટી સતત ઘટતી જાય છે. સાથે જ ઘણા એક્ટર્સ શોને છોડીને જઈ રહ્યા છે. આવામાં ટૂંક સમયમાં શોને ઓફ એર કરી દેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, સૌથી પહેલાં શોમાં કોમોલિકાનો રોલ પ્લે કરનારી હિના ખાન (Hina Khan)એ શો છોડ્યો અને તેને બદલે આમના શરીફ શોમાં આવી. ત્યારબાદ મિસ્ટર બજાજના રોલમાં કરણ સિંહ ગ્રોવર (Karan Singh Grover) આવ્યો પરંતુ ફરીવાર એન્ટ્રી લેવા છતાં તે શોમાં વધુ દિવસ ન ટક્યો. ત્યારપછી તેની જગ્યાએ કરણ પટેલ આવ્યો. આ સિવાય અનુપમ સેન ગુપ્તાનો રોલ પ્લે કરનાર સાહિલ આનંદ (Sahil Anand)એ પણ શો છોડવાનો નિર્ણય કર્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK