Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રૉની સ્ક્રૂવાલા અને રામ માધવાણી સાથે ધમાકા કરવા માટે આતુર છે કાર્તિક

રૉની સ્ક્રૂવાલા અને રામ માધવાણી સાથે ધમાકા કરવા માટે આતુર છે કાર્તિક

23 November, 2020 04:57 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રૉની સ્ક્રૂવાલા અને રામ માધવાણી સાથે ધમાકા કરવા માટે આતુર છે કાર્તિક

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ


રૉની સ્ક્રૂવાલા અને રામ માધવાણીની આગામી ફિલ્મ ‘ધમાકા’માં કામ કરવા માટે કાર્તિક આર્યન ખાસ્સો ઉત્સાહિત છે. ફિલ્મમાં કાર્તિક એક રિપોર્ટરના રોલમાં જોવા મળશે જેને એક નનામો ફોન આવે છે જે બાંદરા-વરલી સી-લિન્ક ઉડાવવાની ધમકી આપે છે. પોતાના રોલ માટે એક્સાઇટેડ કાર્તિકે કહ્યું હતું કે ‘આ મારા માટે એક જાદુઈ પટકથા છે અને નરેશન દરમ્યાન હું એ સ્થિતિને સ્પષ્ટ રીતે જોઈ શકતો હતો. આ સ્ટોરી દ્વારા મને મારી અલગ સાઇડ દેખાડવાની તક મળશે. હું પોતાને રામ સરની દુનિયામાં લઈ જવા માટે આતુર છું. તેમના દૃષ્ટિકોણને સ્ક્રીન પર દેખાડવા માગું છું. આ પહેલી વખત છે કે હું રૉની અને આર.એસ.વી.પી. સાથે કામ કરી રહ્યો છું. આ જર્નીની શરૂઆત કરવા માટે ઉત્સાહિત છું.’

તો બીજી તરફ રૉની સ્ક્રૂવાલાએ કહ્યું હતું કે ‘હું રામ અને કાર્તિક સાથે સહયોગ કરવા માટે રોમાંચિત છું. પહેલી વખત અમે સાથે આવ્યા છીએ. જ્યારે રામ મારી પાસે સ્ક્રિપ્ટ લઈને આવ્યા તો હું એને ગુમાવવા નહોતો માગતો. કાર્તિક પણ સ્ક્રિપ્ટ સાંભળીને એક્સાઇટેડ થઈ ગયો હતો.’



ડિરેક્ટર રામ માધવાણીએ સ્ટોરી વિશે કહ્યું હતું કે ‘એક ડિરેક્ટર તરીકે માનવીય સ્ટોરી તરફ મારો વધુ ઝુકાવ રહે છે. જોકે આ એક થ્રિલર છે, પરંતુ સ્ક્રીન પ્લેમાં અનેક લાગણીઓ અને ડ્રામા દેખાડવામાં આવશે કે જે એક પરિપક્વ વળાંક તરફ લઈ જશે. આ ફિલ્મ એક યુવા ટૅલન્ટની માગ કરે છે. કાર્તિક બૉલીવુડનો સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાંનો એક હોવાથી તે આ રોલમાં બંધ બેસે છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2020 04:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK