Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Karishma Kapoor એ પોતાના હિટ સોંગ સોના કિતના સોના હૈ પર કર્યો ડાન્સ

Karishma Kapoor એ પોતાના હિટ સોંગ સોના કિતના સોના હૈ પર કર્યો ડાન્સ

11 July, 2019 11:39 AM IST | મુંબઈ

Karishma Kapoor એ પોતાના હિટ સોંગ સોના કિતના સોના હૈ પર કર્યો ડાન્સ

Karishma Kapoor એ પોતાના હિટ સોંગ સોના કિતના સોના હૈ પર કર્યો ડાન્સ


‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ 7’ને જજ કરવા માટે સેટ પર કરિના કપૂર ખાન નહીં, પરંતુ કરિશ્મા કપૂર પહોંચી હતી. ઝી ટીવીનાં આ શોને કરીના ટાઇમ નથી આપી શકતી. કરીના તાજેતરમાં જ ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ 7’નું શૂટિંગ કરવા માટે લંડનથી મુંબઈ પાછી ફરી હતી. આ જ કારણ છે કે કરિશ્મા આ શોને કોરિયોગ્રાફર બૉસ્કો અને રૅપર રફતાર સાથે મળીને જજ કરવાની છે. આ શોનું તાજેતરમાં જ શૂટિંગ કરવામાં આવ્યુ હતું.

karishma dance



જી હાં ડાન્સ ઈન્ડિયા ડાન્સના કેટલાક એપિસોડમાં દર્શકોને બેબોની જગ્યાએ લોલો એટલે કે કરીના કપૂરના બદલે કરિશ્મા કપૂર જોવા મળશે. કરીના કપૂર પોતાના કેટલાક કમિટમેન્ટમાં વ્યસ્ત હોવાથી તેના બદલે તેની બહેરન કરિશ્મા કપૂર શોને કેટલાક એપિસોડ માટે જજ કરી રહી છે. આવા જ એક શોને જજ કરવા દરમિયાન સેટ પરના ફોટોઝ કરિશ્મા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યા છે. જેમાં કરિશ્મા કપૂર ડાન્સ કરતી દેખાઈ રહી છે.


karishma dance

DIDના સેટ પર કરિશ્મા કપૂરે પોતાની એક્ટિંગ કરિયરને યાદ કરી. લોલોએ શોના શૂટિંગ દરમિયાન પોતાના હિટ સોંગ સોના કિતના સોના હૈ પર ડાન્સ કરીને પોતાનો એરા યાદ કરાવી દીધો. હોસ્ટ કરણ વાહીએ પણ કરિશ્મા સાથે ડાન્સ કરવાની તક ઝડપી લીધી હતી.


આ પણ વાંચોઃ Jonita Gandhi: મૂળ ગુજરાતી છે આ ગ્લેમરસ યુટ્યુબ સ્ટાર અને બોલીવુડ સિંગર

હોસ્ટ કરણ વાહીએ કરિશ્મા કપૂરને ડાન્સ કરવા કરવા માટે 15 વખત પૂછ્યુ હતું. જો કે કરિશ્મા કપૂર તેની વાત માની નહોતી રહી. જો કે ડાન્સ ઈન્ડિયા ડાન્સના દર્શકોને વીક એન્ડ એપિસોડમાં કરિશ્માની આ ડાન્સ ટ્રીટ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ગોવિંદા સાથે કરિશ્મા કપૂરના કેટલાક સોંગ્સ જબરજસ્ત હિટ રહ્યા હતા. ત્યારે કરિશ્માએ પોતાનું ગીત હીરો નંબર 1ના હિટ સોંગ સોના કિતના સોના હૈ પર ડાન્સ કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2019 11:39 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK