અડધી રાત્રે કરીના કપૂરને ખિજાયા હતા સરોજ ખાન, કહ્યું હતું,'એ છોકરી, કમર હલાવ'

Published: Sep 17, 2019, 17:34 IST | મુંબઈ

બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ કરીના કપૂરે પહેલીવાર ડાન્સ રિયાલિટી શોથી ટેલિવિઝન પર ડેબ્યૂ કર્યો છે. આ ટેલિવિઝન શોમાં જજ તરીકે દેખાઈ રહી છે.

બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ કરીના કપૂરે પહેલીવાર ડાન્સ રિયાલિટી શોથી ટેલિવિઝન પર ડેબ્યૂ કર્યો છે. આ ટેલિવિઝન શોમાં જજ તરીકે દેખાઈ રહી છે. કરીના શોમાં પોતાની વાતો અને કિસ્સાથી લોકોને એન્ટરટેઈન કરતી રહે છે. તાજેતરમાં જ ડાન્સ ઈન્ડિયા ડાન્સના સેટ પર બોલીવુડના સૌથી ફેમસ કોરિયોગ્રાફર સરોજ ખાન મહેમાન તરીકે પહોંચ્યા હતા, તેમની હાજરીમાં જ કરીના કપૂરે એક રસપ્રદ કિસ્સો શૅર કર્યો છે.

ઝી ટીવીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી અપકમિંગ એપિસોડનો એક પ્રોમો વીડિયો શૅર કરવામાં આવ્યો છે, જેમાં કરીના કપૂર સરોજ ખાનની એક્ટિંગ કરતી દેખાઈ રહી છે. કરીના કપૂર આ વીડિયોમાં સરોજ ખાનની એક્ટિંગ કરતા કહે છે કે એક ગીત સમયે સરોજ ખાને તેને ખૂબ જ ખખડાવી હતી. સરોજ ખાને કરીના કપૂરને રાત્રે દોઢ વાગે કહ્યું હતું,'એ છોકરી જરા કમર હલાવ.' જવાબમાં કરીના કપૂરે તેમને કહ્યું હતું,'શું કર્યું માસ્ટરજી.' તો સરોજ ખાન કહે છે કે,'રાત્રે એક વાગ્યો છે, શું કરી રહી છે.' બાદમાં કરીના કપૂર કહે છે કે,'અરે! હવે માસ્ટરજી વધુ એકવાર ગુસ્સો કરશે.'

બાદમાં સરોજ ખાને કરીના કપૂર સાથે 'દિલ મેરા મુફ્ત કા' ગીત પર ડાન્સ પણ કર્યો છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ એજન્ટ વિનોદના આ ગીતને ખુદ સરોજ ખાને કોરિયોગ્રાફ કર્યું હતું, જેમાં કરીના કપૂરે ડાન્સ કર્યો હતો.

આ પણ વાંચોઃ Nia Sharma: ટેલિવિઝનની આ અભિનેત્રીને મળ્યો સૌથી સેક્સી વુમનનો ખિતાબ

તાજેતરમાં જ શોનો વધુ એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે, જેમાં સરોજ ખાનના ફેમસ ગીત 'ચને કે ખેત મેં','માર ડાલા','એક દો તીન' અને 'ડોલા રે ડોલા' પર કરીના કપૂર ડાન્સ કરવાની છે. આ ઉપરાંત ફિલ્મ જબ વી મેટના ફેમસ ગીત યે ઈશ્ક હાંયે પણ સરોજ ખાને જ કોરિયોગ્રાફ કર્યું હતું. આ ગીત માટે સરોજ ખાનને નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ કોરિયોગ્રાફરનો એવોર્ડ મળી ચૂક્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK