Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર કર્યું કમબૅક, જાણો શું એક્ટિવિટિ કરી

કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર કર્યું કમબૅક, જાણો શું એક્ટિવિટિ કરી

05 August, 2020 11:35 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર કર્યું કમબૅક, જાણો શું એક્ટિવિટિ કરી

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ


અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુ બાદ બૉલીવુડમાં સગાવાદ અને કૅમ્પના મુદ્દાએ બહુ જોર પકડયું છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સગાવાદના મુદ્દે પ્રોડયુસર કરણ જોહર (Karan Johar)ને બહુ જ ટ્રોલ કરવામાં આવ્યો હતો અને તેણે ઈન્સ્ટાગ્રામને અલવિદા કહી દીધુ હતું. પરંતુ હવે ભાઈ-ભત્રીજાવાદનો વિવાદ થોડોક શાંત પડતા કરણે ઈન્સ્ટાગ્રામ પર કમબૅક કર્યું છે. તાજેતરમાં અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh)ના લાઈવ સેશનમાં કરણની હાજરી જોવા મળી હતી. બીજી બાજુ વિવાદોથી બચવા માટે આગામી ફિલ્મ 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ'માંથી મેકર્સે કરણ જોહરનું નામ કાઢી નાખ્યું છે.

રણવીર સિંહ એફએ કપમાં આર્સેનલે મેળવેલી જીતથી ખુશ હતો અને આ ખુશી તે ચાહકો સાથે મળીને ઉજવવા માંગતો હતો એટલે તેણે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ચૅટ સેશન કર્યું હતું. જેમાં અન્ય ર્સ્ટાસ અને ફૅન્સની સાથે કરણ જોહર પણ જોડાયો હતો. લાઈવ ચૅટ દરમ્યાન કરણે હસવા વાળા ઈમોજી પોસ્ટ કર્યા હતાં. જેના પરથી અંદાજ લગાડી શકાય છે કે કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર કમબૉક કર્યું છે.



Karan Johars Comment


લાઈવ ચૅટ દરમ્યાન કરણ જોહરે કરેલી કમેન્ટ

તમને જણાવી દઈએ કે અત્યારે કરણ જોહરનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પ્રાઈવેટ છે. પહેલાં તે સોશ્યલ મીડિયા પર બહુ એક્ટિવ રહેતો પણ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ તેણે પોસ્ટ કરવાનું બંધ કરી દીધું હતું.


બીજી બાજુ, બૉલીવુડમાં ચાલી રહેલા સગાવાદના વિવાદથી બચવા માટે જાન્હવી કપૂર (Jhanvi Kapoor)ની ફિલ્મ 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ'માંથી પ્રોડયુસર તરીકે કરણ જોહરનું નામ કાઢી નાખવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર હમણાં થોડાક દિવસો પહેલાં જ રિલીઝ થયું છે. બૉલીવુડ હંગામાના અહેવાલ મુજબ, નેટફ્લિક્સે પહેલા ફક્ત કરણ જોહરનું નામ કાઢવાનું નક્કી કર્યું હતું. પણ પછી આખી ક્રેડિટ લાઈન કાઢી નાખવામાં આવી છે. કારણકે ટીમને લાગ્યું કે ફક્ત કરણ જોહરનું નામ કાઢવાથી વધુ વિવાદો થશે એટલે આખી ટીમની ક્રેડિટ લાઈન કાઢી નાખવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

05 August, 2020 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK