Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બળાત્કારના પીડિતોનાં સ્મારક બનાવવાની વાત કહી કંગના રનોટે

બળાત્કારના પીડિતોનાં સ્મારક બનાવવાની વાત કહી કંગના રનોટે

22 March, 2020 02:50 PM IST | Mumbai Desk
Agencies

બળાત્કારના પીડિતોનાં સ્મારક બનાવવાની વાત કહી કંગના રનોટે

કંગના રણોત

કંગના રણોત


કંગના રનોટની ઇચ્છા છે કે બળાત્કારના પીડિતોના નામે સ્મારક બનાવવામાં આવે. શુક્રવારે વહેલી સવારે નિર્ભયાના ચાર આરોપીઓને તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. રેપ-વિક્ટિમ્સ વિશે કંગનાએ કહ્યું હતું કે ‘મારું માનવું એમ છે કે જે પણ‌ છોકરીઓ બળાત્કાર પીડિત હોય તેના નામે મેમોરિયલ્સ બનવું જોઈએ, કારણ કે આપણે લોકોની વિચારધારા અને માનસિકતા બદલવાની છે. જે લોકો બળાત્કાર અને ઍસિડ-અટૅક જેવા અપરાધ કરવાનું વિચારતા હોય તેઓ એ વાતને જરૂર સમજી લે કે સમાજ તેમને કદી સ્વીકારશે નહીં.’
એટલું જ નહીં, તેણે આપણી ન્યાયપ્રણાલી પર પણ પ્રહાર કર્યા હતા. તેનું કહેવું છે કે નિર્ભયાની મમ્મી આશાદેવી સાથે મારું ક્લોઝ કનેક્શન છે, કેમ કે તેની મમ્મીનું નામ પણ આશાદેવી છે. એ વિશે વધુ જણાવતાં કંગનાએ કહ્યું હતું કે ‘આપણી ન્યાયપ્રણાલી ખૂબ જ જૂની અને ન્યાયપૂર્ણ નથી. ભયંકર બળાત્કાર કાંડ પર ૭ વર્ષે ન્યાય આવ્યો. એ હિચકારી હત્યાએ પૂરા દેશને હચમચાવી નાખ્યો હતો. આવા અપરાધોનો જલદીથી નિવેડો લાવવો જોઈએ. અપ્રત્યક્ષ રીતે આપણે નિર્ભયાની માતા અને તેના પરિવારને ૭ વર્ષ સુધી ખૂબ માનસિક ત્રાસ આપ્યો છે.’

પંગા મારા દિલની ખૂબ નજીક છે : કંગના રનોટ



કંગના રનોટની ‘પંગા’ તેના દિલની ખૂબ નજીક છે. ડિરેક્ટર અશ્વિની તિવારીની આ ફિલ્મ આ વર્ષે ૨૪ જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં કંગનાએ કબડ્ડી પ્લેયરની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં નીના ગુપ્તા, રિચા ચઢ્ઢા અને જસ્સી ગિલ પણ મહત્ત્વના રોલમાં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ વિશે કંગનાએ કહ્યું હતું, ‘જીવનમાં પૅશન અને જવાબદારી વચ્ચેની ટગ ઑફ વૉર ખૂબ જ સરસ રીતે ફિલ્મ ‘પંગા’ લઈ આવી હતી. ફિલ્મમાં અનેક જવાબો હતા, ઉદાહરણ તરીકે મહિલા‌ઓને પોતાની ફૅમિલીને પર્ફેક્ટ બનાવવા માટે પોતાનાં સપનાંઓનો ત્યાગ આપવો પડે છે. સાથે જ જે લોકો એમ કહે છે કે અમે કંઈ ન કરી શકીએ? તેમને પણ એક જવાબ આપ્યો હતો. આ ફિલ્મ મારા દિલની ખૂબ નજીક છે અને સાથે દેશની ઘણી મહિલાઓ સાથે પણ એ રિલેટ કરે છે. હાલના સમયમાં થિયેટરમાં જઈ ન શકાય એવા સમયમાં લોકો આ ફિલ્મને ડિજિટલ પ્લૅટફૉર્મ પર જોઈ શકશે.’


આ ફિલ્મને લઈને નીના ગુપ્તાએ પણ કહ્યું હતું કે ‘આ ફિલ્મ ખરા અર્થમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે. કંગના અને રિચા જેવા સ્ટ્રૉન્ગ કો-સ્ટાર્સની સાથે ડિરેક્ટર અશ્વિની ઐયર તિવારીએ અદ્ભુત સ્ટોરી સાથે આપ‌ણા દિલના તાર છેડ્યા હતા. તમે સ્ક્રીન પર લાગણીથી ભરેલા ઇમોશન્સને પાવરફુલ સ્ક્રીનપ્લે અને ગ્રેટ ડિરેક્શન સાથે ફિલ્મ જોઈ હતી. હવે પૂરા દેશના લોકો આ ફિલ્મ એન્જૉય કરી શકશે.’


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2020 02:50 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK