કમાલ આર ખાન : 'કબીર સિંહ' જો ઇદ પર રિલીઝ થઈ હોત તો શું થાત

Published: Jun 22, 2019, 18:20 IST

કમાલ આર ખાને ફિલ્મ વિશે કંઇક આવી કમેન્ટ કરી છે.

કબીર સિંહ VS ભારત
કબીર સિંહ VS ભારત

શાહિદ કપૂરની ફિલ્મ 'કબીર સિંહ'ને બૉક્સ ઑફિસ પર બંપર ઓપનિંગ મળી છે અને ફિલ્મ શાહિદ કપૂરના કરિઅરની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની છે. કમાલ આર ખાને ફિલ્મ વિશે કંઇક આવી કમેન્ટ કરી છે.

શાહિદ કપૂરની કબીર સિંહને બૉક્સ ઑફિસ પર જબરજસ્ત ઓપનિંગ મળી છે. એટલું જ નહીં ફિલ્મે શાહિદ કપૂરના કરિઅરની સૌથી મોટી ઓપનિંગ લીધી છે. શાહિદ કપૂરની કબીર સિંહ તેલુગૂ ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની ફિલ્મની ઑફિશિયલ રિમેક છે. 'અર્જુન રેડ્ડી'માં વિજય દેવરાકોંડાએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. શાહિદ કપૂરની ફિલ્મે પહેલા જ દિવસે 20.21 કરોડ રૂપિયાની કમાણી કરી છે, અને હવે આ ફિલ્મને લઇને બોલીવુડ અભિનેતા પ્રૉડ્યુસર કમાલ આર ખાને ટ્વીટ કર્યું છે અને તેની તુલના સલમાન ખાનની ફિલ્મ ભારત સાથે કરી છે.

બોલીવુડ અભિનેતા પ્રૉડ્યુસર કમાલ આર ખાને કબીર સિંહના બૉક્સ ઑફિસ કલેક્શન પર રિએક્શન આપતાં લખ્યું છે : "હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે જો કબીર સિંહ ઇદના દિવસે રિલીઝ થઈ હોત તો વિચારો ઓપનિંગ શું હોત અને ભારતનું શું થયું હોત?" આવી કોમેન્ટ કમાલ આર ખાને કરી છે અને તેનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

શાહિદ કપૂરની કબીર સિંહે બૉક્સ ઑફિસ પર પહેલા જ દિવસે ધમાલ મચાવી દીધી છે. શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ લગભગ 60 કરોડના બજેટમાં બની છે અને જેવી શરૂઆત ફિલ્મને મળી છે તેના પરથી આશા છે કે આ વીકએન્ડમાં પોતાના જાદુ ફેલાવી શકે છે. કબીર સિંહ સંદિપ રેડ્ડી વાંગાએ ડાયરેક્ટ કરી છે અને ફિલ્મમાં શાહિદ કપૂરની સાથે કિયારા અડવાણી જોવા મળે છે.

આ પણ વાંચો : તો આ કારણે સલામાન ખાન જીમમાં કરી રહ્યા છે આટલી મહેનત

ઉલ્લેખનીય છે કે શાહિદ કપૂરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે કબીર સિંહ બાદ તેની પાસે કરવા માટે કંઇ જ કામ નથી. એટલે કે કબીર સિંહ બાદ તેની પાસે એક પણ ફિલ્મ નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK