Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અજય દેવગનની નેટફ્લિકસ પર એન્ટ્રી ત્રિભંગામાં દેખાશે કાજોલ

અજય દેવગનની નેટફ્લિકસ પર એન્ટ્રી ત્રિભંગામાં દેખાશે કાજોલ

11 October, 2019 02:16 PM IST | મુંબઈ

અજય દેવગનની નેટફ્લિકસ પર એન્ટ્રી ત્રિભંગામાં દેખાશે કાજોલ

અજય દેવગન અને કાજોલ

અજય દેવગન અને કાજોલ


કાજોલ હવે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘ત્રિભંગા’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાની છે. આ ફિલ્મમાં ૮૦નાં દાયકાથી માંડીને વર્તમાન સમયની એક ફૅમિલીની ત્રણ પેઢીની સ્ટોરી દેખાડવામાં આવશે. તન્વી આઝમી, કુણાલ રૉય કપૂર અને મિથીલા પારકર પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મને રેણુકા શહાણે ડિરેક્ટ અને અજય દેવગન પ્રોડ્યુસ કરશે. આ વિશે અજય દેવગને કહ્યું હતું કે ‘અમે 'ત્રિભંગા’ માટે નેટફ્લિક્સ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ. એમાં ત્રણ અદ્ભુત મહિલાઓની સ્ટોરી દેખાડવામાં આવશે. આ ફિલ્મ દ્વારા અજય દેવગન ફિલ્મ્સ ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે. હું એ જાણવા માટે ખૂબ આતૂર છું કે દર્શકો એને કેવો પ્રતિસાદ આપશે.’

આ પણ વાંચો : મારી તાંડવને હાઉસ ઑફ કાર્ડ્‌‌સ જેવી બનાવી રહ્યા છીએ : સૈફ અલી ખાન



‘ત્રિભંગા’ ઓડિશાનાં ડાન્સનો એક પ્રકાર છે. આ ફિલ્મ વિશે રેણુકા શહાણેએ કહ્યું હતું કે ‘મારા માટે આ એક અવર્ણનીય તક છે. સાથે જ એક સારી બાબત એ પણ છે કે આ ફિલ્મ એક જ દિવસે પૂરા વિશ્વમાં જોવા મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2019 02:16 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK