Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > મારી તાંડવને હાઉસ ઑફ કાર્ડ્‌‌સ જેવી બનાવી રહ્યા છીએ : સૈફ અલી ખાન

મારી તાંડવને હાઉસ ઑફ કાર્ડ્‌‌સ જેવી બનાવી રહ્યા છીએ : સૈફ અલી ખાન

22 January, 2020 06:06 PM IST | મુંબઈ
સોનિલ દેઢિયા

મારી તાંડવને હાઉસ ઑફ કાર્ડ્‌‌સ જેવી બનાવી રહ્યા છીએ : સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન


સૈફ અલી ખાન વેબ-સિરીઝ ‘તાંડવ’માં એક યુવા નેતાની ભૂમિકામાં જોવા મળશે. આ વેબ-સિરીઝને ‘ભારત’નાં ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર ડિરેક્ટ કરશે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘સેક્રેડ ગેમ્સ’ અને ‘સેક્રેડ ગેમ્સ 2’માં પણ સૈફ જોવા મળ્યો હતો. વેબ-સિરીઝ ‘તાંડવ’ વિશે જણાવતાં સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘આ શો રાજકારણ પર આધારિત છે અને એને મોટા પાયે બનાવવામાં આવશે. આ વેબ-સિરીઝની હું અમેરીકન શો સાથે સરખામણી નહીં કરું, પરંતુ હા એટલુ જરૂર કહીશ કે એ ‘હાઉઝ ઑફ કાર્ડસ’ જેવો છે. અમારા શોની સ્ટોરી ભારતનાં રાજકારણની આસપાસ દેખાડવામાં આવશે. એમાં અનેક પાસાઓ જેવા કે દલિત રાજનીતી, ઉત્તર પ્રદેશના પોલીસ એ બધી સ્ટોરીને આ શોમાં આવરી લેવામાં આવશે.’

આ પણ વાંચો : Viral Video: 'ઇન્ડિયન આઇડલ'ના ઑડિશનમાં વ્યક્તિની વિગ પડી ગઇ, પછી...



પોતાનાં કૅરૅક્ટર વિશે વિસ્તારપૂર્વક જણાવતાં સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘મારુ પાત્ર ચાણક્ય જેવુ છે, જે એક યુવા નેતા છે અને તે એક ધનાઢ્ય ફૅમિલીનો છે. તેની ઇચ્છા વડા પ્રધાન બનવાની છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 06:06 PM IST | મુંબઈ | સોનિલ દેઢિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK