Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જીત પિલ્લાઈઃમૂળ મલયાલી એક્ટર 50 ગુજરાતી ફિલ્મોમાં કરી ચૂક્યા છે એક્ટિંગ

જીત પિલ્લાઈઃમૂળ મલયાલી એક્ટર 50 ગુજરાતી ફિલ્મોમાં કરી ચૂક્યા છે એક્ટિંગ

26 June, 2019 02:37 PM IST | મુંબઈ

જીત પિલ્લાઈઃમૂળ મલયાલી એક્ટર 50 ગુજરાતી ફિલ્મોમાં કરી ચૂક્યા છે એક્ટિંગ

ફિરોઝ ઈરાની સાથે જીત પિલ્લાઈ

ફિરોઝ ઈરાની સાથે જીત પિલ્લાઈ


ગુજરાતી ફિલ્મોનુ માર્કેટ વિસ્તરી રહ્યું છે. અર્બન ગુજરાતી ફિલ્મોનો દોર આવ્યા બાદ ગુજરાતી ફિલ્મોને દર્શકો પણ મળી રહ્યા છે. અને નવી નવી ફિલ્મોની સંખ્યા પણ વધી છે. ત્યારે ગુજરાતી એક્ટર્સને તો કામ મળી જ રહ્યું છે, પરંતુ અન્ય ભાષાના એક્ટર્સ પણ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. મરાઠી એક્ટર્સનો તો ગુજરાતી રંગભૂમિ સાથે બહુ જૂનો સંબંધ છે. અને ઘણા મરાઠી એક્ટર્સ ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત્ છે, પરંતુ આજે વાત એક એવા એક્ટરની કરીએ જે મૂળ મલયાલી છે, અને સંખ્યાબંધ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

'લોકો સમજે છે ઉપેન્દ્ર ત્રિવેદીનો પુત્ર'



આ સાઉથ ઈન્ડિયન એક્ટરનું નામ છે, જીત ઉપેન્દ્ર પિલ્લાઈ. જીતનું કહેવું છે કે હું ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરું છે, એમાંય મારા નામમાં ઉપેન્દ્ર છે, એટલે ક્યારેક લોકો મને ઉપેન્દ્ર ત્રિવેદીના પરિવારમાંથી ગણી લે છે. પરંતુ હું મૂળ મલયાલી છું. અને ફક્ત ગુજરાતી જ નહીં જુદી જુદી સાત ભાષાઓની ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યો છું. જી હાં, જીતની ખાસ વાત જ એ છે કે મૂળ સાઉથ ઈન્ડિયન હોવા છતાંય તે ગુજરાતી અને હિન્દી સહિત બંગાળી, ભોજપુરી, રાજસ્થાની અને તમિલ લેંગ્વેજમાં અત્યાર સુધીમા 150થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.


aatank

નસીરુદ્દીન શાહે આપી હતી સલાહ


પોતાની એક્ટિંગ કરિયર વિશે વાત કરતા જીત પિલ્લાઈનું કહેવું છે કે,'મેં શરૂઆત નારી હિરાની ફિલ્મોથી કરી હતી. મારી પહેલી ફિલ્મ શહાદત હતી, જેમાં ઓમપુરી, ટોમ ઓલ્ટર, આદિત્ય પંચોલી અને સુપ્રિયા પાઠક જેવા સ્ટાર્સ હતા. તેના પછી તો હું સંખ્યાબંધ બોલીવુડની ફિલ્મો કરી ચૂક્યો છું.' તો બીજી ભાષાની ફિલ્મોમાં કેવી રીતે આ સવાલના જવાબમાં જીત પિલ્લાઈનું કહેવું છે કે એક એક્ટર તરીકે મને લેંગ્વેજમાં બંધાવું પસંદ નથી. એટલે મને બીજી ભાષાની ઓફર મળી અને મેં ફિલ્મો કરી લીધી. ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી કેવી રીતે મળી આ સવાલના જવાબમાં જીત નસીરુદ્દીન શાહનો આભાર માને છે. જીત કહે છે કે અધર લેંગ્વેજમાં મેં રાજસ્થાની ફિલ્મ કરી હતી, એના ડિરેક્ટર સુભાષ શાહ ગુજરાતી હતા. આ ફિલ્મ ઓફર થઈ ત્યારે હું એક ફિલ્મમાં નસીર સાબ સાથે કામ કરતો હતો, તેમની સાથે વાત કરી તો નસીરસાબે કહ્યું કે એક્ટરની લેંગ્વેજ નથી હોતી. જીત બીએનો અભ્યાસ કરતા હતા ત્યારથી એક્ટિંગ કરે છે.

ટોચના ગુજરાતી સ્ટાર્સ સાથે કર્યું કામ

રસપ્રદ વાત એ છે કે જીત 50થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. જીત પિલ્લાઈ ગુજરાતી ફિલ્મોના ટોચના સ્ટાર્સ ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા, હિતેનકુમાર સહિતના સ્ટાર્સ સાથે જુદી જુદી ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યા છે. ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાના અનુભવ વિશે જીત કહે છે કે મને સૌથી વધુ કામ કરવાની મજા હિતેનકુમાર સાથે મજા આવી. તે ખૂબ ડીપ ડાઉન એક્ટર છે. સાથી એક્ટર્સને રિસ્પેક્ટ આપે છે. અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ તે બિહાઈન્ડ ધી કેમેરા પણ ખૂબ સારા માણસ છે.

આ પણ વાંચોઃ નહીં જોયો હોય 'સેજલ' ઉર્ફે જીનિતા રાવલનો આ અંદાજ, કરાવ્યું છે નવું ફોટોશૂટ

ફિરોઝ ઈરાની સાથે બોલીવુડ ફિલ્મ

મલયાલી હોવા છતાંય ગુજરાતી ફિલ્મોના ડાઈલોગ્સ બોલવા માટે જીત ખાસ મહેનત કરે છે. જીતનું કહેવું છે કે તે પહેલા ડાઈલોગ્સ સમજે છે, તેની ફિલીંગ સમજે છે, અને પછી લાઈન્સ યાદ કરી લે છે. ગુજરાતી ફિલ્મો કર્યા બાદ હવે જીતને ગુજરાત જ બીજુ ઘર લાગે છે. જીતનું કહેવું છે કે મને ગુજરાતી ફૂડ ખૂબ જ પસંદ છે, અહીંના લોકો ફ્રેન્ડલી છે. એટલે મને ગુજરાતીમાં કામ કરવાની વધુ મજા આવે છે. જીતને હવે મરાઠી અને પંજાબી લેંગ્વેજની ફિલ્મોમાં પણ કામ કરવું છે. હાલ જીત પિલ્લાઈ ઉલ્ટે નામની બોલીવુડ ફિલ્મ કરી રહ્યા છે. જેમાં તે લીડ રોલમાં છે અને તેમની સાથે જાણીતા ગુજરાતી વિલન ફિરોઝ ઈરાની પણ છે

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2019 02:37 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK