Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જુઓ જીમીત ત્રિવેદીનો 'રેટ્રો' અંદાજ, આ ફિલ્મ માટે છે નવો લૂક

જુઓ જીમીત ત્રિવેદીનો 'રેટ્રો' અંદાજ, આ ફિલ્મ માટે છે નવો લૂક

08 May, 2019 01:34 PM IST | અમદાવાદ
ભાવિન રાવલ

જુઓ જીમીત ત્રિવેદીનો 'રેટ્રો' અંદાજ, આ ફિલ્મ માટે છે નવો લૂક

જીમિત ત્રિવેદી અને જીતેન્દ્ર ઠક્કર (Image Courtesy : Jitendra Thakkar Facebook)

જીમિત ત્રિવેદી અને જીતેન્દ્ર ઠક્કર (Image Courtesy : Jitendra Thakkar Facebook)


એક્ટર જીમિત ત્રિવેદી હવે એક નવા જ લૂકમાં દેખાયા છે. પોલમપોલમાં એક નોર્મલ યંગસ્ટરનો રોલ કર્યા બાદ ગુજ્જુભાઈ સિરીઝમાં જીમિત ત્રિવેદી એક જુદા જ અંદાજમાં દેખાયા હતા. ગુજ્જુભાઈ સિરીઝમાં જીમિત ત્રિવેદી કૂલ યુવાનના રોલમાં દેખાયા હતા. અને હવે જે ફોટોઝ સામે આવ્યા છે, તેમાં જીમિત ત્રિવેદી રેટ્રો લૂકમાં દેખાઈ રહ્યા છે.

jimit trivedi



આ ફોટોઝ પરથી લાગી રહ્યું છે કે જીમિત ત્રિવેદીની અપકમિંગ ફિલ્મ રેટ્રો સમયની હશે. કારણ જીમિત આ લૂકમાં મૂછો સાથે 70ના દાયકાની ફેશન ધરાવતા કપડામાં જોવા મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ જીમીત ત્રિવેદીનો આ લૂક અપકમિંગ ફિલ્મ 'ચીલ ઝડપ માટે છે.'


jimit trivedi

ફિલ્મ 'ચીલ ઝડપ'નું શૂટિંગ પૂરુ થઈ ચુક્યુ છે. જીમિત ત્રિવેદીએ જ ફેસબુક પર રેપ અપનો ફોટો પોસ્ટ કરીને શૂટિંગ પુરુ થયાની માહિતી આપી હતી. જીમિત ત્રિવેદીની સાથે આ ફિલ્મમાં જાણીતા અભિનેતા રાગી જાની અન હરિક્રિષ્ન દવે, જીતેન્દ્ર ઠક્કર પણ છે. તો આ ફિલ્મમાં સાવધાન ઈન્ડિયા ફેમ સુશાંતસિંહ પણ દેખાશે. સૂત્ર દ્વારા મળતી માહિતી પ્રમાણે ફિલ્મ જાણીતા ગુજરાતી નાટક પરથી બની રહી છે.


 

આ પણ વાંચોઃ આ કચ્છી વ્યક્તિની ફિલ્મો બોક્સ ઓફિસ પર મચાવે છે ધમાલ

ધર્મેશ મહેતા ડિરેક્ટેડ ફિલ્મ 'ચીલ ઝડપ' ક્યારે રિલીઝ થશે તે હજી સામે નથી આવ્યું. ઉલ્લેખનીય છે કે ગુજ્જુ ભાઈ સિરીઝ અને પોલમપોલ પછી જીમિતની આ ચોથી ગુજરાતી ફિલ્મ છે. આ સાથે જ જીમિત ભૂલભૂલૈયા, 102 નોટ આઉટ અને મર્દ કો દર્દ નહીં હોતા જેવી બોલીવુડ ફિલ્મો પણ કરી ચૂક્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2019 01:34 PM IST | અમદાવાદ | ભાવિન રાવલ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK