માતા શ્રીદેવીના જન્મદિવસે જાન્હવી કપૂરે અહીં કર્યા દર્શન, જુઓ વીડિયો

Published: Aug 13, 2019, 19:24 IST | મુંબઈ ડેસ્ક

શ્રીદેવીના જન્મ દિવસે જાન્હવી કપૂરે તિરુપતિ બાલાજીના દર્શન કર્યા અને તેનો એક વીડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

જાન્હવી કપૂર (તસવીર સૌજન્ય જાન્હવી કપૂર ઇન્સ્ટાગ્રામ)
જાન્હવી કપૂર (તસવીર સૌજન્ય જાન્હવી કપૂર ઇન્સ્ટાગ્રામ)

બોલીવુડ અભિનેત્રી જાન્હવી કપૂરનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ શેર થઈ રહ્યો છે, જેમાં જાન્હવી કપૂર તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન કરતી જોવા મળે છે. માનવામાં આવી રહ્યું છે કે આ વીડિયો મંગળવારે એટલે કે તેની માતા શ્રીદેવી જન્મદિનના દિવસનો છે. વીડિયોમાં દેખાય છે કે જાન્હવી તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન કરી બહાર નીકળે છે અને જમીન પર બેસીને પ્રણામ કરતી જોવા મળે છે. જાન્હવી કપૂરનો આ વીડિયો તેના ફેન પેજ પર પણ શેર કરવામાં આવ્યો છે.

 
 
 
View this post on Instagram

💚

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) onAug 12, 2019 at 9:33pm PDT

આ વીડિયોમાં જાન્હવી કપૂર પારંપારિક દક્ષિણ ભારતીય ડ્રેસમાં જોવા મળે છે અને લોકો જાન્હવીના લૂકના પણ ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. દરમિયાન જાન્હવીએ ગ્રીન કલરનો દુપટ્ટો અને લહેંગો પહેર્યો છે. તો જાન્હવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જે તે જ સમયની છે, કારણકે જાન્હવીએ તે જ કપડાં પહેર્યા છે જે વીડિયોમાં મંદિરમાં દર્શન વખતે પહેર્યા હતા.

 
 
 
View this post on Instagram

Janhvi offers prayers at Tirupati Balaji temple in honor of Sridevi ji’s birthday. The most beautiful soul. @janhvikapoor 💚

A post shared by Janhvi Kapoor FC (@alwaysjanhvi) onAug 12, 2019 at 11:20pm PDT

આ તસવીર પર અભિનેત્રી કેટરિના કૈફે પણ કમેન્ટ કરી છે અને તેના વખાણ કર્યા છે. તસવીર પરથી ખબર પડે છે આ તસવીર કોઇ શહેરની નહીં પણ પહાડો પાસેની છે, સાથે જ લોકો તેના લૂકના પણ ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

Happy birthday Mumma, I love you

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) onAug 12, 2019 at 7:14pm PDT

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

આ પહેલા જાન્હવીએ પોતાની માતા શ્રીદેવીના જન્મદિવસે એક તસવીર શેર કરી હતી અને ઇમોશનલ કેપ્શન સાથે વિશ કર્યું હતું. જાન્હવી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની માતાની એક સુંદર તસવીર શેર કરી. આ સાથે જ તે લખે છે કે હેપ્પી બર્થડે મમ્મા, આઇ લવ યૂ. જણાવીએ કે, 24 ફેબ્રુઆરીના શ્રીદેવીનું મૃત્યુ થયું અને જેના પછી સંપૂર્ણ બોલીવુડ શોકની લહેરમાં ડૂબ્યું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK