Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

Aug 13, 2019, 10:07 IST
  • સંજય ભાનુશાલી આ ડિઝાઇન અને શોપ વિશે વાત કરતાં જણાવે છે કે સૌ પ્રથમ ભાનુ એટલે સુર્ય અને અમે પોતે સુર્યવંશી હોવાથી ભાનુ આ નામની પસંદગી કરી છે. 

    સંજય ભાનુશાલી આ ડિઝાઇન અને શોપ વિશે વાત કરતાં જણાવે છે કે સૌ પ્રથમ ભાનુ એટલે સુર્ય અને અમે પોતે સુર્યવંશી હોવાથી ભાનુ આ નામની પસંદગી કરી છે. 

    1/16
  • જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે લગભગ સામાન્ય રીતે ભાનુશાલીઓ તે સમયમાં અનાજના વેપારમાં જ જોડાતાં હતાં તો તેમને કાપડની પ્રેરણા ક્યાંથી મળી. તે વિશે વાત કરતાં સંજય ભાનુશાલી જણાવે છે કે તેમણે એક ભાઇને ભલાઇ ખાતર અમુક રકમ આપી હતી. તે ભાઈ પૈસા પાછાં આપી શક્યાં નહીં અને તેમણે પૈસાને બદલે તેમનું સામાન એટલે કે કાપડ આ ભાનુશાલી ભાઇઓને આપ્યું અને કહ્યું કે હું તમને તમારા પૈસા ચૂકવી શકું તેમ નથી તેથી તમે આ સામાન લઇને પૈસા ઊભા કરી શકો છો....

    જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે લગભગ સામાન્ય રીતે ભાનુશાલીઓ તે સમયમાં અનાજના વેપારમાં જ જોડાતાં હતાં તો તેમને કાપડની પ્રેરણા ક્યાંથી મળી. તે વિશે વાત કરતાં સંજય ભાનુશાલી જણાવે છે કે તેમણે એક ભાઇને ભલાઇ ખાતર અમુક રકમ આપી હતી. તે ભાઈ પૈસા પાછાં આપી શક્યાં નહીં અને તેમણે પૈસાને બદલે તેમનું સામાન એટલે કે કાપડ આ ભાનુશાલી ભાઇઓને આપ્યું અને કહ્યું કે હું તમને તમારા પૈસા ચૂકવી શકું તેમ નથી તેથી તમે આ સામાન લઇને પૈસા ઊભા કરી શકો છો....

    2/16
  • આમ પૈસાને બદલે કાપડ મળવાથી મુંઝવણ તો ઊભી થઈ છતાં તે પોતે જ કહે છે કે મુંઝવણમાંથી માર્ગ કાઢવો તે કચ્છી માડુનું કામ.

    આમ પૈસાને બદલે કાપડ મળવાથી મુંઝવણ તો ઊભી થઈ છતાં તે પોતે જ કહે છે કે મુંઝવણમાંથી માર્ગ કાઢવો તે કચ્છી માડુનું કામ.

    3/16
  • આમ તેમણે આ મુશ્કેલીથી શરૂઆત કરી કાપડનું કામ કરવાની. તેમણે તેમની મુદ્દલ કરતાં વધુ પૈસા મેળવ્યા. 

    આમ તેમણે આ મુશ્કેલીથી શરૂઆત કરી કાપડનું કામ કરવાની. તેમણે તેમની મુદ્દલ કરતાં વધુ પૈસા મેળવ્યા. 

    4/16
  • તેમને પોતાને ખ્યાલ આવ્યો કે તેઓ કાપડનું કામ ખાસ તો મેન્સવેરમાં સારું કામ કરી શકે છે. 

    તેમને પોતાને ખ્યાલ આવ્યો કે તેઓ કાપડનું કામ ખાસ તો મેન્સવેરમાં સારું કામ કરી શકે છે. 

    5/16
  • જે વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતાં. તેની પાસેથી પણ તેમને ટેલર, માસ્ટર, કાપડનું જ્ઞાન મળ્યું અને ધીમે ધીમે તેમણે આ જ વ્યવસાયને આગળ વિકસાવ્યું. પણ કહેવાય છે ને કે કસોટી તો ભગવાનને પણ આવી હતી, તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ. 

    જે વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતાં. તેની પાસેથી પણ તેમને ટેલર, માસ્ટર, કાપડનું જ્ઞાન મળ્યું અને ધીમે ધીમે તેમણે આ જ વ્યવસાયને આગળ વિકસાવ્યું. પણ કહેવાય છે ને કે કસોટી તો ભગવાનને પણ આવી હતી, તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ. 

    6/16
  • હજી વર્ષ 2001માં શરૂઆત કરી અને વર્ષ 2002માં લગભગ 2થી 2.5 લાખના સામાનની ચોરી થઈ ગઈ. શરૂઆતમાં જ આ નુકસાન તેમને ઘણું ભારે પડ્યું છતાં તેમણે હિંમત હારી નહીં અને પોતાનું કામ ચાલું જ રાખ્યું. હા મહેનતમાં વધારો જરૂર કર્યો. 

    હજી વર્ષ 2001માં શરૂઆત કરી અને વર્ષ 2002માં લગભગ 2થી 2.5 લાખના સામાનની ચોરી થઈ ગઈ. શરૂઆતમાં જ આ નુકસાન તેમને ઘણું ભારે પડ્યું છતાં તેમણે હિંમત હારી નહીં અને પોતાનું કામ ચાલું જ રાખ્યું. હા મહેનતમાં વધારો જરૂર કર્યો. 

    7/16
  • આમ આ ડિઝાઇનિંગનું કામ સારી રીતે ચાલતું થયું પણ પોતે આ બધું વિકસતું ખાલી જોયા કરે તેમાંના વ્યક્તિ તે ન હોવાથી બન્ને ભાઇઓએ પોતે કટિંગ કરવાનું શરૂ કર્યું. લગભગ વર્ષ 2004માં બન્ને ભાઇઓએ કટિંગ શરૂ કરી અને તેમની સાથે બીજા 12 કારીગરો સીવવાનું કામ કરતાં. આમ આ બન્ને ભાઇઓ કાપડ કટિંગ કરીને 12 કારીગરોને સીવવા માટેનું કામ પહોંચાડી આપતાં.

    આમ આ ડિઝાઇનિંગનું કામ સારી રીતે ચાલતું થયું પણ પોતે આ બધું વિકસતું ખાલી જોયા કરે તેમાંના વ્યક્તિ તે ન હોવાથી બન્ને ભાઇઓએ પોતે કટિંગ કરવાનું શરૂ કર્યું. લગભગ વર્ષ 2004માં બન્ને ભાઇઓએ કટિંગ શરૂ કરી અને તેમની સાથે બીજા 12 કારીગરો સીવવાનું કામ કરતાં. આમ આ બન્ને ભાઇઓ કાપડ કટિંગ કરીને 12 કારીગરોને સીવવા માટેનું કામ પહોંચાડી આપતાં.

    8/16
  • કામ સારું ચાલતું હોવાથી તેમણે વર્ષ 2006-07માં ભાનુ ડિઝાઇન્સની જ બીજી બ્રાન્ચ સાકીનાકામાં ખોલવાનું નક્કી કર્યું અને શરૂ કરી પણ ખરી. આમ વિકાસના કાર્યમાં આગળ વધતાં ભાનુ ડિઝાઇન્સનું નામ થવાની શરૂઆત થઈ ત્યાં જ સાકીનાકા પાસેથી જે પાઇપલાઇન પસાર થતી હતી તેના તૂટવાની અફવાઓને કારણે ઘણાં લોકો તે સ્થળ છોડીને ચાલ્યા ગયા. 

    કામ સારું ચાલતું હોવાથી તેમણે વર્ષ 2006-07માં ભાનુ ડિઝાઇન્સની જ બીજી બ્રાન્ચ સાકીનાકામાં ખોલવાનું નક્કી કર્યું અને શરૂ કરી પણ ખરી. આમ વિકાસના કાર્યમાં આગળ વધતાં ભાનુ ડિઝાઇન્સનું નામ થવાની શરૂઆત થઈ ત્યાં જ સાકીનાકા પાસેથી જે પાઇપલાઇન પસાર થતી હતી તેના તૂટવાની અફવાઓને કારણે ઘણાં લોકો તે સ્થળ છોડીને ચાલ્યા ગયા. 

    9/16
  • જો કે 9 જૂન 2015માં પાણીની પાઇપલાઇન તૂટી પણ ખરી અને કહેવાય છે ને કે સત્યને પરીક્ષા તો હોય જ છે. ફરી તેમને નવ લાખ જેટલું નુકસાન થયું. તે નુકસાન દરમિયાન લગભગ રેમન્ડ જેવી મોટી મોટી બ્રાન્ડના કાપડનું પણ તેમને ઘણું નુકસાન થયું. છતાં તેમણે હિંમત હારી નહીં. 

    જો કે 9 જૂન 2015માં પાણીની પાઇપલાઇન તૂટી પણ ખરી અને કહેવાય છે ને કે સત્યને પરીક્ષા તો હોય જ છે. ફરી તેમને નવ લાખ જેટલું નુકસાન થયું. તે નુકસાન દરમિયાન લગભગ રેમન્ડ જેવી મોટી મોટી બ્રાન્ડના કાપડનું પણ તેમને ઘણું નુકસાન થયું. છતાં તેમણે હિંમત હારી નહીં. 

    10/16
  • વર્ષ 2017માં પાઇપલાઇનની બાજુમાં જે જગ્યા હતી તેનું તોડકામ શરૂ થઈ ગયું તેથી તેમણે 28 ડિસેમ્બર 2017માં ઘાટકોપર વેસ્ટ માણેકલાલમાં શોપ શિફ્ટ કરી અને હાલ તે ત્યાંથી જ પોતાનું કામ આગળ વધારી રહ્યા છે. 

    વર્ષ 2017માં પાઇપલાઇનની બાજુમાં જે જગ્યા હતી તેનું તોડકામ શરૂ થઈ ગયું તેથી તેમણે 28 ડિસેમ્બર 2017માં ઘાટકોપર વેસ્ટ માણેકલાલમાં શોપ શિફ્ટ કરી અને હાલ તે ત્યાંથી જ પોતાનું કામ આગળ વધારી રહ્યા છે. 

    11/16
  • આ તો થઈ તેમની જર્ની. પણ આ દરમિયાન તેમણે ઘણાં ફેશન શોમાં પોતાની ડિઝાઇન્સ મોકલી છે. 

    આ તો થઈ તેમની જર્ની. પણ આ દરમિયાન તેમણે ઘણાં ફેશન શોમાં પોતાની ડિઝાઇન્સ મોકલી છે. 

    12/16
  • ભાનુ ડિઝાઇન્સ સાથે 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'માં ડૉ. હંસરાજ હાથીનું પાત્ર ભજવતાં કવિ કુમાર આઝાદ પણ તેમની પાસેથી પોતાના કપડાં ડિઝાઇન કરાવી ચૂક્યા છે.

    ભાનુ ડિઝાઇન્સ સાથે 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'માં ડૉ. હંસરાજ હાથીનું પાત્ર ભજવતાં કવિ કુમાર આઝાદ પણ તેમની પાસેથી પોતાના કપડાં ડિઝાઇન કરાવી ચૂક્યા છે.

    13/16
  • કુમકુમ ભાગ્ય, કહી તો હોગા ફેમ શબીર આહલુવાલ્યા પણ ભાનુ ડિઝાઇન્સના ડિઝાઇનર વેઅર પહેરી ચૂક્યા છે. તસવીરમાં હિતેશભાઇ સાથે શબીર આહલુવાલ્યા.

    કુમકુમ ભાગ્ય, કહી તો હોગા ફેમ શબીર આહલુવાલ્યા પણ ભાનુ ડિઝાઇન્સના ડિઝાઇનર વેઅર પહેરી ચૂક્યા છે. તસવીરમાં હિતેશભાઇ સાથે શબીર આહલુવાલ્યા.

    14/16
  • ભાનુ ડિઝાઇન્સ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રિન્ટવાળી મોદી જેકેટ પણ બનાવવામાં આવી છે જે તમે તસવીરમાં જોઈ શકો છો.

    ભાનુ ડિઝાઇન્સ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રિન્ટવાળી મોદી જેકેટ પણ બનાવવામાં આવી છે જે તમે તસવીરમાં જોઈ શકો છો.

    15/16
  • કુમકુમ ભાગ્યમાં જોવા મળતી પ્રજ્ઞા ઉર્ફે શ્રીતી ઝાં સાથે હિતેશભાઈ ભાનુશાલી. 

    કુમકુમ ભાગ્યમાં જોવા મળતી પ્રજ્ઞા ઉર્ફે શ્રીતી ઝાં સાથે હિતેશભાઈ ભાનુશાલી. 

    16/16
  • loading...

ફોટોઝ વિશે

જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે ભાનુશાલી એમ કહેતાં સંજય ભાનુશાલી પોતાનો ભાનુશાલી સમાજ તેમજ જ્ઞાતિ પ્રત્યેનો આદર વ્યક્ત કરે છે. સંજય ભાનુશાલી અને તેમના ભાઇ હિતેશ ભાનુશાલીએ તેમના પિતા સાથે 2001માં સૌથી પહેલા કાપડનું કામ શરૂ કર્યું જેમાંથી આજે તે એક એવા મુકામે પહોંચ્યા છે તે ખરેખર બિરદાવવા યોગ્ય છે. તેમ છતાં તે પોતાના ખાસ મિત્ર જેવા વિસરામભાઈ ભાનુશાલીનો પણ પોતાના જીવનમાં ખૂબ જ મોટો સહયોગ રહ્યો છે તેમાટે સંજયભાઈ વિસરામભાઈને પોતાના ગુરુ દ્રોણ માને છે અને તેમનો આભાર વ્યક્ત કરે છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK