Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બ્રેક અપના છ વર્ષ બાદ ફરી નજીક આવ્યા જેક્લિન અને સાજિદ ખાન

બ્રેક અપના છ વર્ષ બાદ ફરી નજીક આવ્યા જેક્લિન અને સાજિદ ખાન

20 August, 2019 02:21 PM IST | મુંબઈ

બ્રેક અપના છ વર્ષ બાદ ફરી નજીક આવ્યા જેક્લિન અને સાજિદ ખાન

બ્રેક અપના છ વર્ષ બાદ ફરી નજીક આવ્યા જેક્લિન અને સાજિદ ખાન


કોણ કહે છે કે બ્રેક અપ બાદ લોકો મિત્ર નથી રહી શક્તા. ફિલ્મ ડિરેક્ટર સાજિદ ખાન અને બોલીવુડ એક્ટ્રેસ જેક્લિન ફર્નાન્ડિઝ આ વાતને ખોટી સાબિત કરી રહ્યા છે. 'હાઉસફુલ 2'ના શૂટિંગ દરમિયાન સાજિદ ખાન અને જેક્લિન એકબીજાની નજીક આવ્યા હતા. વર્ષ 2012માં બંને એકબીજાને ડેટ કરતા હતા. જો કે આ સંબંધ લાંબો ન ચાલ્યો અને 2013માં બંને છૂટા પડી ગયા.

બ્રેક અપ બાદ બંને ન તો ક્યારેય સાથે દેખાયા, ન તો ક્યારેય બંનેમાંથી એક પણ વ્યક્તિએ નિવેદન આપ્યું. આ છ વર્ષમાં બંનેની એકબીજા સાથે મુલાકાત પણ ન થઈ. પરંતુ હવે સમાચાર આવ્યા છે કે બંને વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ છે. એટલું જ નહીં સાજિદ ખાન તાજેતરમાં જ જેક્લિનને મળવા શૂટિંગ દરમિયાન પહોંચ્યા હતા.



આ પણ વાંચોઃ Esha Kansara:જુઓ બર્થ ડે ગર્લના મનમોહક અંદાજ


હકીકતમાં તો બ્રેકઅપ બાદ પણ જેક્લીન ફરાહ ખાન અને પતિ શિરીષની સારી ફ્રેન્ડ છે. બંને હાલ 'મિસિઝ સિરીયલ કિલર' નામની વેબસિરીઝમાં સાથે કામ કરી રહ્યા છે. મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે સાજિદ અને જેક્લિન વચ્ચે ફરી ચેટિંગ શરૂ થયું છે. એટલું જ નહીં સાજિદ ખાન જેક્લિનની વેબસિરીઝના સેટ પર પણ ગયા હતા. બાદમાં તેમણે જેક્લિનને ઘરે ડ્રોપ પણ કર્યા હતા. આ સમાચાર પરથી અંદાજ લગાવાઈ રહ્યો છે કે બ્રેક અપના 6 વર્ષ બાદ જૂની વાતો ભૂલાવીને મિત્ર બની રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2019 02:21 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK