Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > યુવાનો અમારા માટે સારાં પાત્રો લખે એવી આશા રાખું છું : ફરીદા જલાલ

યુવાનો અમારા માટે સારાં પાત્રો લખે એવી આશા રાખું છું : ફરીદા જલાલ

03 February, 2019 10:03 AM IST |

યુવાનો અમારા માટે સારાં પાત્રો લખે એવી આશા રાખું છું : ફરીદા જલાલ

ફરીદા જલાલ

ફરીદા જલાલ


ફરીદા જલાલ હવે વેબ-શો ‘પરછાઈ : ઘોસ્ટ સ્ટોરીઝ બાય રસ્કિન બૉન્ડ’માં કામ કરી રહ્યાં છે. ફરીદા જલાલ ૬૯ વર્ષનાં છે અને તેઓ હજી પણ ફિલ્મોમાં કામ કરવા માગે છે. આ વિશે વધુ જણાવતાં ફરીદા જલાલે કહ્યું હતું કે ‘મારી ઉંમરના ઍક્ટર્સ માટે લોકો હવે પાત્રો નથી લખી રહ્યા. આ વચ્ચે-વચ્ચે એકાદ પાત્ર આવી જાય છે. અમારી ઉંમરની વ્યક્તિને ફક્ત મમ્મીનાં પાત્રો જ ઑફર કરવામાં આવે છે. જો પાત્રને સારી રીતે લખવામાં જ ન આવ્યું હોય તો એક ઍક્ટર તરીકે હું પાત્રમાં કેવી રીતે નવીનતા લાવી શકું? આજે મહિલાઓ માટે ફિલ્મોમાં પહેલાં કરતાં સારાં પાત્રો લખવામાં આવી રહ્યાં છે, પરંતુ અમારા જેવા ઍક્ટર માટે એક દૃશ્યનો પણ બદલાવ જોવા નથી મળ્યો. હું ઇચ્છું છું કે યુવાન ઍક્ટર્સ આજે અમારા જેવા ઍક્ટર્સ માટે સારાં પાત્રો લખે.’

આ પણ વાંચો : એન્ટરટેઇનમેન્ટ બિઝનેસમાં ફીનું સ્ટ્રક્ચર બદલવાની જરૂર: ઝોયા અખ્તર



કેવું પાત્ર ભજવવું છે ફરીદા જલાલને?


ફરીદા જલાલને હવે એકદમ અલગ પાત્ર ભજવવું છે. તેઓ હાલમાં વેબ સિરીઝ ‘પરછાઈ : ઘોસ્ટ સ્ટોરીઝ બાય રસ્કિન બૉન્ડ’માં કામ કરી રહ્યાં છે. તેમણે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ અને ‘કુછ કુછ હોતા હૈ’માં મમ્મીની ભૂમિકા ભજવી હતી. અલગ પાત્ર ભજવવા વિશે ફરીદા જલાલે કહ્યું હતું કે ‘મારે એકદમ નેગેટિવ પાત્ર ભજવવું છે. એક ઍક્ટર તરીકે મારા માટે આ ચૅલેન્જિંગ રહેશે. હું જે પણ ફિલ્મમેકરને આ કહું છું ત્યારે તેઓ મને કહે છે કે મને દર્શકો નેગેટિવ પાત્રમાં પસંદ નહીં કરે, કારણ કે મારો ચહેરો સુંદર છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2019 10:03 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK