વાંચો અર્જુન કપૂરની ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ પર મલાઈકાએ શું કહ્યું ?

Published: May 02, 2019, 17:46 IST | મુંબઈ

અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ શૅર કરીને ટ્રેલર રિલીઝ કર્યું છે. એટલું જ નહીં ટ્રેલર લોન્ચ સમયે અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ પણ કર્યું હતું.

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા

અર્જુન કપૂરની ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ શૅર કરીને ટ્રેલર રિલીઝ કર્યું છે. એટલું જ નહીં ટ્રેલર લોન્ચ સમયે અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ પણ કર્યું હતું. અર્જુન કપૂરના આ લાઈવ પર તેની કથિત ગર્લ ફ્રેન્ડ મલાઈકા અરોરાએ રિએક્ટ કર્યું. મલાઈકાએ લાઈવમાં ત્રણ તાલીના ઈમોજી કમેન્ટ કર્યા છે.

જુઓ અર્જુન કપૂરની પોસ્ટ પર તેની કથિ ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સપોર્ટ કરતી દેખાઈ રહી છે.

જુઓ

INDIAS MOST WANTED

ફક્ત મલાઈકા અરોરા જ નહીં આશુતોષ ગોવારીકરની વાઈફ સુનિતા ગોવારી કરે પણ અર્જુન કપૂરની પોસ્ટ પર સુંદર મેસેજ પોસ્ટ કર્યો છે. સુનિતા ગોવારીકરે કમેન્ટમાં લખ્યું. She wrote: "FANTASTIC!!!!! Soooo looking forward to watching it soon!"

INDIAS MOST WANTED

એટલું જ નહીં આ ટ્રેલર રિલીઝ થતા પહેલા મલાઈકા અરોરાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મની રિલીઝ ડેટ પોસ્ટ કરી હતી. અને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટથી ફિલ્મનું પોસ્ટ પણ શૅર કર્યું હતું. ફક્ત મલાઈકા અરોરા જ નહીં અર્જુન કપૂર પણ તેની પોસ્ટ પર hmm કમેન્ટ કરતો હોય છે. લાગે છે કે બંને માટે આ hmm એક સિક્રેટ કોડ છે. જે સમયાંતરે બંને એક બીજાની વૉલ પર પોસ્ટ કરતા હોય છે.

અર્જુન કપૂરની ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડની વાત કરીએ તો આ ફિલ્મ એક સિક્રેટ મિશનની વાત છે જે 2012થી 2014 વચ્ચે યોજાયું હતું. ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓને પકડવા માટે આ મિશન હાથ ધરાયું હતું. ફિલ્મના મેકર્સે ફિલ્મ બનાવતા પહેલા ત્રણ વર્ષ સુધી રિસર્ચ હાથ ધર્યું હતું. આ ફિલ્મ 24 મેના રોજ રિલીઝ થવાની છે.

આ પણ વાંચોઃ જામનગરમાં ભણેલા આ યુવકના ઈશારે નાચે છે આખું બોલીવુડ, જાણો અજાણી વાતો

આ સિવાય અર્જુન કપૂર હાલ આશુતોષ ગોવારીકર પીરિયડ ડ્રામા ફિલ્મ પાનીપતમાં કામ કરી રહ્યા છે. જેમાં અર્જુન કપૂરની સાથે ક્રિતી સેનન અને સંજય દત્ત પણ છે. આ ઉપરાંત અર્જુન કપૂર પરીણિતા ચોપરા સાથે સંદીપ અને પિન્કી ફરાર નામની ફિલ્મમાં પણ દેખાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK