Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મફેર એવૉર્ડ્ઝ 2020: વિવાદો, વખાણ અને ધમાલ

ફિલ્મફેર એવૉર્ડ્ઝ 2020: વિવાદો, વખાણ અને ધમાલ

17 February, 2020 07:42 PM IST | Mumbai
Mumbai Desk

ફિલ્મફેર એવૉર્ડ્ઝ 2020: વિવાદો, વખાણ અને ધમાલ

ફિલ્મફેર એવૉર્ડ્ઝ 2020: વિવાદો, વખાણ અને ધમાલ


વિવાદોથી જ શરૂ કરીએ તો કંગના રાણૌતની બહેન રંગોલીએ ગલીબૉય ફિલ્મ માટે આલિયા ભટ્ટને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો તે માટે ફિલ્મફેરની ભારે ઝાટકણી કાઢી છે. ગલીબૉય તો બધી જ તેર નોમિનેશનની કેટેગરીમાં જીતી છે જે એક આગવો રેકોર્ડ છે.
રંગોલીએ તેના ટ્વીટમાં લખ્યું છે કે આલિયાને ગયા વર્ષે તેનાં સરેરાશ પ્રદર્શન માટે એવોર્ડ મળી રહ્યો છે, હજી એણે લાંબો રસ્તો કાપવાનો છે પણ જ્યારે તે સપોર્ટિંગ રોલમાં જ હતી ત્યારે તેને આ એવૉર્ડ કેવી રીતે મળી શકે છે.




 

આ પહેલાં કંકાસ ક્વીન કંગનાએ આલિયાનાં ગલીબૉયનાં પરફોર્મન્સને એવરેજ ગણાવ્યું હતું પણ જ્યારે કંગના પદ્મશ્રી જીતી ત્યારે આલિયાએ એને ફુલો મોકલ્યા હતા.


રંગોલીએ તો અનન્યા પાંડેને પણ નથી છોડી અને લખ્યું છે કે રાધિકા મદનને આ એવોર્ડ મળવો જોઇએ અને અનન્યા પાસે તો ફિલ્મી પેરન્ટ્સ પણ છે ત્યારે રાધિકાને પ્રોત્સાહન મળે એ જરૂરી છે, રંગોલીએ મણિકર્ણિકામાં કંગના અને અંકિતા લોખંડેના કામનો ઉલ્લેખ પણ કર્યો.

 Ankita as Jhalkari Bai was a supreme debut magar nepo ne prove kar diya, jab tak unki gandagi saaf nahin hogi tab tak industry mein real talent ko insaaf nahin milega ? https://t.co/maOxHlmMMC

— Rangoli Chandel (@Rangoli_A) February 16, 2020

 

 

વળી ગલીબૉયનાં વિકિપીડિયા પેજ સાથે આજે સાંજે છેડતી થઇ જ્યારે ગલી બૉય ફિલ્મ સામે પેઇડ એવૉર્ડ એવી ટિપ્પણી કરી નાખી જો કે પછીથી આ ટિપ્પણી દૂર કરાઇ હતી.

filmfare

ફિલ્મ કેસરીનાં ગીત 'તેરી મિટ્ટી'ને જ્યારે ફિલ્મફેર એવોર્ડ ના મળ્યો ત્યારે તેના ગાયક મનોજ મુંતાશિરે ભારે નિરાશા અને ગુસ્સો વ્યક્ત કર્યા હતા અને એવી ટિપ્પણી કરી હતી કે હવે તે મરશે ત્યાં સુધી કોઇ એવોર્ડ શોમાં નહીં જાય. ગલી બૉય ફિલ્મનાં અપના ટાઇમ આયેગા ગીતને એવોર્ડ મળ્યો છે અને રોષે ભરાયેલા મનોજ મુંતાશિરે પોતાના ઇન્સ્ટાપેજ પર લખ્યું હતું કે ડિયર એવોર્ડ્ઝ, હું આખી જિંદગી પણ મહેનત કરીશ તો 'તેરી મિટ્ટી' જેવું ગીત નહીં લખી શકું.

 

 
 
 
View this post on Instagram

Alvida Awards..!!!

A post shared by Manoj Muntashir (@manojmuntashir) onFeb 15, 2020 at 8:10am PST

 ફિલ્મફેર એવોર્ડમાં તેનાં માસ્ટર ઑફ સેરીમની, કટાક્ષ કરતી ટિપ્પણીઓ અને ધમાલ મસ્તી હંમેશા ચર્ચામાં રહે છે. અક્ષય કુમાર અને વિક્કી કૌશલે કરણ જૌહરને ટિંગટોળી કરી છે તે વીડિયો ભારે વાઇરલ થયો અને તેમાં પાછા કરણે એવું કહ્યું કે તેનું સપનું પુરું થઇ ગયું.

 

 

 

 

ગલી બૉય ફિલ્મે તો બે હાથે એવોર્ડ્ઝ ભેગા કર્યાં છે.
શ્રેષ્ઠતાને મામલે ફિલ્મ, દિગ્દર્શન, ક્રિટીક્સ ચોઇસ, એક્ટર, એક્ટ્રેસ, લિરીક્સ, સપોર્ટિંગ એક્ટર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ ,મ્યુઝિક આલ્બમનાં એવૉર્ડ્ઝ ગલીબૉયને મળ્યા છે તો બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસમાં અનન્યા પાંડે, ડેબ્યુ એક્ટરમાં અભિમન્ય દાસાણીને એવૉર્ડ અપાયા. ક્રિટીક્સે એક્ટર તરીરે આર્ટિકલ 15નાં આયુષ્યમાન ખુરાનાને પસંદ કર્યો, પ્લેબૅક સિંગર ફિમેઇલમાં વાર ફિલ્મની શિલ્પા રાવની પસંદગી થઇ, કબીર સીંઘનાં આલ્બમ માટે મિથૂન, અમાલ મલિક, વિશાલ મિશ્રા, આકાશ સચદેવને પણ બેસ્ટ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ મળ્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

17 February, 2020 07:42 PM IST | Mumbai | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK