Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > પહેલી વાર સોલો ઍન્કરિંગ કરતી જોવા મળશે દિવ્યાંકા ત્રિપાઠી દહિયા

પહેલી વાર સોલો ઍન્કરિંગ કરતી જોવા મળશે દિવ્યાંકા ત્રિપાઠી દહિયા

23 January, 2019 11:16 AM IST |

પહેલી વાર સોલો ઍન્કરિંગ કરતી જોવા મળશે દિવ્યાંકા ત્રિપાઠી દહિયા

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠી


સ્ટાર પ્લસ પર આવનાર આ શોની ત્રીજી સીઝનમાં એ. આર. રહમાન સુપરગુરુ તરીકે જોવા મળશે. દિવ્યાંકાએ આ અગાઉ અવૉર્ડ-શો હોસ્ટ કર્યો છે, પરંતુ આ પહેલી વાર છે જ્યારે તે એકલી આ શોની કમાન સંભાળવાની છે. આ વિશે જણાવતાં દિવ્યાંકાએ કહ્યું હતું કે ‘હું પહેલી વાર ઍન્કરિંગ નથી કરી રહી, આ અગાઉ મેં અનેક અવૉર્ડ-શો હોસ્ટ કર્યા હતા. જોકે એક રિયલિટી શો માટે ઍન્કરિંગ પહેલી વાર કરી રહી છું. આ શોમાં હું પહેલી વાર રિયલ લોકો સાથે સંપર્ક કરીશ. પોતાની કળાને સમર્પિત એવા ગ્લૅમર વલ્ર્ડથી દૂર હોય એવા સ્પર્ધકો સાથે હું વાતચીત કરીશ.

દિવ્યાંકાના કામની વાત કરીએ તો તે હાલમાં ‘યે હૈ મોહબ્બતેં’ અને વેબ-સિરીઝમાં વ્યસ્ત છે. જોકે ‘યે હૈ મોહબ્બતેં’ બહુ જલદી બંધ થઈ જશે એવી ચર્ચા છે. એકસાથે આટલી જગ્યાએ કેવી રીતે પહોંચી શકશે એ વિશે પૂછતાં દિવ્યાંકાએ કહ્યું હતું કે ‘આ માટે ભરપૂર ટાઇમ-મૅનેજમેન્ટની જરૂર છે, પરંતુ હું કોઈ ફરિયાદ નથી કરી રહી. મને ખુશી છે કે હું એકસાથે ત્રણ જુદા-જુદા પ્રકારના શોમાં કામ કરી રહી છું. આ શો દ્વારા મને એક કલાકાર તરીકે ઘણા એક્સ્પરિમેન્ટ કરવાની તક મળી રહી છે. હા, આ થકાવી દેનારું તો છે. કહેવા કરતાં કોઈ પણ કામ કરવું એ વધારે અઘરું હોય છે, પરંતુ મને ખાતરી છે કે જો યોગ્ય પ્લાનિંગ કરવામાં આવે અને પ્રોડક્શન-હાઉસ અને ચૅનલ તરફથી જો સહકાર મળ્યો તો આ કરવું પણ શક્ય છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2019 11:16 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK