Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકા, પ્રિયંકા અને સારા અલી ખાન ઇન્સ્ટાગ્રામર્સ ઑફ ધ યર

દીપિકા, પ્રિયંકા અને સારા અલી ખાન ઇન્સ્ટાગ્રામર્સ ઑફ ધ યર

03 May, 2019 12:06 PM IST | મુંબઈ

દીપિકા, પ્રિયંકા અને સારા અલી ખાન ઇન્સ્ટાગ્રામર્સ ઑફ ધ યર

દીપિકા, પ્રિયંકા અને સારા અલી ખાન ઇન્સ્ટાગ્રામર્સ ઑફ ધ યર

દીપિકા, પ્રિયંકા અને સારા અલી ખાન ઇન્સ્ટાગ્રામર્સ ઑફ ધ યર


દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા જોનસ અને સારા અલી ખાનને ઇન્સ્ટાગ્રામર્સ ઑફ ધ યર 2019થી સન્માનિત કરવામાં આવી છે. પોતાને મળેલા આ સન્માન પર દીપિકાએ કહ્યું હતું કે ‘હું ઇન્સ્ટાગ્રામ પર દરરોજ લાઇવ આવું છું. લોકો સાથે હું હસું છું, તેમની સાથે પ્રેમ અને લાગણી શૅર કરું છું જે મારા માટે ખૂબ અગત્યનું છે. લોકો પાસેથી મળેલા પ્રેમ પ્રત્યે હું આભાર વ્યક્ત કરું છું. 2019માં હું હજી વધુ લોકો સાથે કનેક્ટ થઈશ. પ્રેમની ભાવના અને મારા અનુભવો આ સુંદર ફૅન્સ સાથે હું શૅર કરીશ.’

આ પણ વાંચોઃ 9૦ના દાયકામાં કલાકારો કઈ રીતે કામ કરતા હતા એ જણાવ્યું કાજોલે



સારા અલી ખાને પણ 2019માં ઇન્સ્ટાગ્રામ શરૂ કર્યું હતું. તેના વધતા ફૅન ફૉલોઇંગને જોતાં ઇન્સ્ટાગ્રામે તેને ‘રાઇઝિંગ સ્ટાર અવૉર્ડ’થી સન્માનિત કરી છે. આ વિશે સારાએ કહ્યું હતું કે ‘ઇન્સ્ટાગ્રામ એક એવું પ્લૅટફૉર્મ છે જ્યાં હું મારી જાતને રજૂ કરી શકું છું. ઇન્સ્ટાગ્રામ દ્વારા લોકો સાથે ડિરેક્ટ જોડાઈ રહેવું એક સરળ રસ્તો છે. ઇન્સ્ટાગ્રામના માધ્યમથી હું મારો ફૂડ પ્રત્યેનો પ્રેમ, મારા ઇન્ટરેસ્ટને દેખાડવાની સાથે નવી-નવી જગ્યાઓ પર ટ્રાવેલ કરવાની સાથે જ લોકો સાથે કનેક્ટ થઈ શકું છું.’


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2019 12:06 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK