Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > '83'ના સેટ પર દીપિકાએ રણવીરને ધીબેડી નાખ્યો, જુઓ વીડિયો

'83'ના સેટ પર દીપિકાએ રણવીરને ધીબેડી નાખ્યો, જુઓ વીડિયો

12 June, 2019 06:32 PM IST |

'83'ના સેટ પર દીપિકાએ રણવીરને ધીબેડી નાખ્યો, જુઓ વીડિયો

રણવીર સિંહની થઇ રહી છે ધોલાઇ

રણવીર સિંહની થઇ રહી છે ધોલાઇ


રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દીપિકા પોતાના પતિ રણવીરની બેટથી ધોલાઇ કરી રહી છે.રણવીર-દીપિકાનો આ વીડિયો ચાહકોને ખૂબ જ ગમ્યો છે

રણવીરની ધોલાઇ કરે છે દીપિકા



સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો રણવીર સિંહે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે. 4 સેકેન્ડના આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે દીપિકા કેવી રીતે રણવીરને બેટથી મારી રહી છે અને તે બચવા માટે જમ્પ કરી રહ્યો છે. આ વીડિયો શેર કરતાં લખ્યું છે કે, "મારા જીવનની કહાણી, રીલ અને રિયલ."



ફિલ્મ '83'માં પણ કપિલદેવની પત્ની એટલે કે રણવીરની પત્નીનું પાત્ર ભજવશે દીપિકા

જણાવીએ કે આ વીડિયો શેર કરતાં રણવીરે ફિલ્મ 83માં દીપિકા તેની પત્નીનું પાત્ર ભજવશે એવા અણસાર આપ્યા છે, જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવ્યું છે. રણવીર સિંહ અત્યારે લંડનમાં પોતાની આગામી ફિલ્મ '83'ની શૂટિંગ કરી રહ્યો છે, તેની સાથે દીપિકા પણ છે. ફિલ્મમાં રણવીર કપિલ દેવના પાત્રમાં જોવા મળશે. અને સાથે દીપિકા તેની પત્નીનું પાત્ર ભજવતી જોવા મળશે.

આ પણ વાંચો : સલમાન ખાને બદલી અક્ષય કુમારની ફિલ્મ 'સુર્યવંશી'ની તારીખ

ફિલ્મ '83'ની વાત કરીએ તો ડિરેક્ટર કબીર ખાનની આ ફિલ્મ 1983માં થયેલ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમને મળેલી ઐતિહાસિક જીત પર આધારિત છે. આ ટીમને કપિલ દેવે લીડ કરી હતી અને ફિલ્મમાં તેમનું જ પાત્ર રણવીર સિંહ ભજવી રહ્યો છે. તેના સિવાય સાકિબ સલેમ, હાર્દી સંધૂ, એમી વિર્ક અને અન્ય અભિનેતા બાકીના ક્રિકેટર્સના પાત્ર ભજવી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

12 June, 2019 06:32 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK