સલમાન ખાને બદલી અક્ષય કુમારની ફિલ્મ 'સુર્યવંશી'ની તારીખ

Jun 12, 2019, 17:27 IST

ફિલ્મ અભિનેતા સલમાન ખાને ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીને નાનો ભાઈ કહેતા સોશિયલ મીડિયા પર ફિલ્મ સૂર્યવંશીની તારીખ આગળ લઈ જવાની જાહેરાત કરી હતી. ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમાર રોહિત શેટ્ટી સાથે પહેલીવાર કામ કરી રહ્યા છે.

સલમાન ખાને બદલી અક્ષય કુમારની ફિલ્મ 'સુર્યવંશી'ની તારીખ
સલમાન ખાન અને રોહિત શેટ્ટી

બોલીવુડ અભિનેતા સલમાન ખાને ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીને નાનો ભાઈ કહેતા સોશિયલ મીડિયા પર ફિલ્મ સૂર્યવંશીની તારીખ આગળ લઈ જવાની જાહેરાત કરી હતી. ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમાર રોહિત શેટ્ટી સાથે પહેલીવાર કામ કરી રહ્યા છે. ફિલ્મમાં રણવીર સિંહ અને અજય દેવગણ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. હાલમાં જ અક્ષય કુમારનો બેન્કોકમાં શૂટિંગ કરતો ફોટો વાયરલ થયો હતો.

આ પહેલા સૂર્યવંશી ફિલ્મ ઈદ પર રિલીઝ થવા જવાની હતી જે સલમાન ખાનની ફિલ્મ ઈંશાલ્લાહ સાથે બોક્સ ઓફિસ પર ક્લેશ થવાની હતી. સલમાન ખાનની ફિલ્મ ઈંશાલ્લાહમાં આલિયા ભટ્ટ મહત્વની ભૂમિકામાં જોવા મળશે અને આ ફિલ્મનું ડિરેક્શન સંજય લીલા ભણશાલી કરવા જઈ રહ્યા છે. સલમાને પોસ્ટ કરીને માહિતી આપી હતી કે, રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી 27 માર્ચ 2020ના દિવસે રિલીઝ થશે.

આ પણ વાંચો: મલ્હાર ઠાકરની ટી શર્ટ સ્ટાઈલ કરો ફોલો, લાગશો સુપર કૂલ

સલમાન ખાને ટ્વીટ કરીને લખ્યું હતું કે, રોહિત શેટ્ટીને હમેશા તે પોતાના નાના ભાઈ સમજે છે અને આજે તેમણે સાબિત પણ કર્યું. ફિલ્મ સૂર્યવંશી 27 માર્ચ 2020ના રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે જ્યારે અક્ષય કુમાર, અજય દેવગણ અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી ત્યારે બધા આશ્ચર્યચકિત થયા હતા કારણકે સલમાનની ફિલ્મ ઈંશાલ્લાહ પણ આ જ દિવસે રિલીઝ થવાની હતી. જો કે હવે સલમાને ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ફિલ્મની રિલીઝ ડેટ 27 માર્ચ 2020 રહેશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK