Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Viral Video : દીપિકા પાદુકોણને કેમ જરૂર પડવાની છે વકીલની

Viral Video : દીપિકા પાદુકોણને કેમ જરૂર પડવાની છે વકીલની

11 October, 2019 06:25 PM IST | મુંબઈ ડેસ્ક

Viral Video : દીપિકા પાદુકોણને કેમ જરૂર પડવાની છે વકીલની

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ


દીપિકા પાદુકોણ આજકાલ ઘણી ચર્ચામાં રહે છે. ત્યારે ફરી વાર તે લોકોમાં ચર્ચાનું કારણ બની છે. દીપિકા હાલમાં જ એક ઇવેન્ટમાં પહોંચી. જ્યાં તેણે ચાહકોના સવાલોના જવાબ ખૂબ જ ખુલ્લાદિલે આપ્યા. પણ આ દરમિયાન તેણે કહ્યું કે ટૂંક સમયમાં જ એક વકીલની જરૂર પડશે. હવે અભિનેત્રીએ એવું કેમ કહ્યું કે આ વાત તો એ જ જાણે. હકીકતે, થયું એમ કે ઑડિયન્સમાંથી એક વ્યક્તિએ ઊભા થતાં પોતાના વિશે જણાવતાં કહ્યું કે મારું નામ વિસ્મય શ્રૉફ છે અને હું લૉ પ્રૉફેસર છું, હું તમારા લગ્નમાં પણ આવ્યો હતો.

આ પહેલા કે વિસ્મય કંઇ આગળ બોલી શકે દીપિકાએ કહ્યું, "મને ટૂંક સમયમાં જ તમારી સર્વિસની જરૂર પડી શકે છે." આના પર વિસ્મયે કહ્યું કે, "આ ખૂબ જ સારી વાત હશે." જો કે, આ સંપૂર્ણ વાતચીત દીપિકા અને વિસ્મયે ખૂબ જ સામાન્ય રીતે લઈ લીધી. આ સિવાય વિસ્મયે દીપિકાને રણવીર સિંહને લઇને પણ પ્રશ્ન કર્યો. વિસ્મયે પૂછ્યું કે શું તમે અને રણવીર સિંહ બેડમિન્ટવ કોર્ટ પર સામેસામા આવ્યા છો? જેનો જવાબ આપતાં પહેલા દીપિકા થોડી વાર ચુપ રહી અને પછી તેણે કહ્યું હા. જ્યારે તે વ્યક્તિએ પૂછ્યું કે બન્નેમાંથી કોણ જીત્યું?



 
 
 
View this post on Instagram

This one was a cool question thrown by the audience to #deepikapadukone who was in conversation with my favourite #shekhargupta ?

A post shared by Viral Bhayani (@viralbhayani) onOct 9, 2019 at 11:34am PDT


આ પણ વાંચો : કાજલ વિસરિયા: માત્ર ગરબા જ નહીં સુગમ સંગીતના તાલે પણ જીતે છે લોકોના મન


તેનો જવાબ આપતાં દીપિકાએ કહ્યું કે, "તે બધી જ મેચના સ્કોર જણાવી શકે છે, પણ તે(રણવીર સિંહ) પરેશાન થઈ જશે. અત્યારે તે હૈદરાબાદમાં છે અને કદાચ તે પાછો નહીં આવે." દીપિકાનો આ જવાબ સાંભળીને બધાં જ હસવા લાગે છે. જણાવીએ કે તાજેતરમાં જ દીપિકા અને રણવીર ફિલ્મ '83'ની રેપ પાર્ટીમાં જોવા મળ્યા હતા, જ્યાં બન્ને ક્રિકેટ રમતાં અને ડાન્સ કરતાં દેખાયા હતા. તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા. '83'માં દીપિકા અને રણવીર સાથે જોવા મળશે. લગ્ન પછી બન્નેની એકસાથે આ પહેલી ફિલ્મ હશે. આ ફિલ્મમાં બન્ને પતિ-પત્નીનું પાત્ર ભજવશે.

 
 
 
View this post on Instagram

#deepikapadukone today for an event

A post shared by Viral Bhayani (@viralbhayani) onOct 9, 2019 at 11:09am PDT

Whatsapp-channel Whatsapp-channel

11 October, 2019 06:25 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK