કાજલ વિસરિયા: માત્ર ગરબા જ નહીં સુગમ સંગીતના તાલે પણ જીતે છે લોકોના મન

Updated: Oct 10, 2019, 16:59 IST | Shilpa Bhanushali
 • કાજલનો જન્મ 27 એપ્રિલ 1993માં મુંબઇમાં જ પિતા રમેશ લાલજી વિસરિયા અને માતા જયશ્રી વિસરિયાને ઘરે થયો.. કાજલનું શાળાકીય શિક્ષણ ઘાટકોપરમાં આવેલી શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીયશાળામાં થયું. 

  કાજલનો જન્મ 27 એપ્રિલ 1993માં મુંબઇમાં જ પિતા રમેશ લાલજી વિસરિયા અને માતા જયશ્રી વિસરિયાને ઘરે થયો.. કાજલનું શાળાકીય શિક્ષણ ઘાટકોપરમાં આવેલી શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીયશાળામાં થયું. 

  1/21
 • કાજલે જુનિયર કૉલેજ SNDT મહિલા વિદ્યાપીઠમાંથી કર્યું છે જ્યારે તેણે ગ્રેજ્યુએશનની ડિગ્રી કે.જે સોમૈયા કૉલેજ ઑફ સાયન્સ એન્ડ કૉમર્સમાંથી મેળવી છે.

  કાજલે જુનિયર કૉલેજ SNDT મહિલા વિદ્યાપીઠમાંથી કર્યું છે જ્યારે તેણે ગ્રેજ્યુએશનની ડિગ્રી કે.જે સોમૈયા કૉલેજ ઑફ સાયન્સ એન્ડ કૉમર્સમાંથી મેળવી છે.

  2/21
 • કાજલને જ્યારે પૂછવામાં આવ્યું કે તેને સંગીતની પ્રેરણા ક્યાંથી મળી ત્યારે તે જણાવે છે કે સંગીત તો તેને લોહીમાં વારસાગત રૂપે જ મળ્યું છે. પરિવારમાં દાદા, પિતા, ભાઇ, બહેન બધાં જ સંગીત સાથે જોડાયેલા છે.

  કાજલને જ્યારે પૂછવામાં આવ્યું કે તેને સંગીતની પ્રેરણા ક્યાંથી મળી ત્યારે તે જણાવે છે કે સંગીત તો તેને લોહીમાં વારસાગત રૂપે જ મળ્યું છે. પરિવારમાં દાદા, પિતા, ભાઇ, બહેન બધાં જ સંગીત સાથે જોડાયેલા છે.

  3/21
 • ગાવાની શરૂઆત ક્યારથી તે વિશે જણાવતા કાજલ કહે છે કે, આમ તો સ્કૂલમાં ગાવા માટે અમે ઇન્ટરસ્કૂલ કૉમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરતાં અને લગભગ પાંચમાં-છઠ્ઠા ધોરણથી તો દરવર્ષે ટ્રોફી લઈને જ પાછાં આવતાં.

  ગાવાની શરૂઆત ક્યારથી તે વિશે જણાવતા કાજલ કહે છે કે, આમ તો સ્કૂલમાં ગાવા માટે અમે ઇન્ટરસ્કૂલ કૉમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરતાં અને લગભગ પાંચમાં-છઠ્ઠા ધોરણથી તો દરવર્ષે ટ્રોફી લઈને જ પાછાં આવતાં.

  4/21
 • એટલું જ નહીં પિતા ગાયક હોવાથી નવરાત્રિમાં ગામ જવાનું થાય અને તે દરમિયાન જ એકવાર પિતા સાથે પોતાના જ ગામમાં ગાવાની તક મળી અને ત્યારથી આ સિલસિલો ચાલું જ રહ્યો.

  એટલું જ નહીં પિતા ગાયક હોવાથી નવરાત્રિમાં ગામ જવાનું થાય અને તે દરમિયાન જ એકવાર પિતા સાથે પોતાના જ ગામમાં ગાવાની તક મળી અને ત્યારથી આ સિલસિલો ચાલું જ રહ્યો.

  5/21
 • ઑફિશિયલી ગાવાની શરૂઆત એમ કહી શકાય કે પોતે જ્યારે 15માં ધોરણમાં હતા ત્યારથી કરી.

  ઑફિશિયલી ગાવાની શરૂઆત એમ કહી શકાય કે પોતે જ્યારે 15માં ધોરણમાં હતા ત્યારથી કરી.

  6/21
 • શાળાકીય શિક્ષણ દરમિયાન દરમિયાન દરેક વર્ષે સ્કૂલ તેમજ પોતાની માટે અનેક ઇનામો મેળવ્યા છે અને ગાયિકા તરીકે પોતાના ઑડિયન્સને સંતોષ આપવો એ જ મોટી અચિવમેન્ટ ગણે છે.

  શાળાકીય શિક્ષણ દરમિયાન દરમિયાન દરેક વર્ષે સ્કૂલ તેમજ પોતાની માટે અનેક ઇનામો મેળવ્યા છે અને ગાયિકા તરીકે પોતાના ઑડિયન્સને સંતોષ આપવો એ જ મોટી અચિવમેન્ટ ગણે છે.

  7/21
 • કાજલ પોતાના શોખ વિશે જણાવતાં કહે છે કે તેને સંગીત તો ગમે જ છે તેની સાથે સાથે પ્રવાસ, એડવેન્ચર, સ્પોર્ટ્સ આ બધું જ ગમે છે. એટલું જ નહીં વર્ષમાં એકવાર તો ટ્રેકિંગ પર જવાનું ધારે જ છે.

  કાજલ પોતાના શોખ વિશે જણાવતાં કહે છે કે તેને સંગીત તો ગમે જ છે તેની સાથે સાથે પ્રવાસ, એડવેન્ચર, સ્પોર્ટ્સ આ બધું જ ગમે છે. એટલું જ નહીં વર્ષમાં એકવાર તો ટ્રેકિંગ પર જવાનું ધારે જ છે.

  8/21
 • તાજેતરમાં જ કાજલ ચાદર ટ્રેક પર ગઈ હતી. જે સૌથી ડિફિકલ્ટ ટ્રેક માનવામાં આવે છે અને વર્ષમાં ફક્ત બે મહિના દરમિયાન જ કરવામાં આવે છે.

  તાજેતરમાં જ કાજલ ચાદર ટ્રેક પર ગઈ હતી. જે સૌથી ડિફિકલ્ટ ટ્રેક માનવામાં આવે છે અને વર્ષમાં ફક્ત બે મહિના દરમિયાન જ કરવામાં આવે છે.

  9/21
 • કાજલના ફેવરિટ સિંગર લતા મંગેશ્કર છે. તેમજ સેલેબમાં તે શ્રેયા ઘોષાલ ગણાવે છે. 

  કાજલના ફેવરિટ સિંગર લતા મંગેશ્કર છે. તેમજ સેલેબમાં તે શ્રેયા ઘોષાલ ગણાવે છે. 

  10/21
 • ફેવરિટ ડેસ્ટિનેશન તરીકે તે નોર્થ ઇન્ડિયાની કોઇપણ જગ્યાએ જવું તેને ખૂબ જ ગમે છે. અને તેનું મુખ્ય કારણ છે ત્યાંના લોકો પોતે પણ સ્વચ્છતા રાખે છે અને તમારી પાસેથી પણ તેવી જ સ્વચ્છતાની અપેક્ષા રાખે છે.

  ફેવરિટ ડેસ્ટિનેશન તરીકે તે નોર્થ ઇન્ડિયાની કોઇપણ જગ્યાએ જવું તેને ખૂબ જ ગમે છે. અને તેનું મુખ્ય કારણ છે ત્યાંના લોકો પોતે પણ સ્વચ્છતા રાખે છે અને તમારી પાસેથી પણ તેવી જ સ્વચ્છતાની અપેક્ષા રાખે છે.

  11/21
 • કાજલ બાળપણથી પોતાના ગુરુમા હેમાંગિની દેસાઇની ફેન છે, તેણે બાળપણથી જ તેમને સાંભળવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં કાજલ કહે છે કે તેના મનમાં સુગમ સંગીત પ્રત્યે પ્રેમ જગાડનાર કોઇ વ્યક્તિ હોય તો તે હેમાંગિની દેસાઇ છે. તેમને કાજલ પોતાના આઇડલ માને છે.

  કાજલ બાળપણથી પોતાના ગુરુમા હેમાંગિની દેસાઇની ફેન છે, તેણે બાળપણથી જ તેમને સાંભળવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં કાજલ કહે છે કે તેના મનમાં સુગમ સંગીત પ્રત્યે પ્રેમ જગાડનાર કોઇ વ્યક્તિ હોય તો તે હેમાંગિની દેસાઇ છે. તેમને કાજલ પોતાના આઇડલ માને છે.

  12/21
 • દરમિયાન જ પોતાના કૉલેજ જીવનના અનુભવ વિશે વાત કરતાં કાજલ આશામેમનું નામ જણાવતાં કહે છે કે આશામેમ કાજલના જીવનના માર્ગદર્શક તેમજ ઇન્સિપિરેશન બની રહ્યા છે.

  દરમિયાન જ પોતાના કૉલેજ જીવનના અનુભવ વિશે વાત કરતાં કાજલ આશામેમનું નામ જણાવતાં કહે છે કે આશામેમ કાજલના જીવનના માર્ગદર્શક તેમજ ઇન્સિપિરેશન બની રહ્યા છે.

  13/21
 • કાજલ સંગીત વિશે વાત કરતાં જણાવે છે સંગીત મારા જીવનમાં મારા માટે એક થેરેપી છે. સંગીતમાં આગળ ઘણું શીખવું છે ઘણું જાણવું છે અને તેને મન ભરીને માણવું છે.

  કાજલ સંગીત વિશે વાત કરતાં જણાવે છે સંગીત મારા જીવનમાં મારા માટે એક થેરેપી છે. સંગીતમાં આગળ ઘણું શીખવું છે ઘણું જાણવું છે અને તેને મન ભરીને માણવું છે.

  14/21
 • કાજલને સુગમ સંગીત અતિપ્રિય છે. કાજલને તેના પ્રિય ગીત વિશે પૂછતાં તે જણાવે છે કે મારું પ્રિય ગીત છે "પ્રેમ એટલે કે..." આ ગીત વિશે વાત કરતાં કાજલ જણાવે છે "આ એક એવું ગીત છે જે તમે મને ક્યારે પણ ગાવાનું કહેશો કોઇપણ સમયે હું આ ગીત ગાવા તત્પર રહું છું. મારા મનની ખૂબ જ નજીક છે આ ગીત."

  કાજલને સુગમ સંગીત અતિપ્રિય છે. કાજલને તેના પ્રિય ગીત વિશે પૂછતાં તે જણાવે છે કે મારું પ્રિય ગીત છે "પ્રેમ એટલે કે..." આ ગીત વિશે વાત કરતાં કાજલ જણાવે છે "આ એક એવું ગીત છે જે તમે મને ક્યારે પણ ગાવાનું કહેશો કોઇપણ સમયે હું આ ગીત ગાવા તત્પર રહું છું. મારા મનની ખૂબ જ નજીક છે આ ગીત."

  15/21
 • કૃષ્ણ વિશે તેને વિશેષ પ્રેમ છે. અને તેથી જ તેની તસવીરમાં પણ તમે તેના ગળા પર બનેલું કૃષ્ણનું ટેટૂ બનાવડાવ્યું છે.

  કૃષ્ણ વિશે તેને વિશેષ પ્રેમ છે. અને તેથી જ તેની તસવીરમાં પણ તમે તેના ગળા પર બનેલું કૃષ્ણનું ટેટૂ બનાવડાવ્યું છે.

  16/21
 • કાજલ કહે છે કે, મને કૃષ્ણનું ભગવાન કે લીલા કરનાર તરીકેનું નહીં પરંતુ ગોવાળિયા તરીકેનું સ્વરૂપ ગમે છે. તેઓ સંગીત સાથે વાંસળીના માધ્યમથી જોડાયેલા છે. એટલે જ મેં આ ટેટ્ટૂની પસંદગી કરી. (તસવીરમાં બહેન સાથે કાજલ)

  કાજલ કહે છે કે, મને કૃષ્ણનું ભગવાન કે લીલા કરનાર તરીકેનું નહીં પરંતુ ગોવાળિયા તરીકેનું સ્વરૂપ ગમે છે. તેઓ સંગીત સાથે વાંસળીના માધ્યમથી જોડાયેલા છે. એટલે જ મેં આ ટેટ્ટૂની પસંદગી કરી. (તસવીરમાં બહેન સાથે કાજલ)

  17/21
 • કૃષ્ણનું ટેટ્ટૂ ગળા પર કરાવવાનું કારણ જણાવતા કાજલ કહે છે કે, હું ઈચ્છતી હતી કે મારા દરેક શ્વાસ સાથે એવું લાગે કે જાણે કૃષ્ણ શ્વાસ લે છે. (તસવીરમાં કાજલના ગુરુમા હેમાંગિની દેસાઇ)

  કૃષ્ણનું ટેટ્ટૂ ગળા પર કરાવવાનું કારણ જણાવતા કાજલ કહે છે કે, હું ઈચ્છતી હતી કે મારા દરેક શ્વાસ સાથે એવું લાગે કે જાણે કૃષ્ણ શ્વાસ લે છે. (તસવીરમાં કાજલના ગુરુમા હેમાંગિની દેસાઇ)

  18/21
 • કાજલ બાળપણથી જ શાંત સ્વભાવની છે. તે પોતાના આ સ્વભાવ વિશે જણાવતાં કહે છે કે જો મોંમાંથી હા કે ના બોલવાની જરૂર ન હોય અને માથું ધુણાવીને કામ થઈ જતું હોય તો તે આ એક શબ્દનો પણ પ્રયોગ કરવાનું ટાળી દેતી. જો કે હવે તે પ્રમાણમાં જરૂર પૂરતાં જવાબો આપે છે. (તસવીરમાં કૉલેજના મેમ- આશામેમ)

  કાજલ બાળપણથી જ શાંત સ્વભાવની છે. તે પોતાના આ સ્વભાવ વિશે જણાવતાં કહે છે કે જો મોંમાંથી હા કે ના બોલવાની જરૂર ન હોય અને માથું ધુણાવીને કામ થઈ જતું હોય તો તે આ એક શબ્દનો પણ પ્રયોગ કરવાનું ટાળી દેતી. જો કે હવે તે પ્રમાણમાં જરૂર પૂરતાં જવાબો આપે છે. (તસવીરમાં કૉલેજના મેમ- આશામેમ)

  19/21
 • તસવીરમાં મોટા ભાઈ સાથે કાજલ.

  તસવીરમાં મોટા ભાઈ સાથે કાજલ.

  20/21
 • કાજલ પોતાના માતાપિતા વિશે જણાવે છે કે આજે હું જે પણ કંઇ છું તે ફક્ત અને ફક્ત મારા માતા-પિતાને કારણે છે. તેમનો મનથી આભાર માનું છું. (તસવીરમાં માતા પિતા સાથે કાજલ વિસરિયા) 

  કાજલ પોતાના માતાપિતા વિશે જણાવે છે કે આજે હું જે પણ કંઇ છું તે ફક્ત અને ફક્ત મારા માતા-પિતાને કારણે છે. તેમનો મનથી આભાર માનું છું. (તસવીરમાં માતા પિતા સાથે કાજલ વિસરિયા) 

  21/21
 • loading...

ફોટોઝ વિશે

નવરાત્રી સંપન્ન થઈ ગઈ. પરંતુ તેના સૂરો હજુ પણ લોકોને યાદ છે. નવરાત્રીનો મહત્વનો ભાગ છે ગાયકો. એ ગાયકો તે લોકોને પોતાના સૂર પર ગરબે ઘુમવા માટે મજબૂર કરે છે. આવા જ એક ગાયિકા છે કાજલ વિસરિયા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK