અક્ષય કુમારની #DilSeThankYOU ઝુંબેશમાં જોડાયા આ બૉલિવુડ સ્ટાર્સ

Published: 10th April, 2020 12:05 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કોરોના હિરોઝનો દિલથી આભાર માનવા સોશ્યલ મિડિયા પર શરૂ કરેલી ઝુંબેશમાં જોડાયા શિલ્પા શેટ્ટી, બિપાશા બાસુ, મનિષ પૉલ સહિતના સેલેબ્ઝ

સેલેબ્ઝે કોરોના હિરોઝને કહ્યું #DilSeThankYOU
સેલેબ્ઝે કોરોના હિરોઝને કહ્યું #DilSeThankYOU

કોરોના વાયરસ (COVID-19)નો ફેલાવો રોકવા માટે સરકારે દેશમાં 21 દિવસનું લૉકડાઉન લાગૂ કર્યું છે. પરંતુ આ લૉકડાઉન દરમ્યાન પણ એવા કેટલાક લોકો છે જે સતત કાર્યરત છે. સામાન્ય માણસને જીવન જરૂરી સગવડતાઓ મળી રહે તે માટે નગરપાલિકા, પોલીસ, ડોક્ટર્સ, નર્સ, ફાયર ફાઈટર્સ, આર્મી, મિડિયા, શાકભાજીવાળા, દૂધવાળા, સફાઈ કર્મચારીઓ, વૉચમેન બધા જ સતત કામ કરતા હોય છે. એટલે આ કોરોના હીરોઝનો આભાર માનવા અભિનેતા અક્ષય કુમારે સોશ્યલ મિડિયા પર #DilSeThankYOU ઝુંબેશ શરૂ કરી છે. અક્ષય કુમારની આ ઝુંબેશને બૉલિવુડે જોરદાર સપોર્ટ આપ્યો છે.

આ પણ વાંચો: અક્ષય કુમારે દિવસરાત કામ કરતા પોલીસ, ડોક્ટર્સ નર્સને Dil Se Thankyou કહ્યું

અક્ષય કુમારે શરૂ કરેલી આ ઝુંબેશમાં બૉલિવુડ અને ટેલિવિઝનના અનેક સેલેબ્ઝ જોડાયા હતા. કરિશ્મા કપુર, બિપાશા બાસુ, કરણ સિંગ ગ્રોવર, શિલ્પા શેટ્ટી, ઈશાન ખટ્ટર, ભુમિ પેડણેકર, અદિતિ રાવ હૈદરી, ડાયના પેન્ટી, હુમા કુરેશી, એકતા કપુર, સોનાક્ષી સિન્હા, મનિશ પૉલ, ગુરમિત ચૌધરી, સનિ સિંગ, એઝાઝ ખાન વગેરે જોડાયા હતા.

 
 
 
View this post on Instagram

Aaaj badi raat hai! Ghar se dua mangiye n Hume dua mein yaaa rakhna! JAI MAHARASHTRA JAI HIND

A post shared by Erk❤️rek (@ektarkapoor) onApr 9, 2020 at 7:25am PDT

ફૅન્સે પણ #DilSeThankYOU ઝુંબેશને પોતાનું સમર્થન આપ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK