અક્ષય કુમારે દિવસરાત કામ કરતા પોલીસ, ડોક્ટર્સ નર્સને Dil Se Thankyou કહ્યું

Published: Apr 09, 2020, 18:12 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કોરોના હિરોઝનો દિલથી આભાર માનવા અક્ષયે લોકોને પણ કરી વિનંતી, અભિનેત્રી મોની રૉય પણ થેન્કયુ ચેનમાં જોડાઈ

અક્ષય કુમાર, મોની રૉય
અક્ષય કુમાર, મોની રૉય

કોરોના વાયરસ (COVID-19)થી બચવા માટે સંપુર્ણ દેશમાં લાગૂ કરવામાં આવેલા લૉકડાઉન દરમ્યાન સામાન્ય નાગરિકોનું જીવન સરળતાથી ચાલી શકે તે માટે નગરપાલિકા, પોલીસ, ડોક્ટર્સ, નર્સ, ફાયર ફાઈટર્સ, આર્મી, મિડિયા, શાકભાજીવાળા, દૂધવાળા, સફાઈ કર્મચારીઓ દિવસ-રાત કામ કરી રહ્યાં છે. પોતાના જીવને જોખમમાં મુકીને દેશ માટે ફરજ નિભાવતા આ હીરોઝને યાદ કરીને અક્ષય કુમારે દિલથી તેમનો આભાર માન્યો છે. અભિનેતાએ એક ઝુંબેશ શરૂ કરી છે કે જેમા કોરોના હીરોઝનો આભાર માનવાની પહેલ કરી છે. અભિનેતાએ આ ઝુંબેશને #DilSeThankYOU નામ આપ્યું છે.

અક્ષય કુમારને #DilSeThankYOU ઝુંબેશનો વિચાર ક્યાંથી આવ્યો એ બાબાતે તેણે એક વિડિયો શેર કર્યો હતો. અક્ષયે વિડિયોમાં કહ્યું હતું કે, 'મારી મારા એક પોલીસ મિત્ર સાથે વાત થઈ અને તેણે મને કહ્યું કે તમે લોકો ઘરની બહાર નીકળતા ડરો છો અને અમે ઘરમાં જતા ડરીએ છીએ. કારણકે અમે રોજ બહાર કેટલા લોકોને મળતા હશું અને અને કેટલીયે બીમારીઓ સાથે લઈ જતા હશું. અમને ડર લાગે છે કે ક્યાક અમારા કારણે બીમારીઓ ઘરે ન પહોચી જાય. એટલે અમે દસ-દસ અને બાર-બાર દિવસ સુધી ઘરે નથી જતા. મિત્રની આ વાતે મને વિચારમાં મુકી દીધો. આપણે ઘરે રહીને ફિલ્મો અને વૅબસિરિઝ જોઈએ છે. પણ આ કટોકટીના સમયમાં ફરજ બજાવતા લોકોનો ક્યારેય વિચાર કર્યો છે? બીજું કહીને નહીં તો આપણે ઘરે બેસીને નગરપાલિકા, પોલીસ, ડોક્ટર્સ, નર્સ, ફાયર ફાઈટર્સ, આર્મી, શાકભાજીવાળા, દૂધવાળા, સફાઈ કર્મચારીઓ, વૉચમેનનો આભાર તો માની જ શકીએ ને. હું સહુનો દિલથી આભાર માનું છું.'

અક્ષયે પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, 'નામ- અક્ષય કુમાર, શહેર- મુંબઈ, હું મારા અને મારા પરિવાર તરફથી પોલીસ, નગર નિગમના વર્કર્સ, ડોક્ટર્સ, નર્સ, એનજીઓના સ્વયંસેવક, સરકારી અધિકારીઓ, ફેરિયાવાળા, બિલ્ડિંગના ગાર્ડનો દિલથી આભાર માનું છું.' તેણે લોકોને પોતાનું નામ અને શહેરનું નામ લખીને આ #DilSeThankYOU કહેવાનું કહ્યું હતું.

અભિનેતાનો સાથ અભિનેત્રી મોની રૉયે આપ્યો હતો અને તેણે પણ #DilSeThankYOU કહ્યું હ

#DilSeThankYOU ઝુંબેશમાં અભિનેતા સાથે સામાન્ય લોકો પણ જોડાવા લાગ્યા હતા અને સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરવા લાગ્યા હતા. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK