સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ છિછોરોનેએ રિલીઝના પહેલા અઠવાડિયામાં ધૂમ કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ અનુસાર ફિલ્મે ગુરૂવારે 7 કરોડની આસપાસનો બિઝનેસ કર્યો. જેના કારણે ફિલ્મની કુલ કમાણી 68 કરોડની આસપાસ પહોંચી ગયું છે. 6 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ છિછોરેએ બોક્સ ઓફિસ પર એક અઠવાડિયુ સફળતાપૂર્વક પૂરુ કર્યું છે. પહેલા અઠવાડિયાથી ફિલ્મની કમાણી કોન્સટન્ટ રહી છે.
મહત્વનું છે કે છિછોરે ફિલ્મે ઓપનિંગ દિવસે 7.32 કરોડની કમાણી કરી હતી. જે આશા ન હતી. કારણ કે તેના પહેલા સપ્તાહમાં પ્રભાસ સ્ટારર ફિલ્મ સાહો રીલિઝ થઇ હતી. જેને લોકો માની રહ્યા હતા કે છિછોરેને આ ફિલ્મ અસર કરી શકે છે. પરંતુ એવું ન થયું. જ્યારે શનિવારે 12.25 કરોડ અને રવિવારે 16.41 કરોડની કમાણી કરી હતી. વિકેન્ડમાં સારી કમાણી કર્યા પછી વર્કિંગ ડેમાં કલેક્શનમાં ઘટાડો આવ્યો હતો જો કે ફિલ્મે એવરેજ 7-9 કરોડ પોતાના ખાતે નોંધાવ્યા હતા. ફિલ્મે સોમવારે 8.10, મંગળવારે 10.05 કરોડ જ્યારે બુધવારે 7.20 કરોડની કમાણી કરી. ફિલ્મે વિકેન્ડમાં કુલ 35.98 કરોડ કમાયા જ્યારે વર્કિંગ ડે સોમવારથી ગુરુવાર આશરે 32.25 કરોડની કમાણી કરી હતી. આ જોઈને લાગી રહ્યું છે કે છિછોરોની મસ્તી દર્શકોને આકર્ષી રહી છે.
આ પણ વાંચો: આ નવરાત્રિ દેખાવું છે ટ્રેન્ડી તો Jayaka Yagnikના આ લૂક કરી શકો છો કોપી!
બીજી વિકેન્ડમાં ફિલ્મની ટક્કર આયુષ્માન ખુરાનાની ડ્રીમ ગર્લ સાથે થશે. ત્યારે કોણ બાજી મારે તે જોવાનું રહેશ. ફિલ્મ ક્રિટિક્સે બન્ને ફિલ્મોના વખાણ કર્યા છે. ફિલ્મ ક્રિટિક્સ અનુસાર આયુષ્માન ખુરાનાની ડ્રીમગર્લ સંપૂર્ણ મનોરંજક છે જ્યારે છિછોરેએ પણ દર્શકોને ખૂબ હસાવ્યા છે. બીજા વિકેન્ડમાં છિછોરે 100 કરોડનો આંકડો પાર કરી શકે છે જો કે ડ્રીમગર્લની રિલીઝની અસર પણ જોવા મળશે. આયુષ્માન ખુરાનાએ એક પછી એક સતત 4 ફિલ્મો હીટ આપી છે જેના કારણે સુશાંત સિંહ રાજપૂતના છિછોરોની સ્પીડ ઓછી થઈ શકે છે. દંગલ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ પછી નિતેશ તિવારી છિછોરે લઈને આવ્યા છે.
Panipat Box Office Collection Day 1: પહેલા દિવસે ફિલ્મે કરી આટલી કમાણી
Dec 07, 2019, 12:30 ISTBala box office collection સો કરોડની ક્લબમાં પહોંચતા ચાહકોએ આપી વધામણી
Nov 23, 2019, 15:22 ISTBala Box Office Collection: 100 કરોડના ક્લબમાં કરી શકે છે એન્ટ્રી...
Nov 17, 2019, 15:43 ISTBala Box Office Collection Day 5: ગુરુનાનક જયંતીના બાલાના કલેક્શનમાં ભારે ઉછાળો
Nov 13, 2019, 13:50 IST