Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બિઝનેસ ટાઈકૂન મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી સાથે ઋષિ કપૂરને મળ્યા

બિઝનેસ ટાઈકૂન મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી સાથે ઋષિ કપૂરને મળ્યા

19 May, 2019 05:05 PM IST |

બિઝનેસ ટાઈકૂન મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી સાથે ઋષિ કપૂરને મળ્યા

નિતા અંબાણી અને મુકેશ અંબાણી ઋષિ કપૂરની મુલાકાતે

નિતા અંબાણી અને મુકેશ અંબાણી ઋષિ કપૂરની મુલાકાતે


દેશના ધનાઢ્ય અને બિઝનેસ ટાઈકૂન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી ન્યૂયોર્કમાં ઋષિ કપૂરને મળવા પહોચ્યા હતા. નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ ઋષિ કપૂરને મળીને તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. ઋષિ કપૂર અને નીતૂ સિંહએ મુલાકાત પછી સોશિયલ મીડિયા પર ફોટો શૅર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ઋષિ કપૂર ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર લઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર ઋષિ કપૂર હવે કેન્સરમુક્ત છે અને બૉન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે અહી રોકાયા છે.




સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરતા ઋષિ કપૂરે મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો આભાર માન્યો હતો. ઋષિ કપૂરે મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથેનો ફોટો ટ્વિટ કર્યો હતો જ્યારે નીતુ સિંહે ફોટો ઈન્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર કરતા નીતુ સિંહે લખ્યું હતું કે, 'કેટલાક લોકો તમને માનસિક શાંતિની પ્રેરણા આપતા હોય છે થેન્ક યુ મિસ્ટર અને મિસિસ અંબાણી.'

આ પણ વાંચો:cannes 2019: નિકને છોડી આ વ્યક્તિ સાથે જોવા મળી પ્રિયંકા ચોપરા


ઋષિ કપૂર છેલ્લા ઘણા સમયથી ન્યૂયોર્કમાં છે અને એક પછી એક સ્ટારે તેમની મુલાકાત લીધી હતી. હાલમાં જ શાહરુખ ખાને તેમની મુલાકાત લીધી હતી. આ પહેલા દીપિકા પાદૂકોણ, પ્રિયંકા ચોપરા, આમિર ખાન, વિકી કૌશલ, અનુપમ ખેર જેવા સ્ટાર્સે તેમની મુલાકાત લીધી હતી

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2019 05:05 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK