આજે શહેનાઝ ગિલના જન્મદિવસ નિમિત્તે શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાના ફૅન્સ સોશિયલ મીડિયા પર સુપર એક્સાઈટેડ છે. ફૅન્સે બન્નેનું સૉન્ગ 'ભૂલા દૂંગા'ને જોરદાર ટ્રેન્ડ કરી રહ્યા છે. આના કારણે આ ગીત 100 મિલિયન વ્યૂઝ વટાવી ચૂક્યું છે. શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની જોડી બિગ-બૉસ 13થી ખૂબ જ પ્રખ્યાત થઈ છે. બન્નેની કેમિસ્ટ્રી બધાને ખૂબ જ પસંદ આવે છે. એટલું જ નહીં શૉ પૂર્ણ થયા બાદ પણ આ જોડી હજી પણ લોકપ્રિય બની ગઈ છે. સિડ-નાઝના ફૅન્સ તેમને સતત ટ્રેન્ડ કરતા રહે છે. શહેનાઝ ગિલનો 27 જાન્યુઆરીએ જન્મદિવસ છે.
Beautiful Golden💫💫100M thumbnail #BhulaDunga #BhulaDunga100M #SidNaaz ❤❤💫💫⚫⚫ pic.twitter.com/a3l4qlgysN
— SidNaazJas (@NaazJas) January 27, 2021
જન્મદિવસ પહેલા સોશિયલ મીડિયા પર 'ભૂલા દૂંગા' ગીત જોરદાર ટ્રેન્ડ કરવામાં આવી રહ્યું છે. સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ બિગ-બૉસ 13માંથી નીકળ્યા બાદ 'ભૂલા દૂંગા' ગીતમાં નજર આવ્યા હતા. આ ગીત ખૂબ જ વાઈરલ થયું હતું. આજે ટ્વિટર પર 'ભૂલા દૂંગા' ટ્રેન્ડ થઈ રહ્યું છે. સિદ્ધાર્થ અને શહેનાઝ ગિલના આ ગીતને યૂ-ટ્યૂબ પર 100 મિલિયન વ્યૂઝ મળી ગયા છે. જે એક મોટો રેકોર્ડ છે. શહેનાઝ ગિલ સિદ્ધાર્થ શુક્લા સાથે બિગ-બૉસ 13માં નજર આવી હતી. બન્નેની મિત્રતા લોકોને ઘણી પસંદ આવી હતી.
Wohaaa #BhulaDunga100M Marked with Golden 100M views🥺❤️ as this song is very special to all the team members including @KaushalJoshi15 @DarshanRavalDZ @indiemlabel and our own #SidNaaz ⭐️ congratulations ✨✨✨@sidharth_shukla @ishehnaaz_gill pic.twitter.com/g9bIrIXcUd
— 💖 ✨ meenu ✨ HBD SANA 💖 (@MEenUTuLiKa06) January 27, 2021
સિદ્ધાર્થ શુક્લા બિગ-બૉસ 13ના વિનર બન્યા હતા. આ છતા પણ બન્નેની મિત્રતા યથાવત રહી. આજે પણ બન્ને ઘણા પ્રસંગો પર સાથે જોવા મળે છે. બન્નેએ તાજેતરમાં એક નવા ગીતની શૂટિંગ પણ કરી છે. જે વેલેન્ટાઈન્સ ડે પર રિલીઝ થવાનું છે.
શહેનાઝ ગિલ અત્યાર સુધી ઘણા મ્યૂઝિક વીડિયોમાં નજર આવી ચૂકી છે. તેના ગીતને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. શહેનાઝ ગિલે ઘણા પ્રસંગો પર કહ્યું છે કે તે સિદ્ધાર્થ શુક્લાને પસંદ કરે છે. સિદ્ધાર્થ શુક્લા પણ શહેનાઝ ગિલની ખૂબ જ નજીક છે. જોકે બન્નેએ હજી સુધી પોતાના સંબંધને જાહેર કર્યો નથી અને બન્ને એક મિત્રની જેમ નજર આવે છે.
Sidharth Shuklaના શહેનાઝ ગિલ સાથે થયા લગ્ન? એક્ટરે આપ્યો આ જવાબ
26th February, 2021 14:07 ISTBigg Boss 14: બાકીની સીઝન્સમાં કયા વિજેતાએ જીતી કેટલી રકમ, જાણો
17th February, 2021 18:49 ISTજોઈ લો અગસ્ત્ય અને રૂમીને
7th February, 2021 18:29 ISTટ્વિટર પર એક મિલ્યન ફૉલોઅર્સ થતાં સૌનો આભાર માન્યો સિદ્ધાર્થ શુક્લાએ
1st February, 2021 13:56 IST