Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Shehnaaz Gillનું ગીત 'ભુલા દુંગા' ટ્રેન્ડિંગ, મળ્યા 100 મિલિયન વ્યૂઝ

Shehnaaz Gillનું ગીત 'ભુલા દુંગા' ટ્રેન્ડિંગ, મળ્યા 100 મિલિયન વ્યૂઝ

27 January, 2021 05:54 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Shehnaaz Gillનું ગીત 'ભુલા દુંગા' ટ્રેન્ડિંગ, મળ્યા 100 મિલિયન વ્યૂઝ

શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા (તસવીર સૌજન્ય - જાગરણ)

શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા (તસવીર સૌજન્ય - જાગરણ)


આજે શહેનાઝ ગિલના જન્મદિવસ નિમિત્તે શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાના ફૅન્સ સોશિયલ મીડિયા પર સુપર એક્સાઈટેડ છે. ફૅન્સે બન્નેનું સૉન્ગ 'ભૂલા દૂંગા'ને જોરદાર ટ્રેન્ડ કરી રહ્યા છે. આના કારણે આ ગીત 100 મિલિયન વ્યૂઝ વટાવી ચૂક્યું છે. શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની જોડી બિગ-બૉસ 13થી ખૂબ જ પ્રખ્યાત થઈ છે. બન્નેની કેમિસ્ટ્રી બધાને ખૂબ જ પસંદ આવે છે. એટલું જ નહીં શૉ પૂર્ણ થયા બાદ પણ આ જોડી હજી પણ લોકપ્રિય બની ગઈ છે. સિડ-નાઝના ફૅન્સ તેમને સતત ટ્રેન્ડ કરતા રહે છે. શહેનાઝ ગિલનો 27 જાન્યુઆરીએ જન્મદિવસ છે.




જન્મદિવસ પહેલા સોશિયલ મીડિયા પર 'ભૂલા દૂંગા' ગીત જોરદાર ટ્રેન્ડ કરવામાં આવી રહ્યું છે. સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ બિગ-બૉસ 13માંથી નીકળ્યા બાદ 'ભૂલા દૂંગા' ગીતમાં નજર આવ્યા હતા. આ ગીત ખૂબ જ વાઈરલ થયું હતું. આજે ટ્વિટર પર 'ભૂલા દૂંગા' ટ્રેન્ડ થઈ રહ્યું છે. સિદ્ધાર્થ અને શહેનાઝ ગિલના આ ગીતને યૂ-ટ્યૂબ પર 100 મિલિયન વ્યૂઝ મળી ગયા છે. જે એક મોટો રેકોર્ડ છે. શહેનાઝ ગિલ સિદ્ધાર્થ શુક્લા સાથે બિગ-બૉસ 13માં નજર આવી હતી. બન્નેની મિત્રતા લોકોને ઘણી પસંદ આવી હતી.


સિદ્ધાર્થ શુક્લા બિગ-બૉસ 13ના વિનર બન્યા હતા. આ છતા પણ બન્નેની મિત્રતા યથાવત રહી. આજે પણ બન્ને ઘણા પ્રસંગો પર સાથે જોવા મળે છે. બન્નેએ તાજેતરમાં એક નવા ગીતની શૂટિંગ પણ કરી છે. જે વેલેન્ટાઈન્સ ડે પર રિલીઝ થવાનું છે.

શહેનાઝ ગિલ અત્યાર સુધી ઘણા મ્યૂઝિક વીડિયોમાં નજર આવી ચૂકી છે. તેના ગીતને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. શહેનાઝ ગિલે ઘણા પ્રસંગો પર કહ્યું છે કે તે સિદ્ધાર્થ શુક્લાને પસંદ કરે છે. સિદ્ધાર્થ શુક્લા પણ શહેનાઝ ગિલની ખૂબ જ નજીક છે. જોકે બન્નેએ હજી સુધી પોતાના સંબંધને જાહેર કર્યો નથી અને બન્ને એક મિત્રની જેમ નજર આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

27 January, 2021 05:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK