બિગ-બૉસ 14માં આ એક્ટ્રેસનું નામ પણ ચર્ચામાં, 'રામાયણ' સાથે છે કનેક્શન

Published: Aug 11, 2020, 20:12 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કલર્સ ટીવીનો પોપ્યુલર અને ચર્ચિત રિયાલિટી શૉ બિગ-બૉસ 14નો પહેલો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. સાથે પ્રોમો રિલીઝ થયા બાદ જ ફૅન્સ શૉમાં ભાગ લેનારા સ્પર્ધકોના નામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

બિગ-બૉસ 14
બિગ-બૉસ 14

કલર્સ ટીવીનો પોપ્યુલર અને ચર્ચિત રિયાલિટી શૉ બિગ-બૉસ 14નો પહેલો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. સાથે પ્રોમો રિલીઝ થયા બાદ જ ફૅન્સ શૉમાં ભાગ લેનારા સ્પર્ધકોના નામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નિયા શર્મા અને વિવયન ડીસેના જેવા કેટલાક ટીવી સેલેબ્સના નામ શૉ માટે સામે આવી રહ્યા છે. આ બધા બાદ હવે રામાયણ શૉના ડાયરેક્ટર રામાનંદ સાગરની દોહિત્રી સાક્ષી ચોપડા બિગ-બૉસ 14માં ભાગ લેશે એવા સમાચાર સતત ચર્ચામાં રહ્યા હતા.

 
 
 
View this post on Instagram

swipe to see me burn my corneas hello LA sun enjoy these pics of me melting my eyeballs for a good feed

A post shared by Sakshi Chopra (@sakshichopraa) onJan 10, 2020 at 5:56am PST

પ્રોમો ટ્રેન્ડ થયા બાદ જ સમાચાર છે કે સોશિયલ મીડિયા સેન્સેશન અને રામાનંદની દોહિત્રી સાક્ષી ચોપડા શૉનો ભાગ બનશે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાક્ષીને બિગ-બૉસના મેકર્સ દ્વારા અપ્રોચ કરવામાં આવી છે જોકે એમણે અત્યાર સુધી શૉ માટે હા નથી પાડી. પરંતુ જો વાતચીત સારી રીતે ચાલે તો સાક્ષી શૉનો ભાગ રહેશે અને આપણને સ્પર્ધક તરીકે જોવા મળશે.

સાક્ષી હંમેશા સોશિયલ મીડિયા પર તેની બૉલ્ડ તસવીરોને કારણે ઘણી વાર ચર્ચાનો વિષય બની જાય છે. તેણે ફક્ત 10 વર્ષની ઉંમરથી સિંગિંગની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે લંડનથી ગાવાની વ્યાવસાયિક તાલીમ લીધી. હાલમાં તે સિંગર, લેખક અને ઈન્ફ્લૂએન્સર કામ કરી રહી છે. સાક્ષી એની સાથે જ ઑરિજિનલ સાઉન્ડ ટ્રેક પર પણ કામ કરે છે.

ઘણા વર્ષોથી સતત શૉ માટે નકારી દેનારી ચાહત ખન્નાએ આ વખતે પણ આ શૉ કરવાની ના પાડી દીધી છે. તેણીનું કહેવું છે કે તે આવા પ્રકારના શૉમાં પોતાની છબિ ખરાબ કરવા માંગતી નથી. જોકે એના જીવન સાથે સંકળાયેલા વિવાદો તેને આ શૉ માટે યોગ્ય બનાવે છે.

એ સિવાય ભાભીજી ઘર પર હૈની શુભાંગી અત્રેએ પોતાના શૉને આપેલા કટિબદ્ધતાને કારણે બિગ-બૉસમાં આવવાની ના પાડી દીધી છે. અર્જુન કપૂર અને સંજય દત્તની સાથે પાણીપત ફિલ્મમાં જોવા મળેલા સાહિલ સલાથિયાએ પણ આ શોને ઠુકરાવી દીધો છે. આ સાથે અધ્યયન સુમન અને તેજસ્વી પ્રકાશે પણ શોમાં જવા માટેની માત્ર અફવા ગણાવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK