Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13: નવો પ્રોમો થયો રિલીઝ, ગ્લેમરસ લૂકમાં અમીષા પટેલ

Bigg Boss 13: નવો પ્રોમો થયો રિલીઝ, ગ્લેમરસ લૂકમાં અમીષા પટેલ

24 September, 2019 08:43 PM IST | મુંબઈ ડેસ્ક

Bigg Boss 13: નવો પ્રોમો થયો રિલીઝ, ગ્લેમરસ લૂકમાં અમીષા પટેલ

અમીષા પટેલ

અમીષા પટેલ


'બિગ બૉસ સીઝન 13' શરૂ થવામાં હવે માત્ર 5 જ દિવસ બાકી છે એવામાં દરેક દિવસે શૉ સાથે કંઇક ને કંઇક નવું સામે આવી રહ્યું છે. સોમવારે બિગ બૉસના ઘરની તસવીરો સામે આવી હતી, તો આજે એટલે કે મંગળવારે શૉનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આ નવા પ્રોમોમાં અમીષા પટેલ ખૂબ જ ગ્લેમરસ દેખાય છે.

જણાવીએ કે આ વખતે શૉમાં અમીષા પટેલ એક મહત્વની ભૂમિકા જોવા મળશે. જો કે, આ ભૂમિકા શું હશે, તેનો ખુલાસો હજી કરવામાં આવ્યો નથી. પણ ચાહકો એ જાણવા માટે ઉત્સુક છે કે આ સીઝનમાં અમીષા પટેલની ભૂમિકા શું હશે. સ્પૉટ બૉયએ અમીષાના બિગ બૉસના ઘર સાથે જોડાયેલા ભેદનો ખુલાસો કરી દીધો છે. પોર્ટલની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમીષા બિગ બૉસના ઘરની માલકિન હશે. પણ તેમાં પણ એક ટ્વિસ્ટ છે. અમીષા ફક્ત એક દિવસ માટે ઘરમાં રહેશે. તો અભિનેત્રી શૉના કોન્ટેસ્ટન્ટને ટાસ્ક પણ અસાઇન કરશે.




અમીષાના આ નવા પ્રોમોમાં એ વાતનો પણ ઉલ્લેખ થયો છે આ સીઝનમાં તેનો નવો અવતાર જોવા મળશે. વીડિયોમાં અમીષા એ પણ કહે છે કે, "કોની બનીશ હમરાઝ. અને કોના ખોલીશ રાઝ, આવી રહી છું બિગબૉસના ઘરે એવા અવતારમાં કે બંધ થઈ જશે બધાનો અવાજ" આ વીડિયોથી એક વાત સ્પષ્ટ થાય છે કે અમીષા શૉમાં ધડાકો કરવાની છે.


આ પણ વાંચો : આવી રહ્યું છે તમારા પ્રિય ગાયક નીરવ બારોટનું નવું ગીત- 'આશરો'

ટેલિવીઝનની દુનિયામાં આ શૉની શરૂઆત 29 સપ્ટેમ્બરના થશે. આ વખતે શૉમાં કોઇપણ સામાન્ય વ્યક્તિ નહીં હોય, ફક્ત સેલિબ્રિટીઝ હશે. કેટલાક કોન્ટેસ્ટન્ટ નક્કી થઈ ગયા છે જેમાં સિદ્ધાર્થ શુક્લા, દેવોલીના ભટ્ટાચાર્ય, રશ્મિ દેસાઇ, આરતી સિંહ અને કોએના મિત્રા સામેલ છે.

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2019 08:43 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK